________________
૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૧ જેમ જીવ દ્રવ્ય અનંત છે પણ એક વ્યકિત રૂપ નથી તેમ પુદ્ગલ દ્રવ્ય પણ એક વ્યકિતરૂપ ન હોવાથી અનંત છે. દરેક પુદ્ગલ ના પ્રદેશ સમાન ન હોવાથી આવી તરતમતા જોવા મળે છે.
- ર આગામી સૂત્રમાં જણાવ્યા મુજબ બે અથવાબથી વધુ પરમાણુના જોડાવાથી સ્કન્ધ બને છે. તેને લીધે કોઈ પુદ્ગલમાં બે પ્રદેશો હોય છે. કોઈ પુદ્ગલમાં ત્રણ પ્રદેશો હોય છે,કોઈ પુદ્ગલમાં ચાર પ્રદેશો હોય છે.યાવત્ કોઈ પુલમાં સો પ્રદેશો, કોઈમાં હજાર,કોઈમાં લાખ,કોઈમાં કરોડ યાવત્ સંખ્યાતા પ્રદેશોનો પણ એક સ્કન્ધ હોય છે.
આ રીતે સંખ્યાતા થી આગળ વધીને અસંખ્યાતા કે અનંત પ્રદેશ પુદ્ગલસ્કન્ધની વાત કરી, તે પણ સમજવા યોગ્ય છે. કેમ કે સામાન્યરીતે“યુકત અસંખ્યાતુ' કે “આઠમું અનંતુ'' જેવા વિશેષણ થી સંખ્યાના માપો દર્શાવાયા છે. પણ પુદ્ગલ માટે આટલી કે અમુક ચૌક્કસ સંખ્યા નિયત હોતી નથી.
-પરિત,યુકત કે અસંખ્ય એવા મુખ્ય ત્રણે ભેદો જધન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટએવી ત્રણે રીતે હોવાથીનભેદે અસંખ્યાતુ અને નવ ભેદે[જેમાં નવમાં ભેદે કોઇ પદાર્થનું કથન નથી અનંતુ કહેલ છે, તેમાં કોઈપણ સંખ્યાનુસાર પુદ્ગલના પ્રદેશો યુકત સ્કન્ધસંભવે છે. તેથી ટીકાકાર મહર્ષિ પુગલોમાં આટલાજ પ્રદેશો નો બનેલો સ્કન્ધ હોય તેવું કથન કરવાને બદલે તરતમતાનું કથન કરે છે. - પુલોનો પણ સંકોચ અને વિસ્તાર થાય છે તે આપશેં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. જેમ એક દીવો હોય તેના પ્રકાશના પ્રદેશો સંપૂર્ણ ઓરડામાં પથરાયેલા હોય અને તે જ દીવાને નાની પેટીમાં મુકવામાં આવે તો તે પ્રકાશ પ્રદેશો નાની પેટીમાં જ રહેશે આ રીતે પ્રકાશ પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર પામી શકે છે.
જે પુદ્ગલોનું જોડાવું અને વિખેરાવુ-ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના પ્રદેશો મૂળ દ્રવ્યથી કદાપી છૂટા પડતા નથી. કારણ કે ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યો અરૂપી છે. અને અરૂપી દ્રવ્યો માં સંશ્લેષ કે વિશ્લેષનો અભાવ હોય છે.
જયારે પુદ્ગલ દ્રવ્યો રૂપી છે તેમાં સંશ્લેષ અને વિશ્લેષની પ્રક્રિયા થાય છે. પુદ્ગલ દ્રવ્યોના પ્રદેશો મૂળ દ્રવ્યો થી છુટા પણ પડે છે અને નવ પ્રદેશો ભેગા પણ થાય છે. એ જ રીતે એક સ્કન્ધના પ્રદેશો એસ્કન્દમાંથી છુટા પડીને અન્ય સ્કન્દમાં પણ જોડાય છે આથીજ પુદ્ગલ દ્રવ્યના સ્કન્ધોના પ્રદેશોની સંખ્યા પણ અનિયત રહે છે
આ જ વાત બીજા શબ્દોમાં પંડિત સુખલાલે જણાવી છે. તે પણ સારી શાસ્ત્રીય પરિભાષામાં વ્યકત થઈ છે. પુદ્ગલ અને બીજા દ્રવ્યોની મધ્યે એમુખ્ય વૈધર્યુ છે કે પુદ્ગલના પ્રદેશો પોતાના સ્કન્ધથી વિશ્લેષ પામી શકે છે. [ટા પડી શકે છે] શેષચારદ્રવ્યોના પ્રદેશોમાં સંશ્લેષ કે વિશ્લેષ થતો નથી પુદ્ગલથી ભિન્ન ચારે દ્રવ્યો અમૂર્ત છે અને અમૂર્તનો સ્વભાવ ખંડિત થવાનો નથી પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ હોવાથી તેનો વિશ્લેષ થાય છે-ખંડ થઈ શકે છે.
3 અવયવ શું છે? પુદ્ગલના સંશ્લેષ-વિશ્લેષ[જોડાવું-છૂટા પડવું સ્વભાવને કારણે પુદ્ગલ સ્કલ્પનાનાનામોટા બધા અંશોને અવયવ કહે છે. અવયવ એટલે “જુદોથતો અંશ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org