________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાવનાની સિધ્ધિના પ્રયત્નને લીધે જ એ વ્રતપૂર્ણ થાય છે. તેથી તે હિંસા નથી પણ શુભધ્યાન કે શુધ્ધ ધ્યાનની કોટિમાં મુકી શકાય તેવું એક વ્રત છે.
– બીજું સૂત્રકારે પ્રમત્ત યોગથી પ્રાણના ત્યાગને હિંસા કહેલી છે. જયારે શાસ્ત્રોકત વિધિ અનુસાર જાણી-સમજીને કરાયેલ સંલેખનામાં રાગદ્વેષાદિનો અભાવ હોવાથી પ્રમત્ત યોગ હોતો નથી તેથી પણ સંલેખના ને હિંસા કહી શકાય નહીં
ત્રીજું:- સંલેખનાને આત્મઘાત કે સ્વહિંસા ન કહેવાય કેમ કે જેમ એક વણિકને પોતાના ઘરનો વિનાશ ઇષ્ટ નથી તેમ કોઇપણ પ્રાણીને મરણ ઇષ્ટ હોતું નથી, છતાં કોઇ કારણથી ગૃહવિનાશની સંભાવના ઉત્પન્ન થાય તો તે વણિક ધરછોડી દેશે,પણ તેમાં રહેલ ક્રૂવ્ય-સંપત્તિ આદિનો નાશ ન થાય તે માટે પ્રયત્નશીલ રહેશે
02
એ-જ-રી-તે વ્રત અને શીલનું પાલન કરનારો ગૃહસ્થ પણ, જો શરીરના વિનાશનું કારણ ઉપસ્થિત થશે તો સંયમ ઘાત ન થાયતે રીતે ધીમેધીમે શરીરને છોડશે અથવા તો શરીર નોવિનાશ અને આત્મગુણ નો વિનાશ બંને સાથે ઉદ્ભવશે તો એવો પ્રયત્ન જ કરશે જેથી આત્મ ગુણોનો વિનાશ ન થાય. આ રીતે સંલેખના કરવાવાળો આત્મધાતિક કે સ્વહિંસક બનતો નથી.
પ્રશ્નઃ૨ સૂત્રમાં નોષિતા શબ્દ મુકયો તેના કરતા સેવિતા શબ્દ મુકયો હોતતો શો વાંધો હતો? કેમ કે અર્થની સ્પષ્ટતા સેવિતા શબ્દથી વિશેષ થાય છે
–સમાધાનઃ- સૂત્રકાર મહર્ષિએ વિશેષ અર્થના પ્રતિપાદનને માટે જ અહીં નોષિતા શબ્દનો પ્રયોગ કરેલ છે કેમ કે સેવિતા નો અર્થ ‘‘સેવન કરવું’’ એવો થાય છે જયારે નોપિતા શબ્દનો અર્થ ‘‘પ્રીતિપૂર્વક સેવન કરવું'' એવો થાય છે સંલેખના બળજબરીથી કરાવી શકાય નહીં પરંતુ તે અગારી વ્રતીને સંયમમાં- સન્યાસમાં પૂર્ણ પ્રીતિ હોય છે માટે જ તે સંલેખનાને કરે છે તેથી ‘‘પ્રીતિપૂર્વક સેવન કરવું''એ અર્થમાં વપરાયેલ ગુપ્ ધાતુનો પ્રયોગજ અહીં યોગ્ય છે ઝુલ્ ને કર્તા અર્થમાં તૃન્ પ્રત્યય લાગીને જ નોપિતા શબ્દ બનેલો છે
'
પ્રશ્નઃ ૩- જૈને તરોમાં પણ કમળપૂજા,ભૈરવજપ,જળસમાધિ વગેરે અનેક પ્રાણનાશ કરવાની અને તેને ધર્મમાનવાની પ્રથા જોવા મળે છે તો પછી તેમાં અને આ સંલેખનામાં ભેદશો છે? સમાધાનઃ- પ્રાણનાશની સ્કૂલ દૃષ્ટિએ તો બંને ક્રિયા સમાનજ લાગશે ફર્ક હોય તો તેની પાછળની ભાવનાઓમાં છે.
જૈન દર્શન અનુસાર આવી સંલેખના પ્રક્રિયા પાછળનું ધ્યેય કોઇ ભૌતિક લાભ,આવેશ ,પ્રલોભન,પરાર્પણ કે પરપ્રસન્નતા નથી. પરંતુ આત્મશોધન, કર્મનિર્જરા,કષાયનો અંત આણવો તે છે
જયારે જીવનનો અંત ખાતરી પૂર્વક નિકટ દેખાય, ધર્મ અને આવશ્યક કર્તવ્યોનો નાશ આવી પડે,તેમજ કોઇપણ જાતનું દુર્ધ્યાન ન હોય ત્યારે જ એવ્રત વિધેય માનવામાં આવેલ છે.
સૂચનઃ- આ વ્રત અગારી વ્રતીની માફક અનગાર ને અર્થાત્ સાધુને પણ હોય છે. જો કે તેને વ્રત સ્વરૂપે વર્ણવવામાં આવેલ નથી પણ સંલેખના અંગે અનેક કથાનકો તથાસાધુઓને કરવાની સંલેખના વિધિના ઉલ્લેખો આગમોમાં પણ પ્રાપ્ત થાય છે. જેને સમાધિ મરણ ના નામે પણ ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org