________________
૧૦૧
અધ્યાયઃ સૂત્રઃ ૧૫
આ અને આવા પ્રકારે ભય મોહનીયના પરિણામમાં રત રહેવું કે ભય મોહનીયના ઉદયવશ તદજન્ય પ્રવૃત્તિ કરવી તે ભય તે કષાય મોહનીય કર્મનો આસવ અથવા બંધ હેતુ છે.
[૬]જુગુપ્સામોહનીય - Yકર્મના ઉદયથી કારણવશ અથવાવિનાકારણ,માંસ,વિષ્ટા, બળેલા માણસ, મરીને ફુલી ગયેલા કૂતરા આદિ બીભત્સ પદાર્થો જોઈને ધૃણાકે સુગ ઉત્પન્ન થાય તે જુગુપ્સા મોહની યકર્મ જેના આમ્રવના નિમ્નોકત કારણો છે
-સારી આચાર ક્રિયા પરત્વે ગ્લાની હોવી. -જુગુપ્સા કે દુર્ગછા પામવી કે પમાડવી -સાધુ-સાધ્વીના મલિન વસ્ત્રોકે ગાત્રો જોઈને દુગંછા કરવી -હિતકર ક્રિયા અને હિતકર આચાર પરત્વે ધૃણા કરવી,
-ઉત્તમ ધર્મમાં લાગેલા ચારેય વર્ણોની તથા કુશળ ક્રિયા અને સદાચારમાં જોડાયેલા સજજનોની નિંદા,દુગચ્છા વગેરે થકી જુગુપ્સા મોહનીય કર્મનો આસ્રવ થાય છે.
[9]સ્ત્રીવેદ મોહનીય-જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે ભોગ ભોગવવાની ઇચ્છા થાય છે તે સ્ત્રીવેદ મોહનીય છે
તેની અભિલાષાને જણાવવા માટે કરિષાગ્નિનું દૃષ્ટાન્ત છે. કરિષ એટલે સુકાઈ ગયેલું છાણ હોય તેને જેમ જેમ સળગાવવામાં આવે તેમ તેમ વધારે સળગે છે. તેવી જ રીતે પુરુષ ના કરસ્પર્શ આદિ વ્યાપારોથી સ્ત્રીની ભોગાભિલાષા વધતી જાય છે.
આવા સ્ત્રીવેદ મોહનીયના નિમ્નોકત કારણો છે. -જૂઠું બોલવાનો સ્વભાવ હોવો -માયાચારમાં તત્પરતા હોવી -ઈર્ષા અથવા પરના છિદ્રો જોવાની આકાંક્ષા હોવી -રાગની તીવ્રતા સવિશેષ હોવી -શબ્દાદી વિષયોમાં આસિકિત હોવી -સ્વભાવમાં વક્રતા કપટ, પરસ્ત્રી આકર્ષણ વગેરે આ બધાં સ્ત્રી વેદનોકષાય મોહનીય ના કર્માસ્ત્રવો છે.
[૮]પુરુષવેદઃ- જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રીની સાથે રમણ કરવાની ઇચ્છા થાય, તેને પુરુષ વેદ કહેવાય છે.
આ વેદવાળાની અભિલાષા માટે તૃષાગ્નિનું દ્રષ્ટાન્ત છે. જેમ ઘાસનો અગ્નિ એકદમ પ્રગટ થાય છે. અને થોડીવારમાં શાન્ત થાય છે. એવી રીતે પુરુષની સ્ત્રી સેવન અભિલાષા શીધ્ર ઉત્પન્ન થાય છે અને સ્ત્રીસેવનથી પછી શાંત પણ તુરંત થઈ જાય છે.
આ કર્મ ના આમ્રવના નિમ્નોકત કારણો જણાવેલા છે. –અલ્પ ક્રોધાદિ કષાય હોવી -ઈષ્ટ પદાર્થોમાં ઓછી આસકિત હોવી –પોતાની સ્ત્રીમાં સંતોષ હોવો –સરળતા, ઓછું ઈર્ષ્યાળુપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org