SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ ઈરાદાપૂર્વક કોઇ પ્રવૃત્તિ કરવી તે જ્ઞાતભાવ છે. જેમકે એક ક્યકિત હરણને હરણ સમજીને જ બાણ થી વધે છે અહીં હરણને બાણથી વીંધવાની ક્રિયા સમાન દેખાશે પણ સાથે ઇરાદો જાણકારી ભળેલી હોવાથી, સમજણ પૂર્વક અથવા જ્ઞાતભાવથી ઉત્કટ કર્મબંધ થશે જ્ઞાત ભાવ એટલે જાણીને અથવા ઇરાદાપૂર્વક થતી આમ્રવની પ્રવૃત્તિ. જયારે જીવ ઈરાદા પૂર્વક કોઈ અશુભ આમ્રવને સેવે છે ત્યારે તેને કર્મનો બંધ સવિશેષ પડે છે -જ્ઞાનાત્ ૩યુતક્ષ્ય તર્ણ યો માવ: પરિણામ: જ્ઞાતમાd: આ ભાવ લોક પ્રસિધ્ધ છે માટે વિશેષ વ્યાખ્યાની જરૂર નથી * अज्ञातभाव:- अज्ञातस्य भावोऽज्ञातभाव: ૪ પ્રમાદ અથવા અજ્ઞાત વશ થઈ હિંસા કરે જૂઠબોલે, ચોરી કરે વગેરે અજ્ઞાત ભાવો કહ્યા છે ૪ મદ કે પ્રમાદથી ગમન-આદિ ક્રિયાઓમાં જાણ્યાવગરની પ્રવૃત્તિ તે અજ્ઞાત ૪ ઇરાદા સિવાય,અજાણતા કે સમજયા વિચાર્યા વિનાની જે પ્રવૃત્તિ તેને અજ્ઞાત ભાવ કહે છે. જેમકોઇ એક વ્યકિતએહરણને વીંધી નાખેલ હોય ત્યારે બાહ્યદૃષ્ટિએતોહરણ વીંધાયુએટલીજ સમજ પડે પણ કોઈ નિર્જીવ વસ્તુનું નિશાન તાક્તાં ભૂલ માં કે બેદરકારીથી અજાણતા જ હરણનું વિંધાઈ જવું એમાં કર્મબંધની ઉત્કટતા ઘણી ઓછી હોય છે અર્થાત અલ્પ કર્મબંધ થાય છે. ૪ આ રીતે અજ્ઞાત ભાવ એટલે ઈરાદા વિહિન પણે થયેલી કર્માક્સવની પ્રવૃત્તિ. તેમાં હિંસા,જૂઠ આદિના પરિણામ ન હોવાથી પરિણામને ભેદને કારણે બંધમાં ભેદ પડે છે અર્થાત અલ્પ બંધ થાય છે ૪ એજ્ઞાતમા એ લોકપ્રસિધ્ધ વસ્તુ છે માટે વિશેષ વ્યાખ્યા જરૂરી નથી જ ભાવ-ભાવ એટલે પરિણામ આ તીવ્ર-મન્ત-જ્ઞાત-અજ્ઞાત શબ્દ ચારે સાથે જોડવાનો છે. કેમ કે તીવ્ર શબ્દનો સમાસ છે દ્વન્દાને રહેલ પદ બધાં સાથે સાંકડવામાં આવે છે વીર્ય - વિર્ય એટલે શકિત વિશેષ છે આ પૂર્વે અધ્યાય બીજાના સૂત્રઃ૪ જ્ઞાનનીમપોળમો વળી વ માં વીર્ય શબ્દની વ્યાખ્યા કરાયેલી છે. # દ્રવ્યમાં રહેલ શકિત વિશેષને વીર્ય કહે છે. $ વીર્ય એટલે કે “શકિત વિશેષ' પણ કર્મબંધની વિચિત્રતાનું કારણ બને છે જેમ દાન,સેવા વગેરે કોઈ શુભ કામ હોય અથવાતો હિંસા, ચોરી વગેરે કોઈ અશુભકામ હોય તે બધાં શુભાશુભકામોને બળવાન મનુષ્ય સહેલાઈ થી અને ઉત્સાહ પૂર્વક કરી શકે છે જયારે નબળો માણસ તે જ કામોને મુશ્કેલીથી તેમજ ઓછા ઉત્સાહથી કરે છે માટે જ બળવાન કરતા નિર્બળનો શુભાશુભ કર્મબંધ મંદજ હોય છે # વીર્ય એટલે વર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રાપ્ત શકિત જેમજેમ વીર્યશકિત વધારે તેમ તેમ પરિણામ વધારે તીવ્ર હોય છે અને જેમ જેમ વીર્ય-શકિત ઓછા તેમ તેમ પરિણામ વધારે મંદ હોય છે તીવ્ર શકિતવાળો અને મંદ-શકિતવાળો બંને ધારોકે કોઇ હિંસા આસ્રવ ને સેવે ત્યારે બંને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy