________________
પદ
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા एवमदत्तं चउहा पण्णत्ता वीयराएहिं
૧.સ્વામી અદત્તઃ-જે વસ્તુનો જે માલિક હોય તે વસ્તુનો સ્વામી કહેવાય છે. વસ્તુના માલિકની રજા વિના જ વસ્તુ લે તો સ્વામી અદત્ત નામનો દોષ લાગે છે.એટલે સામાન્ય તણખલા જેવી વસ્તુ પણ ગ્રહણ કરતા પહેલાં તેના માલિકની રજા લેવી જોઈએ.
૨. જીવઅદત્તઃ-માલિકે રજા આપી હોય તો પણ જો તે વસ્તુ સચિત્ત અર્થાત જીવયુકત હોય તો ગ્રહણ કરી ન શકાય.તે વસ્તુનો માલિક તેમાં રહેલ જીવ છે. અને વસ્તુએ તે જીવની કાયા છે. કોઈપણ જીવને કાયાની પીડા ગમતી નથી.સચિત્ત વસ્તુ ગ્રહણ કરવાથી તે જીવને પીડા,તે જીવની કાયાનો વિનાશ આદિ થાય છે. આપણને કંઈ તે સચિત્ત વસ્તુમાં રહેલા જીવે આવો અધિકાર આપેલ નથી. માટે માલિકની રજા હોવા છતાં તે જીવની પરવાનગી ન હોવાથી સચિત્ત વસ્તુના ગ્રહણમાં અદત્ત દોષ લાગે છે.
મહાવ્રતીઓને તો તેના ગ્રહણનો સર્વથા ત્યાગ જ હોય છે પણ વ્રતી જીવ માત્રને પણ તે દોષરૂપ ગણવું જોઈએ.[જોકે ગૃહસ્થોને માટે તે અશકય છે. માટે જ મહાવ્રતીનો ઉલ્લેખ અહીં કરાય છે.]
૩.તીર્થકર અદત્ત-હવે માનો કે માલિકની પરવાનગી છે અને વસ્તુ અચિત્ત પણ છે તેથી પૂર્વોકત બેઅદત્ત તેને લાગતા નથી. પરંતુ તે વસ્તુના ગ્રહણ માટે તીર્થંકર પરમાત્માની આજ્ઞા છે કે નહીં તે વાત પણ વિચારવી એટલી જ આવશ્યક છે.
જો તીર્થંકર પરમાત્મા અર્થાત્ શાસ્ત્રની આજ્ઞા ન હોય અને જો વસ્તુને ગ્રહણ કરવામાં આવે તો તેને તીર્થકર અદત્તનો દોષ લાગે છે.
જેમકે સાધુના જ નિમિત્તે તૈયાર થયેલ આહાર પાણી હોય, કોઈ અપવાદ માર્ગના સેવનની આવશ્યકતા ન હોય તેવી સ્થિતિ પણ હોય અર્થાસ્વાભાવિક પરિસ્થિતિ હોય ત્યારે
(૧)દાતાએ પોતાની ઇચ્છાથીઆહાર આપેલ છે માટે સ્વામીઅદત્તનો દોષતોલાગતો નથી. (૨)તે વસ્તુ અચિત્ત હોવાથી જીવ અદત્તનો દોષ પણ તેમાં અસ્તિત્વ ધરાવતો નથી.
(૩)પરંતુ આ આહાર સાધુના જનિમિત્તે તૈયાર થયો હોવાથી નિષ્કારણ પણે સાધુએ લેવો તે તીર્થકર અદત્ત કહેવાય.
૪-ગુરુઅદત્તઃ-ત્રણ અદત્તથી આગળ હવે વિચારણા કરીએતો-માનો કે સ્વામી અદત્તજીવ અદત્ત કે તીર્થકર અદત્ત-એ ત્રણમાંના એક પણ અદત્ત નથી અર્થાત્ માલિકે અનુજ્ઞા આપેલી છે,વસ્તુ અચિત્ત પણ છે અને શાસ્ત્રમાં નિષેધ પણ નથી. છતાં જો ગ્રહણ કરે તો તેને ગુરુ અદત્ત લાગે છે.
જેમકે-ગુરુની અનુજ્ઞા વિના નિર્દોષ આહાર-પાણીનું ગ્રહણ કરે -હંમેશા ગુરુની અનુજ્ઞાપૂર્વક જ નિર્દોષ આહાર-પાણી આદિનું ગ્રહણ કરવું જોઈએ-ન કરે તો ગુરુ અદત્ત થાય.
(૧)દાતાએ ભકિતથી આપેલ છે. માટે સ્વામી અદત્ત નથી. (૨)વસ્તુ અચિત્ત વહોરાયેલ છે માટે જીવ અદત્ત નથી. (૩)આહાર-પાણી નિર્દોષ છે માટે તીર્થકર અદત્ત પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org