SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૩]અરતિમોહનીયઃ-જે કર્મના ઉદયથી કારણ વશ અથવા વિના કારણે પદાર્થ પ્રતિ અપ્રિતિ થાય,દ્વેષ થાય,તનમનમાં બેચેની રહે તેને અરતિ મોહનીય કર્મ કહેવાય છે. તેના આમ્રવના કારણો અથવા બંધના હેતુઓ નિમ્નોકત છે. -પરને અરતિ ઉપજાવવી -પરની રતિનો વિનાશ કરવો -પાપ કરવાનો સ્વભાવ હોવો કે સંસર્ગ હોવો -કોઈનો આનંદ નષ્ટ કરવો કે રંગમાં ભંગ પડાવવો -વાદશીલતા કે લડવા ઝઘડવાની ટેવ હોવી -અકુશળ ક્રિયા કરવી કે બીજાને ચડાવી મારવા -બીજાને બેચેની ઉપજાવવી આ અને આવા પ્રકારે અરતિ પરિણામોમાં રત રહેવું તથા અરતિ મોહનીય કર્મના ઉદયને વશ થઈ વિશેષ વિશેષ અરતિ મોહનીય પ્રવૃત્તિ કરવાથી અરતિ નોકષાય મોહનીયનો કર્માસ્રવ થાય છે [૪]શોકમોહનીય -જે કર્મના ઉદયથી કારણવશઅથવાવિનાકારણ જીવને શોક થાય તેને શોક મોહનીય કહે છે. -પોતાને શોક ઉપજાવવો. -પરના શોકમાં આનંદ માણવો -પરને શોક ઉપજાવવા નિમિત્તો પૂરા પાડવા બીજાના દુઃખે વ્યથા શોકને વશ થવું -આ અને આવા પ્રકારે શોકના પરિણામો માં રત રહેવું તથા શોક મોહનીય કર્મના ઉદયને વશ થઈ વિશેષે વિશેષે શોક મોહનીય પ્રવૃત્તિ કરવાથી શોક-નોકષાય મોહનીય નો કર્માસ્રવ થાય છે પિભય મોહનીયઃ- જે કર્મના ઉદયથી કારણવશ કે વિના કારણ જીવને ભય લાગ્યા કરવોતે ભય મોહનીય આવા ભયોમાં સાત પ્રકારના ભય પ્રસિધ્ધ છે. (૧)ઈહલોકભય-જે દુખ મનુષ્ય કે બળવાન ને જોઈને ભય લાગે (૨)પરલોક ભય-મૃત્યુ પછી કઈ ગતિ મળશે તે વાતનો ભય (૩)આદાન ભય-ચોર,ડાકુ આદિ લુંટી જશે તે ભય (૪)અકસ્માત ભય-અગ્નિ,પાણી,વાહન આદિનો ભય (૫)આજીવિકાભય-જીવન નિર્વાહના વિષયોનો ભય (ડ)મૃત્યુભય-હું કયાંક મરી જઇશ તો? એવો ભય (૭)અપયશભય-અપકીર્તિનો કે જશ નહીં મળે તો? તેવો ભય આવા ભય મોહનીય કર્મનો નિમ્નોકત કારણે આસ્રવ થાય છે. -પોતે ભયપામવો કે બીજાને પમાડવો -નિદર્ય પણું કરવું કે ત્રાસ પમાડવો -પશુપક્ષી ઉડાડવા કે બાળક બીવરાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy