________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૬
परकीयश्रवणविवरमनुपतति शब्दः [૪]રૂપાનુપાતઃ
પોતાનું રૂપ દેખાડીને બોલાવવો
કોઇપણ જાતનો શબ્દ કર્યા વિના માત્ર આકૃતિ બતાવી બીજા ને પોતાની નજીક આવવા સાવધાન કરવો તે રૂપાનુપાત.
૪ વ્રત મર્યાદામાં નિર્ધારેલ દેશથી અધિક દેશમાં રહેલ વ્યકિત ને બોલાવવા ધારેલ દેશમાં ઉભા રહીને પોતાનું શરીર,શરીરના અંગો, આકૃતિ કે તેવા પ્રકારની કાયિક ચેષ્ટા બતાવવી તે રૂપાનુપાત નામે દેશવિરતિ વ્રતનો ચોથો અતિચાર જાણવો.
પોતે જે સ્થાનમાં બેઠો છે ત્યાંથી ઉંચો-નીચો થઇને કે મકાનાદિની જાળીએ-બારીએ આવીને પોતાની હાજરી દર્શાવનારી ચેષ્ટા કરે તે રૂપાનુપાત.
★ शब्दमनुच्चारयन्नुत्पन्नप्रयोजनः स्वशरीररूपं परेषां दर्शयति तद्दर्शनाच्च तत्समीपमागच्छन्ति ते द्दष्टारः इति रूपानपात:
[૫]પુદ્ગલક્ષેપઃ
માટી,પત્થર વગેરે પુદ્ગલ ફેકવા દ્વારા સંકેત કરવો.
તે અગારી વ્રતીએ જે પ્રમાણે ધારેલ હોય તે મર્યાદા થી અધિક દૂર,દેશમાં રહેલી વ્યકિતનું કામ પડતાં તેને બોલાવ વાધારેલ દેશની નજીક જઇને કાંકરો ફેંકીને જણાવે અથવા કોઇપણ રીતે પુદ્ગલ પ્રક્ષેપ દ્વારા પોતાના અસ્તિત્વને જણાવે
પુદ્ગલ એટલે કાંકરો,ઢેફું,પત્થર,લાકડું વગેરે નિર્જીવ પદાર્થો તેનો ક્ષેપ અર્થાત્ ફેંકવું તે પુદ્ગલ ક્ષેપ, એ દેશવિરતિ નામક બીજા શીલવ્રતનો પાંચમો અતિચાર છે.
૧૨૩
★ पुद्गलाः परमाण्वादयः । तत्संयोगाद् द्वयणुकादयः स्कन्धाः सूक्ष्मस्थलभेदाः । तत्र ये बादराकार परिणता लोष्टेष्टकाष्ठशकलादयः तेषां क्षेपः प्रेरणम् । कार्यार्थी हि विशिष्टदेशाभिग्रहे सति परतो गमनाभावात् लोष्टादीन् परेषां प्रतिबोधनाय क्षिपति ।
આ રીતે બીજા શીલવ્રતના જે પાંચ અતિચારો જણાવાયા છે તેમાં પોતે પોતાના શરીર થી નિયમિત દેશથી બહાર જતો નથી, એટલે એ દૃષ્ટિએ વ્રત ભંગ નથી પણ બીજા દ્વારા વસ્તુ મંગાવવી,બીજાને મોકલવો, શબ્દાનુપાત,રૂપાનુપાત,પુદ્ગલક્ષેપ આદિથી બોલાવવાવગેરેમાં નિયમનું ધ્યેય સચવાતું નથી નિયત મર્યાદા વાળા દેશથી બહાર હિંસાદિ અટકાવવા માટે દિશાનું નિયમન કર્યુ છે, હવે પોતે ન જવા છતાં ઉકત પાંચમાંના કોઇપણ દોષના આસેવનથી હિંસાદિનો સંભવ તો છે જ આ રીતે પરમાર્થ થી વ્રત ભંગ હોવા છતાં વાસ્તવમાં બીજી અપેક્ષાએ તે વ્રતભંગ ન હોવાથી તેને અતિચાર કહ્યા છે
] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભઃ-શાવાસિય...પગ્ન અડ્યા....આવ પયોો પેસવળપયોને सद्दाणुवए बहियापोग्गलापक्खवो + उपा. अ.१, सू. ७:१० તત્વાર્થ સંદર્ભ:-[વિ[] ટેશ...વિરતિ...વ્રતસંપન્ન ૭:૨૬ અન્યગ્રન્થ સંદર્ભઃ
(૧)વંદિતુ સૂત્ર-ગાથાઃ ૨૮ પ્રબોધટીકા- ૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ
(૪)ધર્મરત્ન પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org