________________
૩૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ
-ગમત તેને આ ધાતુને મૌવિજ નો પ્રત્ પ્રત્યય લાગીને વ્યાકરણના નિયમાનુસાર મિત્ર શબ્દ બનેલો છે
-મિતિ તિ મિત્રં, તિર્યંતિ તિ અર્થ: 4 सर्व सत्त्वविषयस्नेहपरिणाम: मैत्री + परेषां दुःख अनुत्पत्ति-मैत्री $ મૈત્રી એટલે જગતના સર્વ જીવો ઉપરનો હાર્દિક સ્નેહ –સવ સિત્તેજગતના જીવ માત્ર પિરત્વે 4 अनादिकर्मबन्धनवशात् सीदन्ति इति सत्वा: -સત્વેષુ મૈત્રીઃ
# મૈત્રીનો વિષય પ્રાણીમાત્ર છે. મૈત્રી એટલે પરમાં પોતાપણાની બુધ્ધિ અને તેથી જ પોતાની પેઠે બીજાને દુઃખી ન કરવાની વૃત્તિ અથવા ઇચ્છા
# કોઈપણ જાતના સ્વાર્થ વિના, કોઈપણ જાતના ઉપકારની આશા વિના, જગતના જીવો પર સ્વાભાવિક પ્રીતી રાખવી એ મૈત્રી
સાધક આત્માએ નાના મોટા, ઉચ્ચ નીચ, સ્વ-પર, ગરીબ કે તવંગર આદિ કોઈપણ જાતના ભેદભાવ રહિત પણેજગતના જીવમાત્ર ઉપર પ્રેમભાવ રાખવો જોઈએ
પોતાના ઉપર અપકાર કરનાર કે દુઃખ દેનાર જીવ પરત્વે પણ મૈત્રી ભાવ રાખવો. આ માટે તેણે સકલ પ્રાણી પરત્વે આત્મવત દ્રષ્ટિ કેળવવી જોઇએ તોજ સકલ જીવો પ્રત્યે મૈત્રી ભાવના આવે
–સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કેक्षमेऽहंसर्वसत्वानाम् क्षमयेऽहं सर्वसत्त्वान् मैत्री मे सर्वसत्त्वेषु वैरं मम न केनचित्
-હું સર્વજીવોની ક્ષમાભાવું છું- ક્ષમા માંગુ છું. સમ્યમન-વચન-કાયા સહ હું જગતના સર્વજીવોની, તેમાં પણ જેણે મારા તરફ અપકાર કરેલ છે તેવા ઓની પણ પ્રશસ્ત ચિત્તથી ક્ષમાં ગ્રહણ કરું છું. તેઓ ક્ષમા કરે અથવા ન કરે તો પણ જગતના સર્વ જીવો પરત્વે મૈત્રી છે.કોઈની પણ સાથે વૈર નથી
આ અવિચ્છિન્ન કોપ યુકત વૈર. કર્મની પરંપરા સર્જે છે માટે કોઈ સાથે વૈરનું બંધન રાખવું તે વૈર, પાપની શાખા રૂપ કે માત્સર્યના વૃક્ષ રૂપ છે. પુનઃપુનઃ અવિચ્છિન્ન વૈરના બીજાંકુર રૂપ છે માટે મૈત્રી ભાવના થકી નિર્વેરતાનું ચિંતવન કરવું
આગળ વધીને કહીએ તો કોઈપણ પ્રાણી પાપન કરો, કોઈપણ દુઃખી ન થાઓ, આખુ જગત મુકત થાઓ આવી બુધ્ધિ તે મૈત્રી કહેવાય છે.
ભાવનાઃ- આ મૈત્રી ભાવ થકી ભાવિત ર્દયવાળો વતી-હિંસા આદિપાપો થકી અટકી શકે છે, કેમ કે તેને જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી છે આવા મૈત્રી ભાવવાળા જીવને મિત્રનો વધ કરવાની, ખોટું બોલીને તેને ઠગવાની,તેનું કંઈ ચોરી લેવાની આદિ શુદ્ર ભાવના હોતી જ નથી તેના દયમાં જગતના તમામ જીવોના હિતની જ ભાવના હોય છે
આથી અહિંસા આદિના પાલન માટે મૈત્રી વૃત્તિ કે મૈત્રીભાવ અનિવાર્ય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org