________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એમ ખ્યાલમાં ન રહેવું અથવા આ વસ્તુ સચિત્ત છે એમ ખ્યાલ માં ન રહેવાથી સચિત્ત આહાર વાપરે તો અતિચાર લાગે અને જાણીજોઈને વાપરે તો વ્રતભંગ કહેવાય
# જેદ્રવ્ય જીવથી યુકત હોય તે સચેતનકે સચિત્ત કહેવાય છે નવગુત્ત બં સયા આવા સચિત્ત દ્રવ્યોને ધારેલ પરિમાણ કરતા અધિક સંખ્યામાં ઉપયોગ કરે અથવા સર્વથા ત્યાગ હોય અને ઉપયોગ કરે તેને સચિત્તાહાર નામે અતિચાર કહ્યો છે.
[૨]સચિત્ત સંબંધ્ધ આહાર:# સચિત્ત આહાર સાથે સ્પર્શેલી ચીજનો ખોરાક તરીકે ઉપયોગ કરવો તે
$ ઠળિયાં,ગોટલી આદિ સચેતન પદાર્થથી યુકત એવાં બોર, કેરી વગેરે પાકાં ફળોનો આહાર કરવો તે સચિત્ત સંબધ્ધ આહાર નામનો છઠ્ઠા શીલવ્રત ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનો બીજો અતિચાર છે
# ઠળિયા ગોટલી આદિ યુક્ત આહારમાં તે વતી ઠળીયા-ગોટલી આદિ છોડી દે છે અર્થાત ખાઈ જતાં નથી પરંતુતે-તે ફળનો સચિત્તએવા બાકીના સારભૂત પદાર્થ ને જ ગ્રહણ કરે છે આ દ્રષ્ટિએ વ્રત ભંગ થતો નથી છતાંવ્રતની પાછળ રહેલુંજીવ રક્ષાનું ધ્યેય સચવાતું ન હોવાથી ત્યાં પરમાર્થથી તો વ્રતભંગજ કહેવાય આ રીતે અહીં આંશિક વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી તેને અતિચાર કહેવામાં આવે છે.
& સચિત્ત સંબધ્ધ એટલે સચિત્ત સાથે જોડાયેલ જે વસ્તુ સામાન્ય રીતે નિર્જીવ થયેલી હોય પણ તેમાંનો કોઈ ભાગ સચિત્ત સાથે જોડાયેલો હોય તે સચિત્ત પ્રતિબધ્ધ કહેવાય છે. જેમ કે વૃક્ષનો ગુંદર, બીજ સાથે પાકેલું ફળ વગેરે આવી સચિત્તના સંબધ્ધવાળી વસ્તુઓ મૂખમાં મૂકીદે તો તેને સચિત્ત સંબધ્ધ આહાર નામનો અતિચાર કહે છે.
[૩]સચિત્ત સંમિશ્ર આહાર૪ સચિત્ત પદાર્થ સાથે મિશ્ર-ભેળસેળ થયેલી ચીજોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો
તલ ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનું ભોજન તે સચિત્ત સંમિશ્ર આહાર, જે છઠ્ઠા શીલવત ઉપભોગ પરિભોગ વ્રતનો ત્રીજો અતિચાર કહ્યો છે
૪ થોડો ભાગ સચિત્ત હોય અને થોડો અચિત્ત હોય તેવી મીશ્ર વસ્તુનો આહાર કરવો તે
નોંધઃ-વંદિતસૂત્ર આદિમાં આ અતિચાર જોવા મળેલ નથી પરંતુ યોગ શાસ્ત્ર તથા ધર્મબિંદુમાં આ અતિચાર નોંધેલ છે
૪િ]અભિષવ આહારઃ$ વાસી,જંતુ યુકત,હિંસાપ્રેરક ખોરક-ચીજોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો
# કોઈપણ જાતનું એકમાદક દ્રવ્યસેવવું કે વિવિધ દ્રવ્યોના મિશ્રણથી પેદા થયેલદારુ આદિ રસનું સેવન કરવું તે અભિષવઆહાર જેને છઠ્ઠા શીલવતનો ચોથો અતિચાર કહ્યો છે
$ મદ્ય આદિ માદક આહાર કરવો [સિધ્ધસેનીય ટીકામાં] કીડી, કુંથા વગેરે સૂક્ષ્મ જીવોથી યુકત આહાર ને પણ અભિષવ આહાર જ કહ્યો છે.
૪ નોંધ - આ અતિચાર પણ યોગશાસ્ત્ર તથા ધર્મબિંદુમાં છે જયારે વંદિતસૂત્ર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org