________________
૧૨૯
અધ્યાય: ૭ સૂત્રઃ ૨૮
વાયોગ દુષ્મણિધાન જન્ય ૧૦ દોષોઃ(૧)કુવચનદોષ - કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું તે. (૨)સહસાકાર દોષા-વગર વિચાર્યે એકાએક વચન કહેવું તે. (૩)સ્વછંદ દોષઃ-શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈપણ વચન બોલવું તે.
(૪)સંક્ષેપ દોષા-સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ સૂત્ર સિધ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા. | (૫)કલહ દોષ - સામાયિક દરમિયાન કોઈ સાથે કલહકારી વચન બોલવું
(૬)વિકથાદોષઃ-સામાયિક દરમિયાન સ્ત્રીના રૂપલાવણ્ય સંબંધિ,ખાનપાનનાસ્વાદ સંબંધિ,લોકાચાર સંબંધિ,કોઈની શોભા કે સૌદર્ય સંબંધિ આદિ અથવા જેને સ્ત્રી કથા,ભકત કથા,દેશ કથા, રાજકથા કહેવાય છે. તે ચાર વિકથાદોષ છે.
(૭)હાસ્યદોષ - સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું.
(૮)અશુધ્ધદોષ - સામાયિકના સૂત્ર પાઠમાં કાનો માત્ર કે મીંડું જૂનાધિક બોલવા અથવા હૃસ્વનો દીર્ઘ અને દીર્ધનો હ્રસ્વ ઉચ્ચાર કરવો સંયુકતાક્ષર તોડીને બોલવા અને છૂટા અક્ષરોને સંયુકત બોલવા તે અશુધ્ધ દોષ છે.
(૯)નિરપેક્ષદોષઃ-અપેક્ષારહીત વચન બોલવું એટલે કેનિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો તે નિરપેક્ષ દોષ છે.
(૧૦)મુણમુણદોષઃ-સામાયિકના સમય દરમિયાન ગણ-ગણ કર્યા કરવું અથવા સૂત્રપાઠમાં ગોટાળા વાળવા તે મુણમુણ દોષ છે.
[૩] મનોદુષ્મણિધાનઃ૪ મનોયોગને બરાબર સંયમમાં ન રાખતા તેનો છૂટથી ઉપયોગ કેદૂરપયોગ થવા દેવોતે. ૪ ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનોવ્યાપાર કરવો તે ૪ નિરર્થક કે પાપના વિચારો કરવા.
૪ સામાયિક કરીને ઘરની ચિંતા કરવી,સંકલ્પ-વિકલ્પો કરવા તે ચોથાશીલવ્રતઅર્થાત નવમા સામાયિક વ્રતનો “મનોદુષ્પરિધાન' નામે ત્રીજો અતિચાર છે.
મનોદુપ્રણિધાન જન્ય દોષોઃ(૧)અવિવેકદોષ -સામાયિકના સમય દરમિયાન આત્મહિત સિવાય અન્યવિચારો કરવાતે. (૨)યશકીર્તિ દોષઃ-લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે. (૩)લાભ-વાંછા દોષઃ-સામાયિક દ્વારા કોઈપણ જાતના ધન-લાભની ઈચ્છા રાખવીતે.
(૪)ગર્વ દોષ -અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું એવો વિચાર કરવો તે.
(પ)ભયદોષઃ-હુંસામાયિકનહીં કરું તો અન્ય લોકો શું કહેશે? એવા ભયથીસામાયિક કરવું તે.
()નિદાન દોષઃ-સામાયિક કરીને તેના ફલ તરીકે ધન,સ્ત્રી, પુત્ર, પરિવાર કે ઋધ્ધિ આદિની ઇચ્છા કરવી તે.
(૭) સંશય દોષઃ-સામાયિકનું ફળ મળશે કે નહીં તેવો સંશય રાખવો તે. અ. ૭/૯
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only