________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૫
૧૨૭ અહીં સમજાવવા માટે અગ્નિનું દૃષ્ટાન્ત આપે છે. જેમ અગ્નિ પોતે જેટલા સ્થાનમાં રહેલો છે તેટલા સ્થાનમાં જ રહેલ બાળવા યોગ્ય વસ્તુને તે બાળે છે પણ પોતાના સ્થાનથી દૂર બહાર રહેલી વસ્તુને બાળતો. નથી તેમ જીવ પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મ પગલો નું ગ્રહણ કરે છે પોતાના ક્ષેત્રથી દૂર રહેલાં કર્મપુદ્ગલોનું ગ્રહણ કરતો નથી.
આ ઉત્તર સૂત્રમાં રહેલા ક્ષેત્રાવક શબ્દમાંથી મળે છે. र एकक्षेत्रावगाढ बध्यन्ते, न क्षेत्रान्तरावगाढा ।।
એકસ્મિન અર્થાત અભિન્ન એવા ક્ષેત્રમાં જીવ પ્રદેશો વડે જેનો આશ્રય કરાયેલો છે તે ક્ષેત્રમાં રહેલા કાર્મણવર્ગણાનાપુગલોનાંજબંધ થાય છે એટલે કેજેઆકાશ પ્રદેશમાં જીવેઅવગાહ-આશ્રય કે સ્થિતિ કરેલી છે તે જ ક્ષેત્રમાં રહેલા જે કર્મયોગ્ય પુગલો તેનોબંધ થાય છે પણ ક્ષેત્રાન્તર અર્થાત તે આત્મા પ્રદેશ થકીઅવગાહીત ક્ષેત્ર સિવાયના આકાશ પ્રદેશમાં રહેલા કાર્મણવર્ગણાના પુદ્ગલોનું જીવ ગ્રહણ કરતો નથી. કારણ કે તે જીવનો રાગાદિ સ્નેહ ગુણ ક્ષેત્રાન્તરમાં વર્તતો હોતો નથી.
જેમ ઘી તેલ આદિ સ્નિગ્ધ ગુણ વાળા દ્રવ્યોની નજીક રહેલો કચરો તેની સાથે ચોંટી જાય છે. પણ દૂર રહેલો કચરો સ્નિગ્ધ પદાર્થને ચોંટી શકતો નથી. તેમ અહીં પણ જીવના રાગાદિસ્નેહ ગુણને લીધે પોતાના ક્ષેત્રમાં રહેલી કામણ વર્ગણા આત્મપ્રદેશ સાથે ચોટી જાય છે પણ ક્ષેત્રથી દૂર કે બીજા ક્ષેત્રમાં રહેલી કામણ વણા આત્મપ્રદેશો સાથે ચોંટી શકતી નથી.
પ્રશ્નઃ જે કર્મ સ્કન્ધો વર્ગણા બંધાય છે તે બંધ પામતી વખતે ગતિશીલ હોય છે કે સ્થિતિશીલ હોય છે? અથવા
૪ કાર્મણ વર્ગણાના ગતિશીલ-ગતિમાન યુગલોને જ ગ્રહણ કરે છે કે સ્થિતિમાન પુદ્ગલોને પણ ગ્રહણ કરે છે?
પ્રશ્નઃ નું સમાધાનઃ
૪ માત્ર સ્થિતિમા સ્કન્ધો જ બંધ પામે છે.ગતિશીલ સ્કન્ધો તો અસ્થિર હોવાથી બંધમાં આવતા નથી.
કામણ વર્ગણાના જે પુદ્ગલો સ્થિત હોય, ગતિ રહિત હોય, તે પુલોનું ગ્રહણ થાય છે. આથી ગતિમાન કાર્મણ વર્ગણાના પગલોનો બંધ થતો નથી.
આ ઉત્તર સૂત્રમાં રહેલા સ્થિતી: શબ્દથી મળે છે 4 स्थिताश्च बध्यन्ते न गतिसमापन्ना:
૪ સ્વોપજ્ઞ ભાષ્યમાં સ્થિતિ સાથે શબ્દ મુકેલ છે તે જે શબ્દ અવધારણને માટે છે તેનો અર્થ એ છે કે સ્થિત કાર્મણ વર્ગણાજ બંધ પામેછે ગતિ પરિણામવાળા બંધ પામતા નથી કેમ કે તેઓ ગતિ પરિણામ વાળા હોવાથી ગમન જ પામે છે તેના પરિણામની વિશેષતા ને કારણે આત્મા સાથે આ વર્ગણાં ચોંટતી નથી.
પ્રશ્નઃ૭ જે કર્મસ્કન્ધોના બંધની વાત કરી તે કર્મસ્કન્ધો સંપૂર્ણ આત્મ પ્રદેશોમાં બંધાય છે કે થોડાં આત્મ પ્રદેશોમાં? અથવા
ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોમો આત્માના અમુકજ પ્રદેશોમાં સંબંધ થાય છે કે સઘળા આત્મ પ્રદેશમાં સંબંધ થાય છે?
પ્રશ્નઃ૭ નુ સમાધાનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org