________________
૧૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
બધાં આત્મ પ્રદેશોમાં બંધાય છે
] [5]શબ્દશાનઃનામ-કર્મ પ્રકૃત્તિ સર્વત્ત-બધી દિશાએથી સૂક્ષ્મ-બાદર નહીં તે સર્વાત્મપ્રવેશેણુ-બધાં આત્મ પ્રદેશોમાં અનન્તાના પ્રવેશ :-અનંતાનનંત પ્રદેશવાળા કર્મ પુદ્ગલો [] [6]અનુવૃત્તિ:-સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી
અભિનવટીકા
પ્રત્યયા: -કારણભૂત
યોગવિશેષાત-મન,વચન, કાયયોગ થી ક્ષેત્રાવાદ-એકને ક્ષેત્ર ને આશ્રીને
[7]અભિનવટીકાઃ-પ્રદેશબંધ ના સ્વરૂપને સ્પષ્ટ કરવા આ સૂત્રની રચના કરવામાં આવી છે. આ પ્રદેશ બંધ એ એક જાતનો સંબંધ છે. અને તે સંબંધના કર્મ સ્કન્ધ અને આત્મા એ બે આધાર છે. તત્સમ્બધે આઠપ્રશ્ન અને તેના ઉત્તરપૂર્વક પ્રસ્તુત સૂત્રમાં રજૂઆત કરવામાંઆવેલી છે. પ્રશ્નઃ ૧ જયારે કર્મ સ્કન્ધ બંધાય છે ત્યારે તેમાંથી શું બને છે?
અર્થાત્ શું નિમાર્ણ થાય છે? -અથવા
પ્રદેશ-કર્મદલિકો કોનું કારણ છે? અર્થાત્ પ્રદેશો થી શું કાર્ય થાય છે?
પ્રશ્નઃ૧નું સમાધાનઃ
ૐ આત્મપ્રદેશો સાથે બંધાતા પુદ્ગલ સ્કન્ધોમાં કર્મભાવ અર્થાત્ જ્ઞાનાવરણત્વ આદિ પ્રકૃત્તિઓ બને છે. એટલે કે તેવા સ્કન્ધોમાં તે પ્રકૃત્તિઓનું નિમાર્ણ થાય છે તેથી જ એ સ્કન્ધોને બધી પ્રકૃત્તિઓ નું કારણ કહેવામાં આવ્યા છે.
પ્રદેશોએનામના કારણ છે. એટલે કે કર્મોના જ્ઞાનાવરણીય આદિ જેસાર્થક નામોછે. તેના કારણ છે. કર્મોના તેમના ફળ આપવાના સ્વભાવ નક્કી થાય છે અને એ અનુસારે તે કર્મપ્રદેશોનું નામ પડેછે. જેમ કે જે કર્મપ્રદેશમાં જ્ઞાનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું જ્ઞાનાવરણ એવું નામ નક્કી થાય છે. જે કર્મપ્રદેશો માં દર્શનગુણ આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશો નું દર્શનાવરણ એવું નામ પડે છે.
આ રીતે પ્રદેશોમાં સ્વભાવ તથા સ્વભાવ પ્રમાણે નામ નક્કી થાય છે. પ્રદેશો વિના સ્વભાવ કે નામ નક્કી થઇ શકે નહીં માટે પ્રદેશો નામનાં અથવા સ્વભાવના એટલે કે પ્રકૃત્તિના કારણ છે. આઉત્તર આપણને સૂત્રમાં રહેલા નામપ્રત્યયા: શબ્દથી મળે છે ‘‘નામ’ ’ એટલે તે તે કર્મનું સાર્થક નામ અથવા સ્વભાવ અને પ્રત્યય એટલે કારણ અર્થાત્ ‘કર્મ પ્રકૃત્તિના કારણભૂત’’ नामप्रत्ययाः पुद्गलाः बध्यन्ते । नाम प्रत्यय एषां ते इमे नाम प्रत्ययाः । नामनिमिता नाम हेतुका नाम कारणा इत्यर्थ ।
Jain Education International
પ્રશ્નઃ૨ પ્રથમ પ્રશ્નમાં કહ્યા તે સ્કન્ધો ઉંચા, નીચા કે તીરછામાંથી કયા આત્મ પ્રદેશો વડે ગ્રહણ થાય છે ? અથવા
જીવ પ્રદેશોને [અર્થાત્ કર્મ પુદ્ગલો ને] સર્વદિશામાંથી ગ્રહણ કરે છે કે કોઇ એક દિશામાંથી ? પ્રશ્નઃ૨ નું સમાધાનઃ
ઉંચે નીચે અને તીરછે એમ બધી દિશાઓમાં રહેલા આત્મ પ્રદેશો વડે કર્મસ્કન્ધો
For Private & Personal Use Only
www.jainelibrary.org