________________
અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૩
-અગાર અથવા ઘરની વ્યાખ્યા કરતા જણાવે કે જયાં ખાંડણી,ઘંટી,ચૂલો,પાણીયારું અને સાવરણી એ પાંચનો વપરાશ થતો હોય તે ઘર કહેવાય અને આ ઘરમાં રહે તે ગૃહસ્થ અર્થાત્ ‘‘અગારી’’ કહેવાય છે.
- अगार-गेहं खण्डणी पेषणी चुल्ल्युदकुम्भमार्जनी व्यापार योगाः अनिवृतानां वा कार्पोटकादीनां गृहस्थलिङ्ग भाजामाचारोऽगारशब्दवाच्यः तद् योगात् अगारिणाः -સમ્યગ્દર્શન પૂર્વક અણુવ્રત ને ધારણ કરેલા જીવ તે અગારી-વ્રતી છે અલ્પાંશે વ્રતધારી ગૃહસ્થ. તે અગારી-વ્રતી
-સ્થૂલ થી પ્રાણાતિ પાતાદિનો ત્યાગ કરનાર દેશવિરતિ ઘર એવો શ્રાવક તે અગારી વ્રતી છે -સંયતાસંયત,સંયમાસંયમી,દેશયતિ,વ્રતધારી શ્રાવક વગેરે સર્વેઅગારી વ્રતી ના પર્યાયો છે. અણગારી વ્રતીઃ- અગાર થી રહિત હોય તે અણગારી કહેવાય -અણગાર એટલે ઘર રહિત ગૃહસ્થાવાસ નો ત્યાગ કરીને સર્વ થી વ્રતનું પાલન કરતો વ્રતી તે અણગારી વ્રતી કહેવાય છે
८७
-હિંસા-અસત્ય-ચોરી-મૈથુન-પરિગ્રહ એ પાંચે પ્રકારના પાપ વ્યાપારથી સર્વથા નિવૃત્ત થઇને વ્રતને ધારણ કરી રહેલા તથા જ્ઞાનાચારાદિ પાંચે આચારમાં પ્રવૃત્ત એવા સાધુને અણગારી વ્રતી કહ્યા
—अगारस्यविपरिता (इति) अनगारा: प्राणातिपातादि-निवृति व्रत सम्पन्नेषु । -સમ્યગ્દર્શન પૂર્વક મહાવ્રત ધારણ કરેલા જીવોને અણગારી વ્રતી કહે છે -સર્વાંશે વ્રતધારી ત્યાગી આત્માઓ અણગારી વ્રતી કહેવાય છે -સર્વપ્રકારના પાપોનો ત્યાગ કરનાર પંચ મહાવ્રત ધારી સાધુઓ તે અણગારી વ્રતી છે. -ૠષિ,મુનિ,યતિ,સંયત,શ્રમણ,અણગાર,નિર્પ્રન્થ,વગેરે પર્યાય વાચી શબ્દો છે આવા અગારી કે અણગારી વ્રતી પ્રત્યે અનુકમ્પા -વાત્સલ્ય વિશેષ વિશેષ પ્રીતિ-ભકિત હોવી તેને વ્રતી-અનુકમ્પાકહે છે
વ્રતી-અનુકમ્પાઃ-વ્રતીની ભોજન પાન વસ્ત્ર,પાત્ર,સ્થાન,વસતિ,ઔષધ પુસ્તક પાનાઆદિ થી અનુકંપા કે ભકિત કરવી તે વ્રતી અનંકંપા છે
-આ તો દ્રવ્ય અનુકંપા થઇ તેવી જ રીતે ભાવ-અનુકંપા પણ હોવી જોઇએ. વ્રતનિયમમાં તે-તે વ્રતીઓને વિશેષે વિશેષે સ્થિર થવામાં સહાયક થવું તે ભાવ અનુકંપા આરીતે બધા પ્રાણી ઉપર અનુકમ્પા તે ભૂતાનુકમ્પા અને સર્વવ્રતી પર અનુકમ્પા તે ત્યાનુકમ્પા
* વાન:- દેવું. યથાયોગ્ય દાન આપવું
-દાન શબ્દને સૂત્રકાર મહર્ષિએ આગામી અધ્યાય સાતના સૂત્રઃ૩૩માં અનુપ્રહાર્ય સ્વસ્થતિસ વનમ્ એ રીતે ઓળખાવે છે અર્થાત્ અનુગ્રહને માટે પોતાની ચીજ નો ત્યાગ તે દાન
-સ્વ અને પરના અનુગ્રહને માટે પોતાની વસ્તુનું વિતરણ કરવું તેને દાન કહે છે. -બીજા તરફ ઉપકારની બુધ્ધિથી પોતાની વસ્તુનું અર્પણ તે દાન
-પોતાની વસ્તુનું બીજા માટે નમ્રપણે અર્પણ કરવું તે દાન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org