________________
અધ્યાયઃ પ સૂત્રઃ ૨૦ રહે છે. ત્યાં સુધી તે જીવ-તે શરીર દ્વારા સુખદુઃખનો અનુભવ કરતો રહે છે.
કોઈ પણ ગતિમાં રહેલા જીવને શરીર સંબંધિ આયુષ્ય પૂર્ણ થાય તે સમયે જ બીજા ગમે તેટલા પ્રબળ યોગોનો સંબંધ હોય તો પણ તે જીવને શરીર થી અળગા થવું પડે છે જેને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે.
જીવન કે મરણમાં કારણભૂત આયુષ્ય કર્મ છે. તે પણ કાર્મણ વર્ગણા અંતર્ગત પુગલ વર્ગણા ઓ જ છે માટે સુખાદિ ચારેમાં નિમિત્ત થવું તેને પુદ્ગલનું કાર્ય કહેલું છે.
* વિશેષઃ- સૂત્ર સંબંધિ વિશેષ માહિતી:
$ શરીરાદિપુગલોનો ઉપકાર છે અને સુખાદિ પણ પુગલોનો ઉપકાર છે છતાં બંને સૂત્રો અલગ બનાવ્યા તે સહેતુક છે
શરીરાદિમાં પુદ્ગલનો ઉપકાર છે એનો અર્થ એ છે કે શરીરાદિ કાર્યમાં પુદ્ગલ કારણ છે. પણ કારણ બે પ્રકારના છે. (૧)ઉપાદાન કારણ અને (૨)નિમિત્ત કારણ.
અહીં શરીર આદિમાં પુદ્ગલો પરિણામી અર્થાત ઉપાદાન કારણ છે. જયારે સુખ આદિમાં પુદ્ગલો એ નિમિત્ત કારણ છે.
–પરિણામી [અર્થાત ઉપાદાન કારણ તે કહેવાય કે જે કારણ પોતે જ કાર્યરૂપ બની જાય છે. –નિમિત્ત કારણ તે કહેવાય કે જે કારણ સ્વતંત્ર રૂપે અલગ રહી કાર્યમાં સહાય કરે.
ઉપરોકત બંને સૂત્રના સંદર્ભમાં વિચારીએ તો શરીર આદિ ચારે કાર્યોમાં પુદ્ગલો પોતે જ શરીર આદિરૂપ બની જાય છે, અર્થાત્ કારણ જ કાર્યરૂપ બની જાય છે. જયારે સુખ આદિ કાર્યોમાં પુદ્ગલો સુખ આદિ રૂપે નથી બનતા પણ સુખ આદિ ચારે ઉત્પન્ન થવામાં સહાય કરે છે. જેમ ઘડારૂપ કાર્યમાં માટી અને દંડ બંને કારણ છે પણ માટી પોતે જ ઘડી રૂપે બની જાય છે તેથી તે ઉપાદાન કારણ છે અને દંડ સ્વતંત્ર રૂપે રહી ઘડાની ઉત્પત્તિમાં સહાયતા કરે છે માટે તે નિમિત્ત કારણ છે.
બીજી રીતે વિચારીએ તો
ઘડો એ માટીનો ઉપકારકાય છે. અને રોગની શાંતિ એ પણ માટીનો ઉપકાર [કાથી છે. ફર્ક એ છે કે ઘડામાં માટી પોતેજ ઘડા રૂપ બની જાય છે જયારે રોગની શાંતિમાં માટી તો માટી રૂપે જ રહે છે. પણ તેના નિમિત્તે શરીરમાં શાંતિ ઉત્પન્ન થાય છે.
આ રીતે શરીરાદિકાર્યમાં પુદ્ગલ એ ઉપાદાન[પરિણામી]કારણ છે અને સુખ આદિ પ્રત્યે પુદ્ગલ એ નિમિત્ત કારણ છે. આ ભેદને સૂચવવા માટે જ બંને સૂત્રોની રચના અલગ અલંગ કરી છે.
૪ ૩૫ – શબ્દનો અર્થ “કાર્ય” અથવા “નિમિત્ત કારણ'' લેવાનો છે. બીજા દ્રવ્યોનો પર્યાયોમાં નિમિત્ત થવું તેનું નામ ઉપકાર, પુદ્ગલોમાં આ રીતે જીવોને નિમિત્ત ભૂત થવાનો સ્વભાવ ન હોય, તો આ સંસારની ઘટના જ ન બને
બાકી ઉપકારનો અર્થ “ભલું કરવું” એવો જો કરશો તો પછી જીવને દુઃખમાં અને કરવામાં પુદ્ગલો ભલુ કરે છે. એવો વિપરીત અર્થ નીકળશે એટલે ઉપકાર નો અર્થ કાર્ય કે
અ. ૫/૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org