________________
૮૪
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા અનુષ્ઠાન આદિ કરવા જોઈએ
* અસાતા વેદનીય કર્માસવ ગ્રન્થાન્તર થી લોપ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોક ૨૫૭-માં જણાવ્યા મુજબ -
“ગુરૂની ભકિત કરે નહિ, કષાયભર્યા વિચારોમાં લીન રહેતથા કૃપણતા રાખે એવો પ્રાણી અસાતા વેદનીય કર્મબાંધે છે'' અર્થાત આ ત્રણ કારણે અસાતા વેદનીય કર્માસ્રવ થાય છે
કર્મગ્રંથ પહેલો ગાથા-૫૫ -गुरुभति खंतित करुणा वयजोग कसाय विजय दाणजुओ -द्दढ धम्माइं अज्जइ सायमसायं विवज्जयओ
અર્થાત ગુરુભકિત નહીંકરવાથી કોઈ ક્રોધ કષાય કે વૈર ભાવના ઉદયથી,દયાહિનતા, અવ્રત,અસંયમ,દાનરૂચિનોઅભાવ અને ધર્મમાં અસ્થિરતાવગેરેથીઅસાતા વેદનીયકર્માક્સવથાય છે.
* અસાતા વેદનીય નું સ્વરૂપ - તત્વાર્થ સૂત્રકારે અશાતા વેદનીય કર્મ-પ્રકૃત્તિની સમજ અધ્યાય ૮ ના સૂત્રઃ ૯માં આપી છે. તેથી તેની સ્વરૂપ સ્પષ્ટતા પણ ત્યાંજ કરી છે
સામાન્યથી કહીએ તો “જે કર્મના ઉદયથી આત્માને અનૂકૂળ વિષયોની અપ્રાપ્તિ અથવા પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થવાથી જે દુ:ખનો અનુભવ થાય છે તેને અસાતા વેદનીય કર્મ કહે છે.
અથવા પુષ્પની માળા વગેરેનો યોગ જેમ પ્રિયપણે વેદાય તે સાતા વેદનીય છે તેમ કંટક આદિના યોગની જેમ અપ્રિયપણે વેદાય તે અસાતા વેદનીય કર્મ છે.
* અસાતા વેદનીય કર્મનો ઉદયઃ- અહીં આગ્નવનું જ પ્રકરણ છે પણ ઉદયનું કોઈ સ્વતંત્ર પ્રકરણ ન હોવાથી અહીંજ ગતિ ને આશ્રીને અસાતા વેદનીય કર્મોદયની વિવક્ષા કરેલી છે
પ્રાયઃ કરીને દેવો તથા મનુષ્યોને સાતા વેદનીયનો ઉદય કહ્યો છે અને તિર્યંચ તથા નારકીના જીવોને અસાતા વેદનીય નો ઉદય રહે છે તેવું કર્મગ્રન્થકાર જણાવે છે
અહીં પ્રાયઃ શબ્દ એટલા માટે કહ્યો છે કે દેવોને પણ દેવ ગતિથી ચ્યવન સમયે, બીજા દેવની વિશેષ ઋધ્ધિ જોવાથી,તથા આવા કોઈ અન્ય પ્રસંગે દુઃખ શોક આદિ અસાતા વેદનીય થાય છે.
મનુષ્યને પણ ગર્ભવાસ,પ્રિયજન વિયોગ,ઠંડી-ગરમી પ્રતિકુળ સંયોગો,વગેરે સ્થિતિમાં સુખ-દુઃખના સમયે દુઃખથી અસાતા વેદનીય કર્માસ્રવ થાય જ છે
જયારે તિર્યંચ અને નારકીને ગતિ આશ્રિત પણે આ અસાતા વેદનીય કહ્યા છે. બાકી તેમને પણ કયારેક સાતા વેદનીયનો ઉદય સંભવી શકે છે જેમ કે પોપટ-કુતરા વગેરેનું આદર અને પ્રેમથી પાલન થાય, પશુઓને ખાવા-પીવાનું મળે ત્યારે થાય છે એજ રીતે નારકીઓને તીર્થંકર પરમાત્માના જન્મ વગેરે કલ્યાણકો માં સાતાનો અનુભવ થાય છે અહીંતો કર્મન્થ કારે ફક્ત ગતિને આશ્રીને ઉદય જણાવવા આ ગાથા રચી છે તેમ સમજવું.
[8] સંદર્ભ૪ આગમ સંદર્ભ-પરદુરdયા, પરસોયાયાધુ, પર નૂરજીયાણ, પરતપ્રાયા, परपिट्टणयाए, परपरियावणयाए बहूणं पावाणं जाव सत्ताणं दुक्खणयाए सोयणयाये जाव પયાવા.....બસાયાણિજ્જા — ઝિન્ત મા. શ.૭,૩.૬, ભૂ.ર૮૬-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org