________________
૩૨
તત્ત્વાર્થાધિગમ સુત્ર અભિનવટીકા ૪ અંતરાયકર્મભંડારી સરખું છે. જેમ રાજા દાન આપવાના સ્વભાવવાળો હોય પરંતુ રાજયની તિજોરીનો વહિવટ કરનાર ભંડારી જો પ્રતિકળ હોય તો અમુક અમુક પ્રકારની રાજયને ખોટકેતોટો છે એવું વારંવાર સમજાવવાથી રાજા પોતાની ઈચ્છા મુજબદાન ન આપી શકે, તેમ જીવનો સ્વભાવતો અનન્ત દાન-લાભ ભોગ-ઉપભોગ અને વીર્યલબ્ધિવાળો છે પરંતુ આ અંતરાયકર્મના ઉદયથી જીવના તે અનંત દાનાદિસ્વભાવ સાર્થક-પ્રગટ થઈ શકતા નથી
આ રીતે આ કર્મનો સ્વભાવ જીવના અનંત વીર્ય ગુણને ઢાંકવાનો છે
કર્મના વિવિધ સ્વભાવોને સંક્ષેપની દૃષ્ટિએ ઉપરના આઠ ભાગોમાં વહેંચી નાખ્યા છતાં, વિસતૃત રુચિ જિજ્ઞાસુઓ માટે મધ્યમ માર્ગથી તે આઠના બીજા પ્રકારો વર્ણવવામાં આવ્યા છે, જે ઉત્તર પ્રવૃત્તિના ભેદથી પ્રસિધ્ધ છે, આવા ઉત્તર ભેદોની સંખ્યા ૯૭ છે. જે હવે પછીના સૂત્રોમાં જણાવેલ છે.
જ કમહેતુ -સૂત્રકારે અહીં જ્ઞાનાવરણ આદિ જે ક્રમ પસંદ કરેલ છે, એ જ ક્રમ નવતત્વમાં છે અને એ જ ક્રમ કર્મગ્રન્થ માં પણ જણાવાએલ છે તેનું કારણ સિધ્ધસેનગણિજી આ રીતે જણાવે છે જ્ઞાન દર્શન આવરણ ઉદય જનિત સર્વ જીવોને ભવવ્યથા છે તેને વેદતા એવાને પણ મોહથી અભિભૂત થવાથી વિરકિત હોતી નથી.અવિરકિત જીવોને દેવ-માનુષતિર્યંચ-નારક આયુ વર્તે છે પણ અનામી ને જન્મ હોતો નથી જન્મ પામેલાને સદૈવ ગોત્ર તો સાથે જ રહે છે. તે સંસારીને અન્તરાય કારણે સર્વત્ર અન્તરાય અર્થાત્ વિપ્નો નડે છે.
જ આઠ કર્મોની આત્મા ઉપર અસરઃ
આઠેકર્મોના સ્વરૂપને જણાવતી વખતે આઠેકર્મોની આત્મા ઉપરનની અસરોનું કિંચિત્ સ્વરૂપ જોયું પણ સ્પષ્ટ-અલગ રૂપે અહીં કર્મથકી થતા આત્મા ગુણ-આવરણ ને જણાવેલ છે
(૧)જ્ઞાન (૨)દર્શન ગુણ દરેક વસ્તુ સામાન્ય અનેવિશેષ એમ બે પ્રકારે હોય છે તેમાં વસ્તુનો વિશેષરૂપબો ધ તે જ્ઞાન અને સામાન્યરૂપ બોધતે દર્શન મતલબ કે જ્ઞાન અને દર્શન એ બંને બોધ રૂપ જ છે છતાં વસ્તુના વિશેષ બોઘ ને શાસ્ત્રકારો જ્ઞાન કહે છે અને સામાન્ય બોધને દર્શન કહે છે
આ જ્ઞાન અને દર્શનના ગુણને લીધે આત્મામાં ભૂતભાવિ અને વર્તમાન એ ત્રણે કાળની સમસ્ત વસ્તુઓનો સામાન્ય અને વિશેષ રૂપે બોધ કરવાની શકિત છે.
અત્યારે ભૂત અને ભાવિની વાત બાજુએ મૂકીને ફકત વર્તમાન કાળની વસ્તુનોજ વિચાર કરીએ તો વર્તમાન કાળે પણ અમુક વસ્તુઓનો સામાન્ય-વિશેષરૂપે બોધ થાય છે, અને તે બોધ પણ ઈન્દ્રિયોની મદદથી. આનું કારણ શું?
આનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પ્રકૃત્તિ છે. આ બંને પ્રકૃત્તિએ આત્માની જ્ઞાન અને દર્શન બંને શકિતઓ ને દબાવી દીધી છે. છતાં તે પ્રકૃત્તિઓ સર્વથા જ્ઞાન દર્શન ગુણને દબાવી શકી નથી તેથી વાદળ છાયા સૂર્યની માફક તેના છિદ્રોમાંથી કિચિત પ્રકાશ દેખાય તેમ આત્મારૂપી સૂર્યપરકર્મપ્રકૃત્તિ બંધ રૂપીવાદળોનું આવરણ હોવાછતાં ક્ષયોપશમ રૂપી છિદ્રો દ્વારા કંઈક જ્ઞાન-દર્શનગુણ રૂપી પ્રકાશ વ્યકત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org