________________
૮૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રયોજન કરવાથી અર્થઘટન બરાબર થશે.
સુખાદિ ચારે કમનું નિર્ધારણઃ- જીવમાત્રનો પુરુષાર્થ સુખને માટે હોય છે. તેથી સર્વપ્રથમ સુર નું ગ્રહણ કર્યું છે, ત્યાર પછી પ્રતિપક્ષી હોવાથી બીજા ક્રમે ૬:૩ નું ગ્રહણ કરેલ છે. આ સુખ અને દુઃખ બને જીવિત પ્રાણીને હોય છે. માટે ત્રીજા ક્રમે ગાવિત નું ગ્રહણ કર્યું અને અન્ત જીવનની સમાપ્તિ જ થવાની છે માટે છેલ્લે મરણ નું ગ્રહણ કર્યું
0 [B]સંદર્ભઃછે આગમ સંદર્ભઃ- ગીવ વોન વળે ના રંગમાં જ સુઇ કુળ ય
* ૩d, મ. ૨૮-૫. ૨૦ [નોંધ - આ પાઠ અપર્યાપ્ત છે છતાં સંગતિ દર્શાવવા પૂરતી નોંધ કરી છે) ૪ તત્વાર્થ સંદર્ભઃપુદ્ગલ લક્ષણ પૂ.૧:૨૩ સત્યવર્ણવત: પુત્ર: પુદ્ગલ અન્ય કાર્ય પૂ. :૨૧ શરીરવાન : પ્રાણાપના: પુત્રનામું U [9]પદ્યઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વસૂત્ર ૧૯ માં અપાયેલા છે.
U [10]નિષ્કર્ષ-સૂત્રકારમહર્ષિઆસૂત્રથી પુગલના ઉપકાર[કાર્ય ને જણાવે છે. અર્થાત્ સુખ-દુઃખ-જીવન-મરણ એ ચારેમાં પુગલોનો ઉપકાર છે. જો આ વાતનો નિષ્કર્ષ તાત્ત્વિક દૃષ્ટીએ વિચારવામાં આવે તો આપણે સમજી શકીએ કે જગતમાં કોઈ જીવ બીજા જીવ ને સુખ કે દુઃખ આપી શકતો નથી. કારણ કે સુખ અને દુઃખ એ તો પુદ્ગલ જન્ય પરિણામો છે.
પોતાનાજ શાતા વેદનીય કે અશાતા વેદનીય કર્મોના ફળ વિપાક સ્વરૂપે જીવ સુખ કે દુઃખ ની અનુભૂતિ કરે છે. અને તે માટેના બાહ્ય નિમિત્તો પણ પૌદ્ગલિક જ હોય છે. તો પણ અન્ય કોઈ જીવસુખ કે દુઃખ આપી શકતો જ નથી. જીવ જે કાંઈ સુખ-દુઃખાદિ ભોગવે છે તેતો પોતાના કર્મનું ફળ છે.
–વળી હજી આગળ વિચારીએ તો સુખ કે દુઃખ એ પણ કોઈ વાસ્તવિક કલ્પના નથી. એકને એક વસ્તુ એક જીવ માટે સુખદ હોય તે બીજા માટે દુઃખદ બની જાય અરે! એકજ જીવને તે એક સમયે સુખદ લાગતી હોય અને બીજા સમયે દુઃખદ લાગવા માંડે કેમ કે આ તો બધાં આપેક્ષિત સત્યો છે. જો શાશ્વત એવા સુખની વાંછા હોય અને શાશ્વત રીતે દુઃખને નિવારવું હોય તો મોક્ષ જ એક માત્ર ઉપાય છે અને તે મોક્ષની પ્રાપ્તિ પુદ્ગલોથી થતી નથી પણ પુદ્ગલોને છોડવાથી થાય છે.
_ _ _ _ _
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org