________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [] [7] અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિ અહીં ત્રણ વાકયો થકી પાંચ દોષોને જણાવે છે. ત્યાં અતિચાર શબ્દ ની અનુવૃત્તિ કરી લેવી.તેમજ વ્રત શૌòપુ-સૂત્રપાઠ મુજબ આ ચોથાશીલવ્રત અર્થાત્ સામાયિક વ્રતના અતિચારો છે તે સ્પષ્ટ સમજી શકાય તેવું છે.
૧૨૮
અહીં યો। શબ્દ છે તેનો અર્થ આ પૂર્વે ઞ.૬-મૂ-† માં જણાવ્યા મુજબ જયવાડ્મન: ર્મ યોગ: અર્થાત કાયા-વચન કે મનનું કર્મને યોગ કહેલો છે.
ટુળિયાને શબ્દ નો અર્થ દુરુપયોગ અથવા દૂષિતરૂપથી પ્રવર્તાવવા એવો થયો છે. અર્થાત્ ત્રણે યોગનો દુષ્ટપ્રયોગ કે યથાયોગ્ય પ્રયોગનો અભાવ તે જ દુષ્પ્રણિધાન. [૧] કાય- દુષ્પ્રણિધાનઃ- કાયારૂપ ઉપયોગને સંયમમાં ન રાખતા તેનો છૂટથી ઉપયોગ કે દુરપયોગ થવા દેવો તે.
ૐ સાવદ્ય કે પાપની પ્રવૃત્તિ કરવી.
હાથ પગ વગેરેનું નકામું અને ખોટી રીતે સંચાલન કરવું તે કાય દુપ્રણિધાન. સામાયિક લેતી વખતે ભૂમિ પ્રમાજર્યાવિના બેસવું અથવા સામાયિક લીધા પછી હાથ-પગ લાંબા-ટૂંકા કર્યા કરવા કે કુતુહલવશાત્ ઉભા થવું,હાથ-પગ વગેરેની નિશાનીઓ ક૨વી. આદિને કાયદુપ્રણિધાન નામનો-ચોથાશીલવ્રતનો પ્રથમ અતિચાર કહયો છે. કાય-યોગના દુષ્પ્રણિધાન જન્ય ૧૨ દોષોઃ
(૧)અયોગ્ય આસનઃ- સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવીને બેસવું. (૨)અસ્થિર આસનઃ- ડગમગ આસને બેસવું.
(૩)ચલ દ્રષ્ટિદોષઃ- સામાયિકમાં બેઠાબેઠા ચારે તરફ નજર ફેરવ્યા કરવી. (૪)સાવધ ક્રિયાઃ-સામાયિકમાં હોવા છતાં ઘરકામ કે વેપાર-વણજની વાતોની સંજ્ઞાથી ઇશારો કરવો તે.
(૫)આલંબનદોષઃ-સામાયિક વખતે કોઇ ભીંત કે થાંભલાનું આલંબન લઇને બેસવું તે. (૬)આળસદોષઃ-સામાયિકમાં આળસ મરડવી તે આળસદોષ. (૭)મોટનદોષઃ-સામાયિકદરમિયાનાથ-પગની આંગળીનાટચાકાફોડવાશરીરમરડવુંતે. (૮)મળદોષ:-સામાયિક દરમિયાન શરીરનો મળ ઉતારવો તે.
(૧૦)નિદ્રાદોષઃ- સામાયિકમાં ઉંઘવું તે.
(૧૧)વસ્ત્ર સંકોચનદોષઃ- સામાયિકમાં ટાઢ વગેરેને કારણે વસ્ત્ર સંકોચવા (૧૨)આકુંચન પ્રસારણ દોષઃ- સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા ટૂંકા કરવા તે. शरीरावयवाः पाणिपादादयस्तेषामनिभृततावस्थापनं काय दुष्प्रणिधानम् । [૨] વચન-દુણિધાનઃ
વચન યોગને બરાબર સંયમમાં ન રાખતા છૂટથી ઉપયોગ કે દુરુપયોગ થવા દેવો તે. શબ્દસંસ્કાર વિનાની અને અર્થવિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી તે વચનદુષ્પ્રણિધાન નામક ચોથાશીલવ્રતનો અતિચાર છે.
× સામાયિક લઇને કર્કશ અથવા તેવા પ્રકારના દોષવાળા સાવધ વચનો બોલવા. નિરર્થક કે પાપના વચનો બોલવા તે વચન-દુપ્રણિધાન. वर्णसंस्काराभावार्थनवगमचापल्यानिवाकक्रिया वागदष्प्रणिधानम
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org