________________
૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * प्रमोदभावना પ્રમોદ-પ્રમોદ એટલે માનસિક હર્ષ,આનંદ
ગુણાધિક- ગુણથી અધિક એટલે આચાર્ય,ઉપાધ્યાય, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા વગેરે ગુણી અર્થાત્ અધિક ગુણવાળા સમજવા. એટલે કે જેમનામાં સામાન્યથી કંઈક વિશેષ ગુણ છે તેવા અને સ્વની અપેક્ષાએ કહીએતો પોતાનાથી ચડીયાત ગુણવાળા તે ગુણાધિક
ગુણાધિકેષુપ્રમોદ:-માણસને ઘણીવાર પોતાનાથી ચઢિયાતાને જોઈને અદેખાઈ આવે છે, જયાં સુધી આ વૃત્તિનો નાશ ન થાય ત્યાં સુધી અહિંસાદિટકી ન શકે તેથી અદેખાઈ વિરુધ્ધ પ્રમોદ ગુણની ભાવના કેળવવાનું કહેવામાં આવેલ છે.
પ્રમોદ એટલે પોતાનાથી વધુ ગુણવાન અથવા કોઈપણ ગુણવાન જીવ પ્રત્યે આદર કેળવવો અને તેની ચડતી જોઈને ખુશ થવું તે
# સમ્યક્ત,જ્ઞાન,ચારિત્ર,તપ, વૈયાવચ્ચ, આદિથી અધિક મહાન ગુણવાનું આત્માઓને વંદન, સ્તુતિ,ગુણપ્રશંસા, વૈયાવચ્ચ આદિ કરવાથી પ્રમોદ અર્થાત માનસિક હર્ષની અભિવ્યકિત થાય છે
પ્રમોદ ભાવનાથી યુક્ત જીવ જ્ઞાનાદિ ગુણોથી અધિક-ઉત્તમ ગુણીઓને જોઈને આનંદ પામે છે અને પોતાના આનંદને શક્તિ-સંયોગો પ્રમાણે યથાયોગ્ય વંદનાદિ કરીને વ્યક્ત કરે છે
તેને અન્યના ગુણોના દર્શન કે શ્રવણથી ઈર્ષ્યા અસૂયા કે માત્સર્ય રૂપ અગ્ની સળગી ઉઠતો નથી, પરિણામે ઈર્ષ્યાદિ જન્ય હિંસા-જુઠ વગેરે પાપોનું સેવન થતું અટકી જાય છે તદુપરાંત પ્રમોદ ભાવના ભાવવાથી પોતાનામાં પણ તેવા તેવા ગુણો પ્રગટી શકે છે
ભાવનાઃ- આવી પ્રમોદ ભાવનાથી ભાવિત ર્દય વાળો વતી હિંસા-જૂઠ આદિ પાપોથી અટકી શકે છે કેમ કે જગતના તમામ ગુણી જનો અને પોતાનાથી અધિક ગુણવાન આત્માને જોઈને તેનેષ-ઈર્ષ-અસૂયાદિ ઉત્પન્ન થતા નથીપરિણામે તેના સ્ટયમાં કોઈ કલેશ-કષાયમાયા જન્મતા નથી તેનું દય સદા ગુણવાનો ની ભકિત આદિથી હર્ષિત રહે છે તે સ્વયં ગુણવાનું બને છે એવું વિચારી વતીઓએ વિશેષે વિશેષ પ્રમોદ ભાવના ભાવવી
* कारुण्य भावना –કારુણ્યઃ- કરુણા અર્થાત દયા કે અનુકમ્પા, તેનો ભાવ તે કારુણ્ય -કિલશ્યમાન -સંતાપને અનુભવતા, દુઃખ થી પીડાતા -કિલશ્યમાનેષ કારુણ્ય
# કોઈને પીડાતા જોઈને જો અનુકંપાન ઉભરાય તો અહિંસા આદિવતોટકી જ ન શકે તેથી કરુણા વૃત્તિ કે કરુણાભાવના આવશ્યક છે. આ ભાવનાનો વિષયમાત્રલેશપામતાં દુઃખી પ્રાણીઓ છે કારણ કે અનુરાહ અને મદદની અપેક્ષા ફક્ત દુઃખી-દીન અનાથને જ રહે છે
જ કરુણા, દયા,અનુકંપા,દીનાનુગ્રહ વગેરે પર્યાયવાચી શબ્દો છે. અહીં દીન એટલે શરીર થી મનથી દુઃખી એવા બધા જીવો લેવાના છે અને તેના પરત્વે કરુણા કે દયા માં દવ્યાનુકંપા અને ભાવ અનુકંપા બંનેનો સમાવેશ થાય છે
દુ:ખીને જોઈને તેના પ્રત્યે દયાના ભાવથવાતે કરુણાવૃત્તિ કે કરુણા ભાવના. આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org