________________
૫૯
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૧ મૈથુન કહેવામાં આવે છે અને એ મૈથુન એ જ અબ્રહ્મ છે.
–મૈથુન - મૈથુન એટલે મિથુનની પ્રવૃત્તિ ( મિથુન શબ્દથી સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ યુગલ અર્થ લેવાય છે.
# કામરાગના આવેશથી આવા જોડલાએ કરેલી મન-વચન-કે કાયાની કોઈપણ પ્રવૃત્તિ તે મૈથુન કહેવાય છે.
જ ચારિત્ર મોહનીયના ઉદયથી સ્ત્રી પુરુષનું પરસ્પર શરીર સમિલન થવાથી સુખપ્રાપ્તિની ઇચ્છાથી થનાર રાગ પરિણામ તે મૈથુન છે.
# મિથુનનું જોડલું કે મિથુનના જોડલાની ક્રિયાને મૈથુન એવું કહેવાય છે. અર્થાત્ મિથુન શબ્દ ઉપર મૈથુન શબ્દ બનેલો છે.
મિથુન શબ્દ દ્વારા વેદોદયજન્ય કામચેષ્ટા એવો અર્થ કરવાનું કારણ એ છે કે-પુરુષસ્ત્રીના યુગલ ઉપરાંત પુરુષ-પુરુષના કે સ્ત્રી-સ્ત્રીના સંબંધો, પુરુષની સ્વહસ્તાદિના સંયોગે થતી વેદોદયજન્ય ચેષ્ટા કે સ્ત્રીના સ્વહસ્તાદિનાસ્વકાયચેષ્ટાએ સર્વે કામચેષ્ટાને એક પ્રકારે મૈથુન પ્રવૃત્તિ જ કહી છે.
૪ આ મૈથુન પ્રવૃત્તિમાં યુગલ કહયું પણ તેમાં કયારેય બંને સચેતન હોય છે અને કયારેય એક સચેતન અને બીજું અચેતન પણ હોય છે.
મૈથુન ત્રણ પ્રકારે - दिव्वं वा माणुसं वा तिरिक्खभेणियं वा –દેવ અથવા દેવીના વૈક્રિય શરીર સાથે સંભોગ કે અન્ય કામ ચેષ્ટા –મનુષ્ય સ્ત્રી કે પુરુષના શરીર સંબંધિ અનંગક્રીડા થી સંભોગ પર્યન્તની પ્રવૃત્તિ -તિર્યંચ જીવોમાં તિર્યંચ સ્ત્રી-પુરુષ સાથેની સંભોગાદિ કામ ચેષ્ટા એ ત્રણમાંના કોઈ પણ સાથેની કામરાગ જન્ય પ્રવૃત્તિને મૈથુન કહે છે. અન્ય રીતે થતી પ્રવૃત્તિમાં મૈથુન કઈ રીતે? -પુરુષ કે સ્ત્રીના નપુસંક સાથે કામજન્ય સંબંધો પણ મૈથુન છે.
–પોતાના હાથથી કે ફળ વગેરે વિવૃત્તિ કરીને કૃત્રિમ સાધનોના ઉપયોગથી પુરુષ દ્વારા થતી કામચેષ્ટાદિ પ્રવૃત્તિ
–પોતાના હાથથી કે કંદ વગેરેથી કે બીજાના હાથ આદિ અવયવો વડે સ્ત્રી દ્વારા થતી કામચેષ્ટાદિ પ્રવૃતિ.
–વેદોદયના ઉદયથી અચિત્ત એવા દેવ-મનુષ કે તિર્યંચના ચિત્રો, તેમની પ્રતિમા, કાષ્ઠ,વગેરે સાથે જે કામચેષ્ટા કે મૈથુન કર્મ કે અનંગક્રીડા કરે તે પણ મૈથુન છે.
–અન્ય કોઇપણ અચિત્ત સ્રોત કે મૃત શરીર સાથે અથવા ઘણા પ્રકારના કૃત્રિમ ઉપકરણ વડે પોતાના શરીરની વીડમ્બના કરીને પોતાના વેદોદયને શાંત પાડવા જે ચેષ્ટા કરે તે સર્વે મૈથુન છે.
મૈથુનશબ્દની વ્યુત્પત્તિઃ-मिथुनस्य इदं भाव - कर्म वा मैथुनम् –અહીંfમથુન શબ્દને સ્પેમ સૂત્રથી ગળુ લાગીને વ્યાકરણના નિયમાનુસાર મૈથુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org