SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ અધ્યાયઃ સૂત્રઃ ૧૨ ત્યારે તે માત્મા. કહેવાય છે. –જેમકે કોઈ ખાસ મિત્ર કે સ્નેહીજનનો સંબંધ તુટી જાય ત્યારે તે જીવ એકલો બેઠોબેઠો દુઃખી થયા કરે છે કે રડ્યા કરે છે તો તે આત્મસ્થ-દુઃખાદિ કહેવાય –અહીં માત્માન પદ દુઃખ શોક આદિ છે એ કારણો સાથે જોડવાનું છે. જેમકે દુઃ-માત્મ-નિ સદ્યસ્થ અર્થાત પોતાના આત્મામાં થયેલ દુઃખવડે અશાતા વેદનીય આસ્રવ થાય છે. પર-સ્થાનિ-સૂત્રમાં પર શબ્દ અલગ છે. અને સ્થાને શબ્દ પણ અલગ છે અહીં બંને શબ્દોને સાથે પ્રયોજવાથી જ ઈષ્ટ અર્થનું પ્રતિપાદન થઈ શકે તેમ છે. પરસ્થાન-એટલે પારકાના આત્મામાં અથવા બીજામાં –જયારે કોઈ સમર્થ કે શકિત સંપન્ન વ્યકિત ક્રોધાદિકના આવેશને કારણે બીજાના આત્મામાં દુઃખાદિ છ વગેરેમાંથી કોઈપણને ઉત્પન્ન કરે છે. ત્યારે પરસ્થ કહેવાય છે. –જેમ કે કોઈ ખાસ મિત્ર કે સ્નેહી સાથેનો સંબંધ તુટી જાય ત્યારે તે જીવ ક્રોધાદિને વશ થઈને આવો સંબંધ તોડનાર કે તોડવામાં નિમિત્ત બનનાર ત્રાહિત વ્યકિતમાં જે સંતાપ કે વધ આદિ કારણોને ઉત્પન્ન કરે તેને પર દુઃખાદિ કહેવાય. -અહીં પર પદ દુઃખ,શોક આદિ છ એ કારણો સાથે જોડવાનું છે જેમકે સંતાપ-પ-સ્થાન સર્વેદ્યસ્થ (કાશવ) બીજાના આત્મામાં સંતાપ ઉત્પન્ન કરવો તે અશાતાવેદનીય આસ્રવ છે-અથવા બંધનું કારણ છે. * ૩ણ-સ્થાન-ઉભયસ્થાનિ એટલે સ્વ અને પર બંનેમાં -જયારે ક્રોધાદિથી આવેશ પામેલો આત્મા પોતાનામાં તથા પરમાં દુઃખાદિને ઉત્પન્ન કરે છે. ત્યારે તે રૂમય કહેવાય છે. -જેમ કે કોઈ ખાસ મિત્ર કે સ્નેહી સાથેનો સંબંધ તુટી જાય ત્યારે જીવને પોતાને તો કલુષિતતાથી સંતાપ થાય જ છે. પણ જોતે સંબંધ તોડનાર કે તોડાવવામાં નિમિત્ત બનનાર કષાયયુકત વચનો કહેતો સામી વ્યકિતને પણ કલુષિતતાને લીધે મનમાં સંતાપ થાય છે તેને ઉભયસ્ય દુઃખાદિ કહેવાય છે. * અસત્ વેદ્ય-અસાતા વેદનીયના... અહી માર્ણવ શબ્દની અનુવૃતિ કરીને માજીવ શબ્દ જોડવાનો છે. તેથી મસ વદ્યસ્થ માણવા - (મો ) અર્થાત અશાતા વેદનીય નો આસ્રવ થાય છે. - એવું અર્થઘટન થશે. પણ વેદનીયએટલે ? મુખ્ય આઠ પ્રકારે કર્મબંધ કહેલો છે. જિવાતનું કથનસૂત્રકાર મહર્ષિ આગળ અધ્યાયઃ ૮ ના સૂત્ર ૫ માં કરેલ છે તેમાં ની એક મુખ્ય પ્રકૃતિ તે “વેદનીય કર્મ.” આવેદનીય કર્મના બે ભેદો સૂત્રકાર મહર્ષિએ સૂત્રઃ૮:૨ માં જણાવેલા છે. તેમાંનો એક ભેદ તે સર્વેદ્ય અર્થાત અશાતા વેદનીય [કમી. ૪ વિધાત-અહીં વૃદ્ધિ ગણની વિઃ ધાતને ગિન્ત કરીને વેદ શબ્દ બનાવેલો છે અનિષ્ટ ફળને ઉત્પન્ન કરતો એવો આ અપ્રશસ્ત શબ્દ હોવાથી સર્વેદ્ય કહેવાયો છે. અ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy