________________
૧૨૫
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫ પ્રહણ થાય છે, કોઈ એકજ દિશામાં રહેલા આત્મ પ્રદેશો વડે નહીં.
0 જીવ ચાર દિશા,ચાર વિદિશા, ઉર્ધ્વદિશા અને અધોદિશા એ દશે દિશામાંથી કર્મયુગલો ને ગ્રહણ કરે છે.
આ ઉત્તર સૂત્રમાં રહેલા સર્વત: શબ્દ થી મળે છે. 2 सर्वतः तिर्यगूर्ध्वमधश्च बध्यन्ते । સિધ્ધસેનીયટીકામાં જણાવ્યા મુજબ અહીં સર્વત: શબ્દના બે અર્થો થાય છે જે ઉકત વ્યાખ્યામાં રજૂકર્યા છે
(૧)આ પુદ્ગલ તિર્યકઉર્ધ્વ અને અધઃ બધી તરફથી બંધાય છે અર્થાત આત્મા આઠે દિશા તથા ઉર્ધ્વઅનેઅધાએ બધી દિશાઓમાંથી કર્મપુદ્ગલો ને ગ્રહણ કરે છે. એટલે કે કોઈ એક દિશામાં રહેલા જ પુદ્ગલો નહીં પણ બધી દિશામાં અવસ્થિત અન્ધોનુગ્રહણ થાય છે.
(૨)બીજા કેટલાંક એવો અર્થકરે છે કેઃ- સર્વત: એટલે સર્વ: માત્મપ્ર: ર્મપુછીનું ગૃતિ ! અર્થાત્ સઘળા આત્મ પ્રદેશો વડે તે કર્મપુદ્ગલો ને ગ્રહણ કરે છે .
અહીં વૃત્તિકારનું કહેવું છે કે પ્રથમઅર્થમાં સર્વ શબ્દને સતગત તસ્ પ્રત્યય લાગે છે અને જો બીજો અર્થ સ્વીકારીએ તો સર્વત: શબ્દ તૃતીયાન્ત પ્રત્યય વાળો છે તેવું સમજાય છે.
પ્રશ્ન ૩બધાં જીવોનો કર્મબંધ સમાન છે કે અસમાન? જો અસમાન હોય તો ક્યા કારણથી અસમાન છે? અથવા જીવ દરેક સમયે સમાન કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે? અથવા સઘળા જીવો એકસરખા પુદ્ગલો ગ્રહણ કરે છે કે વત્તા ઓછાં પણ ગ્રહણ કરે છે? પ્રશ્નઃ૩નું સમાધાનઃ
૪ બધાં સંસારી જીવોનો કર્મબંધ અસમાન છે. કારણ કે બધાંનો માનસિક, વાચિક, કાયિક યોગ વ્યાપાર એક સરખો હોતો નથી, તેથીજ યોગના તરતમભાવ પ્રમાણે પ્રદેશબંધમાં તરતમ ભાવ આવે છે.
# કોઈ એક જીવ દરેક સમયે સમાન પુલો ગ્રહણ કરતો નથી પણ વધારે ઓછાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. કારણકે પ્રદેશ બંધ યોગ અર્થાત વીર્ય વ્યાપાર થી થાય છે. જીવનો યોગ કે વીર્ય વ્યાપાર દરેક સમયે એક સરખો જ રહેતો નથી વધારે ઓછો થાય છે. જેમ જેમ યોગ વ્યાપાર વધારે તેમ તેમ જીવ અધિકપુલો ગ્રહણ કરે છે અને જેમ જેમ યોગ-વ્યાપાર ઓછો તેમતેમ ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે.
જો કે કોઇક વખત એક સરખો યોગ હોય છે પણ તે યોગ વધુમાં વધુ આઠ સમય સુધી રહે છે, પછી યોગમાં અવશ્ય ફેરફાર થાય છે આથી જીવ દરેક સમયે સમાન પુદ્ગલ ગ્રહણ કરતો નથી પોતાના યોગ પ્રમાણે વધારે-ઓછા પુદ્ગલોને ગ્રહણ કરે છે.
એ-જ-રી-તે વિવલિત કોઈ એકસમયે સર્વજીવોને સમાન જ પ્રદેશોનો બંધ થાય એવો નિયમ નથી. જીવોનોસમાનયોગ હોયતેજીવોને સમાનપુદ્ગલોનોબંધ થાય છે અને જે જીવોના યોગમાં જેટલે અંશે તરતમતા હોય તેજીવોમાં તેટલે અંશેતરમતા વાળો પ્રદેશ બંધ થાય. આનું તાત્પર્યએ છે કે કોઈપણ જીવને કોઇપણ સમયે પોતાના યોગ પ્રમાણે પ્રદેશો બંધાય છે.
આ જવાબ સૂત્રમાં રહેલા યોગવિશેષાત શબ્દથી મળે છે. 4 योग विशेषात् वाङ्मन:कर्म विशेषाच्च बध्यन्ते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org