________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૭
૮૯ સંઘયણ -વર્ષભનારચ ઋષભનાચ,નારી, અર્ધનારી,કીલિકા, અને સેવાર્ત એ છ સંઘયણમાં ક્ષીણતા આવવાથી ધર્માનુષ્ઠાનમાં હાનિ પહોંચવી.
દુર્બળતાઃ- શારીરિક શકિત,વીર્ય, બળ, પરાક્રમમમાં દુર્બળતા થકી ધર્માનુષ્ઠાનમાં ક્ષતિ ઉત્પન્ન થવી
ઉપસર્ગ-દેવ-મનુષ્ય -તિર્યંચ કે સામુહિક ઉપસર્ગોથકી ધર્માનુષ્ઠાનમાં વિણતા આવવી "ધર્મકુશલ- અનુષ્ઠાન અથવા ક્ષમા માર્દવ,આર્જવ,મુકિત, તપ સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશવિધ ધર્મ.
“આવશ્યકઃ- આવશ્ય કર્તવ્ય, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પૌષધ,વૈયાવચ્ચ વગેરે
પરિહાણી - ક્ષયથવો, ક્ષીણ થવું, ઘટાડો થવો “નિયમ-સંયમ,સર્વસાવદ્ય વિરતિ લક્ષણ ઉત્તમદ્રત સંપન્ન - મહાવ્રત થી યુકત ભાવના આ અધ્યાયના સૂત્રઃ૪ થી ૭માં જણાવેલી છે તે
અનુપ્રેક્ષા - વૈરાગ્યની બાર ભાવના અધ્યાય ૯ સૂત્ર-૭માં કહેલી છે ૧૨ સ્મરણ-પોતે ગ્રહણ કરેલા વ્રત-નિયમ કે પ્રતિજ્ઞાને સંભારવા તે
સમાધિઃ- ચિત્તની સ્વસ્થતા અને આરૌદ્ર ધ્યાન નો ત્યાગ
આ રીતે કાળાદિ ચારે દોષ થકીધર્માનુષ્ઠાનાદિમાં ક્ષીણતા આવતી જાણીને, ઉત્તમ વ્રતસંયમ ધારણ કરી, અનશન સ્વીકારી, શેષ જીવન-ભાવનાદિમાં તત્પર બની સમાધિ પરાયણતા પૂર્વક વ્યતીત કરતો, તે સંલેખના સેવી સાધક મોક્ષ માર્ગનો આરાધક થાય છે.
- સંલેખના તપવિધિઃ
સંલેખના તપના ઉત્કૃષ્ટ,મધ્યમ અને જધન્ય એવા ત્રણ પ્રકારો છે તેમાં ઉત્કૃષ્ટ તપ બારવર્ષનું છે મધ્યમ તાપ બારમાસનું છે અને જધન્ય તપ બાર પક્ષ છ માસ નું છે
– આ તપ ઉણોદરી,ઉપવાસ છ8, અઠ્ઠમ આદિ વિવિધ પ્રકારે થાય છે.
– વૃધ્ધાવસ્થા, રોગાદિક પ્રબળકારણ,વૈરાગ્યાદિથી સંલેખનાની ઇચ્છા થાય ત્યારે શકિત-સંયોગો જોઈને પ્રથમ તિવિહારો કે ચોવિહારો સંલેખના-તપ કરવામાં આવે છે આતપ પૂર્વે શરીરની બધી ધાતુઓ તથા ગારવ આદિ માનસિક ભાવોનું શોષણ કરેલું હોવું જોઈએ અને સંલેખના સ્વીકાર્યા પછી મનના ભાવોની નિર્મળતા રહેવી જોઈએ.
* વિશેષ:
# પ્રશ્નઃ ૧- સંલેખના વ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરનો અંત આણે એ આત્મવધ થયો કહેવાય અને આત્મવધ એ સ્વહિંસા જ છે, તો પછી એને વ્રત તરીકે ત્યાગ ધર્મમાં સ્થાન આપવું કઈ રીતે યોગ્ય ગણાય?
સમાધાન - દેખીતુ દુઃખ કે દેખીતો પ્રાણનાશ હોવા માત્રથી તેને હિંસા કહેવાતી નથી. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિથી ઘડાય છે, સંલેખના વ્રતમાં પ્રાણનો નાશ છે ખરો, પણ તે રાગ-દ્વેષ કે મોહથી ન થતો હોવાથી તે હિંસાની કોટિમાં આવતો નથી.
ઉલટું નિર્મોહપણું અને વીતરાગ પણું કેળવવાની ભાવનામાંથી એવ્રત જન્મે છે અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org