________________
૧૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ અગારી વતીએ જેટલા પ્રદેશનો નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂરિયાત પડે ત્યારે પોતે ન જતાં સંદેશા આદિથકી બીજા પાસે વસ્તુ મંગાવવી તે આનયન પ્રયોગ.
# વતની મર્યાદા બાંધતી વખતે ધારેલ પ્રમાણથી અધિકદેશમાં રહેલ વસ્તુને કાગળ,ચિઠ્ઠી ,તાર,ટેલીફોન આદિ દ્વારા અન્ય પાસેથી મંગાવવી, આ અતિચાર ને આનયન પ્રયોગ કહેવાય છે
$ આનયન એટલે લાવવું, પ્રયોગ એટલે ક્રિયા.
પોતે જે સ્થળમાં વ્રત લઈને બેઠો હોય તેની બહારની જગ્યામાંથી કોઈની મારફત કાંઈપણ મંગાવવું તે આનયન પ્રયોગ નામનો દેશ વિરતિ વ્રતનો પહેલો અતિચાર છે
विशिष्टावधिके भूप्रदेशाभिग्रहे परतो गमनासम्मवात् सतो यदन्योऽवधिकृतदेशाद् बहिर्तिनः सचित्तादिद्रव्यस्यानयनायप्रयुज्यते त्वया इदम् आनेयं सन्देशकपदानादिनाऽऽनयप्रयोगः ।
[૨]Dષ્ય પ્રયોગ:- નિયમિત ભૂમિ થકી બહાર ઇચ્છિત વસ્તુ મોકલવી.
t જેટલા પ્રદેશનો નિયમ કર્યો હોય તેની નિયત કરેલી જગ્યાની મર્યાદા બહાર કામ પડે ત્યારે જાતે ન જતાં નોકર આદિને હુકમ કરી બહાર મોકલીને કામ પતાવવું
$ ધારેલ પ્રમાણ થી અધિક દેશમાં કોઈ વસ્તુ મોકલવાની હોય યા અન્ય કોઈ કાર્ય કરવું હોય તો નોકર આદિને મોકલીને કરાવે
જ શ્રેષ્ય એટલે મોકલવું અને પ્રયોગ એટલે ક્રિયા
પોતેજે સ્થાનમાં વ્રતલઈને બેઠો હોય, ત્યાંથી કોઈપણ કારણે નોકર વગેરેને કામકાજ માટે બહાર મોકલવો તે શ્રેષ્ઠ પ્રયોગ. આ બીજા શીલવ્રત નો બીજો અતિચાર છે.
र यत्राभिगृहितप्रविचार देशव्यतिक्रमभयात् प्रेष्यं प्रहिणोतित्वयाऽवश्यमेव गत्वामम गवादि आनेयं इदं वा कर्तव्य तत्र इति प्रेष्यप्रयोगः
* આનયન પ્રયોગ અને પ્રેષ્ય પ્રયોગ વચ્ચેનો ભેદઃ
(૧)આનયન પ્રયોગમાં નિયત મર્યાદા બહારના દેશમાંથી વસ્તુને પોતાની પાસે મંગાવવાની હોય છે જયારે પ્રેષ્ઠ પ્રયોગ માં ધારેલ દેશથી અધિક દેશમાં સમાચાર કે વસ્તુ મોકલવાની હોય છે.
(૨)આનયન પ્રયોગમાં જેને સંદેશો મોકલેલ હોય તે વસ્તુ લઈને આવે છે. જયારે શ્રેષ્ઠ પ્રયોગમાં ખાસ નોકર આદિને મોકલવામાં આવે છે.
[૩]શબ્દાનુપાત -૪ શબ્દ કરીને કોઈને બોલાવવો
# સ્વીકારેલી મર્યાદા બહાર રહેલા કોઈને બોલાવી કામ કરાવવું હોય ત્યારે ખાંસી,ઠસકું આદિ શબ્દ દ્વારા તેને પાસે આવવા માટે સાવધાન કરવો તે શબ્દાનુપાત.
# નજીકમાં ખોંખારો,ઉધરસ વગેરે થકી, દૂર તાર, ટેલીફોન વગેરે થી શબ્દોનો અનુપાત કરવા વડે-ફેંકવા વડે વ્રતમાં નિયત કરેલ મર્યાદા બહારના દેશમાં રહેલ વ્યકિતને બોલાવવી તે દેશ વિરતિ વ્રતનો શબ્દાનુપાત નામે ત્રીજો અતિચાર કહ્યો છે.
જ પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય ત્યાંથી ખોંખારો ખાઈને કે ઉંચેથી અવાજ કરીને પોતાની હાજરી જણાવનારી ચેષ્ટા કરવી તે શબ્દાનુપાત છે.
4 शब्दमनुपतति इति शब्दानुपात: । अथवा शब्दस्यानुपतनम् - उच्चारणं ताद्दग येन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org