________________
so
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા શબ્દ બનેલો છે.
મૈથુનના ચાર ભેદ –આગમનુસાર -
(૧)દ્રવ્યથીઃ-રૂપઅર્થાત નિર્જીવપ્રતિમાદિનેવિશે અથવારૂપસહગતમાં એટલે સજીવ સ્ત્રી-પુરુષો શરીરોને વિશે.
(૨)ક્ષેત્રથીઃ-ઉર્ધ્વલોક-અધોલોક કે તિચ્છલોક એ ત્રણેમાના કોઇપણ એક લોકને વિશે. (૩)કાળથીઃ-દિવસના કે રાત્રીના અર્થાત કોઇપણ કાળને વિશે. (૪)ભાવથીઃ-રાગ અથવા દ્રષના પરિણામોથી. પ્રમત્ત યોગ - સામાન્યથી પ્રમત્તયોગ શબ્દની અનુવૃત્તિ ચાલુ છે
–વંદિત સૂત્રમાં તો ચોથા વ્રતની સાથે પમાયણસો શબ્દ મુકીને પ્રમાદવશાત શબ્દને સ્વીકારેલો પણ છે-પરંતુ
–અહીં સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે પ્રમાદ્યોમાત્ શબ્દ અહીં અનુવર્તે છે. પણ તેનું ઉપયોજન નથી. કેમ કે જયાં અપ્રમત્ત યોગથી તથા પ્રકાર ની પ્રવૃત્તિ થતી હોય અને કર્મબંધનો અભાવ અર્થાત ભાવ દોષ ગણેલ હોય ત્યાં પ્રમત્તયોગનું ગ્રહણ અર્થસભર ગણાય છે. કેમકે ત્યાં “પ્રમત્તયોગથી કર્મ બંધ છે પણ અપ્રમત્ત યોગથી કર્મબંધ નથી.'' તેવો નિયમ કહેવાયો છે. જેમ હિંસાની વ્યાખ્યા માં પૂર્વે કહેવાયું છે તેમ
મૈથન સર્વાવસ્થામાં રાગ દ્વેષ જનિત જ હોવાથી કર્મબન્ધ કહયો છે. તેથી અપ્રમત્તનું ગ્રહણ સાર્થક રહેતું નથી. અથવા તો બીજા શબ્દોમાં એમ કહી શકાય કે અપ્રમત્ત દશામાં અબ્રહ્મચર્યનો દોષ સંભવતો જ નથી માટે બ્રહ્મચર્ય નિરપવાદ કહયું છે તેથી તેમાં પ્રમત્ત વિશેષણ લગાડવાથી કંઈ વિશેષ અર્થ સરતો નથી.
* એકદ– અબ્રહ્મ શબ્દની સૂત્રગત વ્યાખ્યાતો સ્પષ્ટ જ છે કે “મૈથુનની પ્રવૃત્તિ એ જ અબ્રહ્મ''
# જેના પાલનથી અહિંસા આદિ આધ્યાત્મિક ગુણોની વૃધ્ધિ થાય તે બ્રહમ ૪ જેના સેવનથી અહિંસા આદિ આધ્યાત્મિક ગુણોનો હ્રાસ કે નાશ થાય તે અબ્રહ્મ.
જ કોઈપણ પ્રકારની કામચેષ્ટારૂપ મૈથુનના સેવનથી અહિંસાદિ ગુણોનો અથવા આત્માના મૂળભૂત આજ્ઞાદિ ગુણોનો નાશ થાય છે. માટે તે કામ ચેષ્ટા અર્થાત અનંગક્રીડાદિ સર્વે સંયોગ પ્રવૃત્તિને અબ્રહ્મ કર્યું છે.
# બ્રહ્મ એટલે જેના પાલનથીઃ-અનુસરણથી સદગુણો વધે તે. પણ જે તરફ જવાથી સગુણો ન વધે પણ દોષો જ પોષાય તે અબ્રહ્મ.
–મૈથુનએ એવી પ્રવૃત્તિ છે કે તેમાં પડતાં જ બધા દોષોનું પોષણ અને સદ્ગણોનો હ્રાસઘસારો શરૂ થાય છે તેથી મૈથુનને અબ્રહ્મ કહેવામાં આવેલ છે.
૪ આગળ વધીને કહીએતો:- બ્રહ્મ વ શાત્રાનુષ્ઠાન, કુશલ અનુષ્ઠાન કે આત્મહિતકારી ક્રિયા તે બ્રહ્મ અને તેનો અભાવ તે અબ્રહમ અથવા મામૈવવર-આત્માની જ રમણતા તે બ્રહ્મ.બહિર્મુખ એવી કોઈપણ ચિત્તવૃત્તિ-ત્યાદિ વિષય સંબંધિત અબ્રહ્મ.
* પ્રશ્નઃ- જયાં જોડલું ન હોય-માત્ર સ્ત્રી કે પુરુષ કોઈ એક જ વ્યકિત કામરાગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org