________________
૫
અધ્યાયઃ ૭ સૂત્ર: ૧૨
O [10] નિષ્કર્ષ-અહીં સૂત્રકાર મહર્ષિએ જે પરિગ્રહદોષનું વર્ણન કર્યું છે તેવતી આત્માઓ માટે તો નિતાન્ત ઉપયોગી છે જ કેમકે આ દોષના સર્વથા ત્યાગ વિના વિશુધ્ધ ચારિત્ર અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે જ નહીં. - રાગાદિ અત્યંતરદ્રન્થિઓનો ત્યાગ થવાથી જ જીવ વીતરાગતાને પ્રાપ્ત કરી શકે છે. સયોગી કેવળીરૂપી ગુણ સ્થાનકે પહોચી શકે છે. પણ સામાજિક દ્રષ્ટિએ પણ પરિગ્રહદોષનો ત્યાગ આવશ્યક છે.
વસ્તુમાં આસકત બનેલોકેલાલસાથી પીડાતો જીવહિંસા પણ કરે છે, જૂઠપણ બોલે છે,ચોરી પણ કરે છે અને વિષયાદિથી પણ પીડાયા કરે છે. આ બધા દોષોની નિવૃત્તિ માટે પણ પરિગ્રહદોષ નિવૃત્તિ આવશ્યક ગણવામાં આવેલી છે.તઉપરાંત જો સમાજ આ દોષને દોષરૂપે સ્વીકારીને તેના નિવારણ માટે પ્રયત્નશીલ બનેતો સંતોષનું સામ્રાજયલાય છે. “સંતષી નર સદા સુખી” એ ઉક્તિ અનુસારસમગ્ર સમાજમાં પણ સુખ અને શાંતિનો ફેલાવો થાય છે અને પરિણામે અનેક ઈચ્છા-લાલસા તથા તજજન્ય અનિષ્ટ પરિણામાંથી સમાજ મુકત બને છે.
0000000 આ અધ્યાયના સૂત્ર-૮થી ૧રના વિવરણને અંતે એક પ્રશ્ન -હિંસા-મૃષા-ચોરી-મૈથુન-પરિગ્રહએ પાંચ દોષોનું સ્વરૂપ જોવું. -આ બધાનું સ્વરૂપ ઉપરઉપરથી જોતાં અલગ-અલગ જણાય છે. -જો બારીકાઇથી જોવામાં આવે તો તેમાં કોઈ ખાસ ભેદ જણાતો નથી. -કારણ કે આ પાંચે કહેવાતા દોષોના દોષ પણાનો આધારતો રાગદ્વેષ અને મોહજ છે. -રાગ, દ્વેષ અને મોહ જ હિંસા આદિ વૃત્તિઓનું ઝેર છે. -પાક્ષિક સત્રમાં પણ રાખવા રોજ વા એ બે પદો પાંચે મહવાતોમાં નોંધાયેલા છે.
-આ રીતે રાગ દ્વેષાદિવૃત્તિ એ જ દોષ છે તેમ કહેવું જ પુરતું છે. તો પછી દોષના હિંસા આદિ પાંચ ભેદો વર્ણવાનું કારણ શું?
સમાધાન આ પ્રશ્ન યુક્ત જ છે.કેમકે હિંસાદિ પ્રવૃત્તિઓ રાગ દ્વેષાદિને કારણે જ થાય છે તેથી ખરેખર રાગદ્વેષ આદિજ મુખ્ય પણે દોષછે.અને દોષથી વિરમવું એ એક જ મુખ્યવ્રત છે.
તેમ છતાં રાગદ્વેષ આદિનો ત્યાગ ઉપદેશવાનો હોય ત્યારે તેથી થતી પ્રવૃત્તિઓ સમજાવીને જતે પ્રવૃત્તિઓ અને તેના પ્રેરક રાગદ્વેષાદિનો ત્યાગ કરવાનું કહી શકાય. સ્થૂળ દૃષ્ટિવાળા લોકો માટે બીજો ક્રમ શકય નથી.
રાગદ્વેષથી થતી અસંખ્ય પ્રવૃતિઓ પૈકી હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહએ પાંચ મુખ્ય પ્રવૃતિ અને આ જ પ્રવૃત્તિ મુખ્ય પણે આધ્યાત્મિક કે લૌકિક જીવનને કોતરી ખાય છે. તેથી પાંચ વિભાગ થકી આ હિંસાદિ પાંચ પ્રવૃત્તિ ગોઠવીને તે પાંચ દોષો વર્ણવાયેલા છે.
જો કે આ દોષોની સંખ્યામાં કાલાનુસાર પરિવર્તન પણ આવેલા જ છે. છતાં મુખ્યપણે સમજવા યોગ્ય વાત એટલીજ છે કે આ દોષોના નિવારણ પાછળનું પણ મુખ્ય ધ્યેયતો રાગ
અ. ૭/૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org