________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૯
(૧)સદ્ભુત પ્રતિષેધ:# વસ્તુના સ્વરૂપનો અપલાપ કરવો તેને સદ્ભાવ પ્રતિષેધ કહે છે
(૪)ભૂત નિવઃ- ભૂત એટલે બનેલ નિદ્ભવ એટલે છૂપાવવું - બની ગયેલ વસ્તુ સ્થિતિ નો અપલાપ કરવો તે કે સદ્ભુત પદાર્થોનો નિષેધ કરવો તે ભૂત નિહનવ રૂપ અસત્ય છે જેમ કે આત્મા કોઈ સ્વતંત્ર પદાર્થ નથી અથવા પરલોક જેવું કંઈ નથી વગેરે ભૂત નિહનવ કહેવાય છે, કેમ કે આત્મા અને પરલોક એ વાસ્તવિક સિધ્ધપદાર્થ છે, યુકિત યુકત, છે, અનુભવગમ્ય છે તેથી તેનો નિષેધ કરવો એ સદ્ભુત પદાર્થના અપલાપ રૂપ મિથ્યા વચન છે
()અભૂતભાવનઃ- અભૂત એટલે નહીં બનેલું. - ઉદ્ભાવન એટલે ઉત્પન્ન કરવું.
અસલ્કત પદાર્થના નિરૂપણને અભુતોદ્ભાવન કહે છે જેમ કે - શ્યામ િતડુત્રોગ્યમાત્મ-આ આત્મા ચોખા જેટલો નાનો છે અથવા અંગુઠાના પર્વ જેવડો આત્મા છે તેમ કહેવું અથવા આત્માને અમુક વર્ણનો દેખાડવો, આત્માને નિષ્ક્રીય કહેવો વગેરે બધાં વચનો અપૂતોમવન નામક અસત્ય વચન છે કેમ કે આ વચનો દ્વારા આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ નથી તેનો ઉલ્લેખ કરાયો છે
(૨)અર્થાન્તર:- એટલે ફેરફાર यो गां ब्रवीत्यखं - अखंच गौरिति ।
# અર્થાન્તર એટલે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપ થી ભિન્ન સ્વરૂપે-ફેરફાર કરીનેકહેવી તે અર્થાન્તર અસત્ય
જેમ કે ગાયને ઘોડો કહેવો અને ઘોડોને ગાય કહેવીતે અથવા કોઇને રૂ.૫૦૦આપેલા હોય તો પણ મે ૧,૫૦૦ આપેલા છે તેવું કથન કરવું અથવા નકલી વસ્તુને અસલી વસ્તુ કહેવી અને અસલી વસ્તુને નકલી વસ્તુ કહેવી તે
આ રીતે ફેરફાર સાથે કહેવું તેને અર્થાન્તર અસત્ય કહે છે (૩)નિન્દા. નિન્ય વચન આદિ प गर्दा इति हिंसापारुष्यपैशुन्यादि युकतं वचः सत्यमपि गर्हितमनृतमेव भवति ।
સત્ય બોલવા છતાં હિંસા કઠોરતા વગેરેથી યુકત વચન બોલવું.
$ જેટલા પણ નિન્ધવચન છે તે સર્વેને અસત્ય વચન સમજવા. જેમ કે-મરીજા, આને મારી નાખવો છે, નાલાયક છે, આવા-આવા વચનો અથવા કોઇને આંખ ન હોય ને બાડો કહેવો, પગન હોયને “એય લંગડા” એમ કહેવું. આ બધાં વચન સત્ય હોવા છતાં કે અસત્ય ન હોવા છતાં નિન્દ વચનો હોવાથી તે અસત્ય જ ગણાય છે
આ ઉપરાંત મર્મભેદી અપશબ્દ બોલવા, કઠોર વચનો કહેવા, ગાળ દેવી, રૂક્ષ શબ્દો કહેવા, ચાડી-ચુગલીકરવી, નિંદા કરવી વગેરે સર્વેગહિત વચન હોવાથી સત્ય છતાં અસત્ય જ કહેવાય છે
* વિશેષ:- જે વચન હિંસાનું કારણ બને તે સત્ય હોય તો પણ અસત્ય પાંચ વ્રતોમાં મુખ્ય વ્રત અહિંસા છે બીજા તેના રક્ષણ માટે છે એટલે અહિંસાદિ વ્રતોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org