________________
$$
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા થવું હોય તેને સ્થિર થવામાં સહાયતા કરવાનું કાર્ય કરે છે. અધર્માસ્તિકાય દ્રવ્યની સહાય વિના જીવ કે પુદ્ગલ સ્થિતિ કરી શકે નહીં
-અલોકાકાશમાં ધર્મ-અધર્મદ્રવ્ય ન હોવાથી ત્યાં જીવ કે પુદ્ગલ ની ગતિ કે સ્થિતિ હોતી નથી આગળ વધીને કહીએતો ઉકત દ્રવ્યોના અભાવે જીવકે પુદ્ગલ દ્રવ્યોનું ત્યાં અસ્તિત્વ જ નથી
આ રીતે નીચેના મુખ્ય મુદ્દા માં સૂત્રનો અર્થ વિભાજીત થઈ શકે (૧)જીવ અને પુદ્ગલ બંનેનો ગતિ અને સ્થિતિ કરવાનો સ્વભાવ છે (૨)ધર્માસ્તિકાયનું કાર્ય કિલક્ષણ] ઉકત દ્રવ્યોને ગતિમાં સહાયતા કરવાનું છે. (૩) અધર્માસ્તિકાયનું કાર્ય કિલક્ષણ ઉકત દ્રવ્યોને સ્થિતિમાં સહાયતા કરવાનું છે.
(૪)જેમ માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શકિત હોવાછતાં ગતિ કરવામાં પાણીની અને સ્થિતિ કરવામાં જમીનાદિની અપેક્ષા રહે છે.
(૫)જેમ ચક્ષુમાં જોવાની શકિત હોવાછતાં તેને પ્રકાશની અપેક્ષા રહે છે
(૬)તેમ જીવ કે પુદ્ગલમાં ગતિ અને સ્થિતિની શકિત હોવાછતાં અનુક્રમે ધર્મ-અધર્મ દવ્યની સહાયતા લેવી પડે છે.
(૭)આ રીતે જીવ અને પુગલ ને ગતિ કરવામાં બાહ્ય નિમિત્ત કારણ ધર્મદ્રવ્ય છે અને સ્થિતિ કરવામાં બાહ્ય નિમિત્ત કારણ અધર્મ દ્રવ્ય છે
(૮)આ બંને દ્રવ્યો ઉદાસિન કારણ રૂપ છે. પ્રેરક નથી તેઓ પ્રેરણાથકી કોઈ જ દ્રવ્યને ચલાવતા નથી કે સ્થિર કરતા નથી. કેમ કે જો આ બંને દ્રવ્ય પ્રેરક કારણ હોતતો ન કોઈ પદાર્થ ગતિ કરી શકત અને ન કોઈ પદાર્થ સ્થિર થઈ શકત, કેમ કે ધર્મદ્રવ્ય ગતિની પ્રેરણા કરત અને સ્થિતિ દ્રવ્ય સ્થિર કરવા પ્રેરણા કરત એ દ્વન્દ્ર ચાલુ જ રહેત
(૯) આ બંને દ્રવ્ય સમગ્ર લોકાકાશમાં અખંડ સ્વરૂપે વ્યાપ્ત ન હોતતો લોકના સમગ્ર ભાગોમાં ગતિ કે સ્થિતિ થતી જ નહોતી પણ લોકાકાશમાં તેની સર્વવ્યાપિતાને લીધે જ સર્વત્ર ગમન કે અવસ્થાન થઈ શકે છે.
(૧૦)વળી ધર્મ-અધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી કહ્યું છે અનંત પ્રદેશ નહીં જો તે અનંત પ્રદેશી હોત તો અલોકમાં પણ પુગલ અને જીવની ગતિ કે સ્થિતિ થઈ શકતી હોત.
–લોક કે અલોકનો વિભાગ પણ ન હોત અને -પુરુષાકાર એવું લોકનું સંસ્થાન પણ ન હોત –વિશ્વનો આકાર, વ્યવસ્થા કે મર્યાદા કશું જ ન હોત
(૧૧)બંને દ્રવ્યોનું કાર્ય પણ એકમેકના પૂરક જેવું છે. જો ફકત ધર્મદ્રવ્યને માનશો તો જીવ-પુદ્ગલની ગતિજ ચાલ્યા કરશે અને જો અધર્મદ્રવ્ય ને જ માનશો બધા સ્થિર-પૂતળાં જેવાજ થઈ જશે.માટે બંને દ્રવ્યો સર્વજ્ઞપરમાત્માના વચનથી પણ ગ્રાહ્ય છે અને તેનું અસ્તિત્વ બુધ્ધિથી પણ ગ્રાહ્ય છે.
જ પ્રશ્ન - ધર્મ-અધર્મ દ્રવ્ય, જીવની માફક અસંખ્યાત પ્રદેશી હોવા છતાં તેને લોકવ્યાપી કઈ રીતે કહ્યા તે સમજાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org