________________
૬૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એજ રીતે ઓપરેશનમાં શરીર પરમુકાતા કાપ,ઈજેકશન વગેરે કંઈ ઈષ્ટ છે માટે સહન કરે છે? તેતો શરીરની આપત્તિને ટાળવા માટે આ અનિચ્છનીય સ્થિતિનો સ્વીકાર કરે છે.
કાંટાથી દૂર રહેનારા આપણે પણ જયારે કાંટો વાગે છે ત્યારે વનસ્પતિ કે ધાતુજન્ય એવા બીજા કાંટાને જ શોધીએ છીએ ને?
તેથી અનિષ્ટ વસ્તુમાં આસકિત ન હોવા છતાં તેનો સ્વીકાર કે ઉપભોગ થાય છે.તે વાત સત્ય છે.
* પરિગ્રહના ભેદ-પરિગ્રહનાં બાહ્ય અને અભ્યન્તર બે ભેદ છે બાહયપરિગ્રહ-વાસ્તુ, ક્ષેત્ર, ધન, ધાન્ય,શયા,આસન,દ્વિપદ, ચતુષ્પદ,કુખ્ય આદિ.
અત્યંતર પરિગ્રહ -મિથ્યાત્વ,વેદ, હાસ્ય,રતિ,અરતિ, શોક, ભય,જુગુપ્સા, ક્રોધ,માન ,માયા,લોભ,રાગ,ષ,એ ચૌદ અત્યંતર પરિગ્રહ છે.
બાહ્ય પદાર્થો પણ અંતરંગ મૂચ્છના કારણ હોવાથી તેને પરિગ્રહ જ કહ્યો છે.
* સંકલિત અર્થ-ચેતનાયુકત કે અચેતન જે બાહ્ય તથા અભ્યન્તર દ્રવ્ય કે પદાર્થ છે તેના વિષયમાં જે મન-વચન-કાયાની જે ગાઢ આસકિત કે મૂચ્છ તે પરિગ્રહ છે.
* પ્રમત્તયો પૂર્વ સૂત્રમાંથી પ્રમત્તયોગની અનુવૃત્તિ અહીં લેવાની છે તેથી પ્રતિયોન શબ્દ થકી આ સૂત્રનો અર્થ વિશેષ સ્પષ્ટ થશે. કેમકે જ્ઞાન દર્શન,ચારિત્ર,અર્થાત્ રત્નત્રયના વિષયમાં, તત્સમ્બન્ધી ઉપકરણ વિષયકમમત્વભાવને મૂર્છા કે પરિગ્રહ કહેવામાં આવતો નથી.
જ્ઞાન-દર્શનાદિ યુકત મહાત્માઓને મોહ ન હોવાથી તેઓ અપ્રમત્ત છે માટે તેને પરિગ્રહી કહી શકાય નહીં.
વ્રતધારી મહાત્માઓને અમુક વસ્તુઓનો સ્વીકાર અને ઉપભોગ અનિવાર્ય બની જાય છે.કેમકે મહાવ્રતોનું પાલન કરવા દેહની મદદ લેવી જ પડે.અને દેહનું પોષણ-પાલન વગેરે આહાર, વસ્ત્ર, વસતિ આદિ વિના થઈ શકે નહીં. આથી સાધક આત્માઓને આસકિત રહિત ભાવે પણ વસ્ત્ર, પાત્ર,વસતિ વગેરેની આવશ્યકતાતો રહેવાની જ છે. પણ અપ્રમત્ત ભાવે અર્થાત મમત્વ કે આસકિતરહિત મૂર્છારહિત પણે જે ઉપકરણોનો સ્વીકાર અને ઉપભોગતપરિગ્રહરૂપ દોષનું કારણ બની શકતો નથી.
[8] સંદર્ભઃ# આગમ સંદર્ભ મુછી પરદો વૃત્તો ટાગ. ૬, . ૨૨ & અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)વંદિતુ સૂત્ર ગાથા૧૭-પ્રબોધટીકા-૨ (૨)અઢાર પાપસ્થાનક -પ્રબોધટીકા-૨ (૩)પાક્ષિક સૂત્રવૃત્તિ (૪)પાક્ષિક અતિચાર
[9]પદ્યઃ- આ સૂત્ર ના બંને પઘો પૂર્વે સૂત્રમાં કહેવાઈ ગયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org