________________
૩૯
અધ્યાય: ૫ સૂત્રઃ ૧૦
–પરમાણુની અવિભાજયતાઃ-જો કેપરમાણુ પણ પુદ્ગલ દ્રવ્ય છે. અને તે પુગલ દ્રવ્ય હોવાથી મૂર્ત પણ છે. છતાં એટલો ખ્યાલ રાખવો કે તેનો વિભાગ થઈ શકતો નથી કારણ કે તે આકાશના પ્રદેશની જેમ પુદ્ગલનો નાનામાં નાનો અંશ છે. પરમાણુ એ સૌથી નાનામાં નાનું પરિમાણ હોવાથી તે એક અવિભાજય અંશ છે.
આ અવિભાજયતા દ્રવ્ય વ્યકિત રૂપે સમજવી કેમ કે પર્યાય રૂપે તો પરમાણુના ખંડ કે અંશ થાય જ છે. તેના અંશોની કલ્પના ને સમજાવવા માટે જણાવે છે કે – એકજ પરમાણુ વ્યકિતમાં વર્ણ, ગંધ, રસ આદિ અનેક પર્યાયો છે. તે બધા એ દ્રવ્યોના ભાવરૂપ અંશો છે. આથી એક પરમાણુ વ્યકિતના પણ ભાવ પરમાણુ અનેક માનવામાં આવે છે.
$ ધર્મઆદિ ચાર દ્રવ્યનો પ્રદેશ અને પુલ પરમાણુ એ પાંચે અવિભાજય અંશ છે તો તેમની વચ્ચે શો તફાવત છે?
-પરિમાણની દૃષ્ટિએ તેમાં કોઈ તફાવત નથી. – જેટલા ભાગમાં પરમાણુ રહી શકે છે એટલા ભાગને પ્રદેશ કહે છે.
–પરમાણુ અવિભાજય અંશ હોવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજય જ હોવું જોઈએ. એ રીતે પરમાણુ અને પ્રદેશનામનું તત્પરિમિત ક્ષેત્ર બન્નેય પરિમાણની દૃષ્ટિએસમાન છે.
તફાવત માત્ર એટલો જ છે કે પરમાણુ પોતાના અંશીભૂત સ્કન્ધથી અલગ થઈ શકે છે. જયારે ધર્મ આદિ ચાર દ્રવ્યોના પ્રદેશો પોતાના સ્કન્ધ થી અલગ થઈ શકતા નથી.
$ પ્રશ્ન - અહીં અનન્તાનને કહેવાને બદલે ફકત અનન્તા: પ્રવેશ: શબ્દની જ અનુવૃત્તિ કેમ લીધી? પુદ્ગલના પ્રદેશો તો અનંતાનંત પણ સંભવી શકે છે?
-સમાધાન-અહીં અનન્ત શબ્દનું સામાન્ય ગ્રહણ થયેલ છે. કોઈ ચોક્કસ અસંતુજિમ કે ચોથુ અનંતુ, પાંચમું અનંત એવો ભેદ -નિર્દેશ કરેલ નથી. સામાન્ય થી અનંતુ શબ્દ કહેવાથી પરિતઅનંતુ,યુકત અજંતુ કે અનંતાનંતુ ત્રણમાંથી કોઈ પણ ભેદ જધન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટથી લઈ શકાય છે. માટે “અનંતાનંત' એવો ભેદ નિર્દેશ કરવાની આવશ્યકતા નથી.'
પ્રશ્નઃ- જયારે લોક અસંખ્યાત પ્રદેશ છે. ત્યારે અનંતાનંત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધ તે લોકાકાશમાં કઈ રીતે સમાઈ શકે?
-સમાધાનઃ- આ ખરેખર કોઈ સમસ્યા જ નથી, કેમ કે એકતો પુદ્ગલોમાં પ્રદેશોની સૂક્ષ્મ પરિણમન શકિત હોય છે. અને બીજું આકાશમાં અવગાહનની શકિત પણ રહેલી છે તેથી અનન્ત કે અનન્તાનન્ત પ્રદેશ વાળા પુલસ્કન્ધોનો આધાર પણ આકાશ થઈ શકે છે.
વળી એવો પણ કોઇ નિયમ નથી કે નાના આધારમાં મોટું દ્રવ્ય રહીજન શકે પુદ્ગલોમાં વિશેષ પ્રકારના સઘન સંઘાત થવાથી અલ્પષેત્રમાં ઘણાનું અવસ્થાન થઈ જાય છે.
જેમ કે એક નાનકડી પુષ્પકલીમાં સૂક્ષ્મ રૂપે કેટલામોટા પ્રમાણમાં ગન્ધ અવયવો-પ્રદેશો રહેલા હોય છે.જેવું ફૂલ ખીલે છે કે તુરંતજ તે સૂક્ષ્મ રૂપમાં રહેલા ગન્ધ અવયવો સમસ્ત દિશાઓમાં ફેલાય જાય છે. એવી જ રીતે એક લાકડીના દંડમાં સૂક્ષ્મ રૂપથી અલ્પષેત્રમાં રહેલા પુગલ સ્કન્ધો પણ જયારે તે જ દંડ આગમાં સળગવા લાગે છે ત્યારે ધુમ રૂપે આકાશના ઘણાં ભાગમાં વ્યાપ્ત બનીને ફેલાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org