________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્ર આત્મા વડે જે જોડાય તે યોગ. કાયાદિ ચેષ્ટા કાયા-વચન-મનનો વ્યપાર અથવા પ્રવૃત્તિતે યોગ તેમાં વળી તીવ્ર-મન્દ આદિ પરિણામોથી વિશેષતા આવે છે.
અર્થાત્ કાયા-વચન અને મનની ક્રિયા જે અનુષ્ઠાન,ભાષણ કે ચિન્તન રૂપ છે તેના સંબંધ થકી તીવ્ર કે મંદ આદિ પરિણામો વડે જે તરતમતા હોય છે તે તરતમતા યુકત પ્રકૃષ્ટ આદિ અનેક ભેદે જે પ્રદેશ બંધ થાય છે તેને યોગ વિશેષાત્ શબ્દથી જણાવેલ છે.
૧૨૬
પ્રશ્નઃ૪ જે કર્મ ન્ધોના ગ્રહણ ની વાત કહેવાઇ તે કર્મસ્કન્ધ સ્થૂળ હોય છે કે સૂક્ષ્મ? અથવા જીવ જે પુદ્ગલોને કર્મ રૂપે ગ્રહણ કરે છે તે સ્થૂળ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. કે સૂક્ષ્મ કર્મ પુદ્ગલોને?
પ્રશ્ન: ૪ નુ સમાધાનઃ
કર્મયોગ્ય પુદ્ગલ સ્કન્ધો સ્થૂલ-બાદર નથી હોતાં પણ સૂક્ષ્મ હોય છે, એવા જ સૂક્ષ્મ સ્કન્ધો કાર્મણ વર્ગણામાંથી ગ્રહણ થાય છે.
આવિશ્વમાં આંખોથી દેખી ન શકાય તેવા અનેક પ્રકારના સૂક્ષ્મ પુદ્ગલો સર્વત્ર વ્યાપેલા છે.પણ તે દરેક પુદ્ગલો કર્મરૂપે બની શકતા નથી જે પુદ્ગલો અંત્યંત સૂક્ષ્મ હોય [-અર્થાત્ કર્મરૂપે બની શકે તેવા સૂક્ષ્મ હોય] તે જ પુદ્ગલો કર્મ રૂપે બની શકે છે .
જેમ જાડો લોટ-કણક, રોટલી બનાવવા માટે અયોગ્ય છે તેમ બાદર પુદ્ગલો કર્મબનાવા માટે અયોગ્ય છે. કર્મરૂપે બની શકે તેવા પુદ્ગલોના સમૂહને કાર્મણ વર્ગણા કહેવામાં આવેછે. જીવ કાર્મણ વર્ગણામાં રહેલા સૂક્ષ્મ પુદ્ગલોને લઇને કર્મરૂપે બનાવે છે .
આ ઉત્તર સૂત્રમાં સૂક્ષ્મ શબ્દથી મળે છે. सूक्ष्मा बध्यन्ते, न बादरा:
અહીં સૂક્ષ્મ શબ્દ પણ આપેક્ષિત છે. પરમાણુથી માંડીને અનન્ત પ્રદેશી સ્કન્ધો છે તે પણ અતિ સૂક્ષ્મતાના અભાવે બંધ યોગ્ય થતા નથી
અનન્તાનન્ત પ્રદેશ વર્ગણા હોવા છતાં અનંત રાશિ પ્રદેશથી કેટલાંક ગ્રહણને યોગ્ય હોય છે અને કેટલાંક ગ્રહણને યોગ્ય હોતાનથી.
અહીં સૂક્ષ્મ શબ્દથી ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ,ભાષા,પ્રાણાપાન,મનોવર્ગણા એ સાતે વર્ગણાને ઉલ્લંઘીને ફકત કાર્મણ વર્ગણાનું જ અહીં ગ્રહણ થશે તેમાં પણ સૂક્ષ્મ પરિણ તિ રુપા પુદ્ગલોવર્ગણાજ આત્મ પ્રદેશોથકીબંધાય છે. પણ બાદર પરિણતિભાજપુદ્ગલોનો બંધ થતો નથી. પ્રશ્નઃપ જીવ પ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા કર્મ સ્કન્ધો જીવ પ્રદેશ સાથે બંધાય છે કે તેથી જુદા ક્ષેત્રમાં રહેલા પણ બંધાય છે? અથવા
જીવ કયા સ્થળે રહેલા કર્મ પુદ્ગલો ને ગ્રહણ કરે છે?
પ્રશ્નઃ૫ નું સમાધાનઃ
જીવપ્રદેશના પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મ સ્કન્ધો જીવ પ્રદેશ સાથે બંધાય છે તેની બહારના ક્ષેત્રમાં રહેલા કર્મ સ્કન્ધો જીવ પ્રદેશ સાથે બંધ પામતા નથી
કાર્પણ વર્ગણાના પુદ્ગલો પણ બીજા સર્વેપુદ્ગલોની માફક સર્વત્ર રહેલા છે. પરંતુ જીવ આ સર્વત્ર રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરતો નથી કિન્તુ જેટલા સ્થાનમાં પોતાના આત્મ પ્રદેશો અવસ્થિત હોય છે તેટલાંજ સ્થાનમાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org