________________
૩s
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનંત આકાશ નહીં અણુતણા
સંખે અસંખ્યય અનંત પુદ્ગલો U [10]નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ આકાશ દ્રવ્યના અનંતા પ્રદેશો ને જણાવે છે. સૂત્રમાં પ્રદેશ-પરિમાણનું કથન એ જ એક માત્ર મુદો છે. છતાં નિષ્કર્ષ દૃષ્ટિએ સૂત્રની વિચારણા કરીએતો
– મનન્ત છે એનો અર્થ અ-શેય છે એવું વિચારવું નહીં કેમ કે અતિશય જ્ઞાની એવા સર્વજ્ઞ ભગવંતે જાણેલું અને પ્રરૂપેલું તત્વ છે. ખરેખર! અનન્તા ના નવે ભેદને જાણે અને સમજે છે તેમને તીર્થંકર પરમાત્માના જ્ઞાન અને તત્વ પ્રરૂપણા પરત્વે અપૂર્વ શ્રધ્ધા અને બહુમાન પ્રગટ થાય છે.
– વળી મનન્ત ને સર્વજ્ઞ ભગવંતે જાણેલ છે તેથી તેઓએ ગત ને પણ જાણેલો છે, તેથી તે પદાર્થની અસ્તિતા રહેતી નથી કેમ કે જેને અત્ત ન હોય તે અનન્ત કહેવાય એવી વિચારણા પણ યુકત નથી. અને જો કોઈ એમ કહે કે મનનો ને સર્વજ્ઞ ભગવંત પણ ન જાણી શકે તો તેનું સર્વજ્ઞપણું જ રહેશે નહીં.
–સર્વજ્ઞને ક્ષાયિકજ્ઞાન છે-કેવળજ્ઞાન છે. આ જ્ઞાન અનન્તાનન્ત છે. આ જ્ઞાનના બળે તેઓ અનન્ત પદાર્થને કે પદાર્થની અનન્તતા ને જાણવા સમર્થ છે તેઓ અનન્ત ને અનન્ત સ્વરૂપે જ જાણે છે કેમ કે છેવટેતો નો પણ એક પ્રકારનું ગાણિતીક માપ જ છે.
-વળી જેમ સમુદ્રના કિનારે બેલો માણસ સમુદ્રમાં ટાંકણી બોળીને એક ટીપું ટાંકણીના ટોપકા ઉપર લે અને તે રીતે એક-એક ટીપુ લેતો જાય અને સમુદ્રમાં થી એક એક ટીપુ પાણી ઓછું થતું જાય ત્યારે બીજો માણસ એવું વિચારે કે આ પેલો માણસ કયાંક આખો સમુદ્ર આમને આમ ખાલી કરી નાખશે તો આ વાત જેટલી હાસ્યાસ્પદ બને તેટલું જ અનન્ત સંખ્યામાં અન્તની કલ્પના કરવી તે હાસ્યાસ્પદ અને સર્વજ્ઞના વચન પરત્વે અશ્રધ્ધા કરવા જેવી વાત છે.
-જૂદા જૂદા દર્શનકારો પણ અનન્તતાને માને છે.તેથી ફકત વસ્તુની જાણકારી થવાથી કંઈ તેની અનન્તતા-સાન્ત થઈ જતી નથી.જેમ સંસાર અને મોક્ષનું પરિજ્ઞાન સર્વજ્ઞ હોય જ છે. જો તેને અનન્તને બદલે સાન્ત માનશો તો સંસાર અને મોક્ષ બંનેનું અસ્તિત્વ જ નહીં રહે કેમ કે અનન્ત ને માનશો તો જ સંસાર નું અસ્તિત્વ છે.અને તો જ મોક્ષનું અસ્તિત્વ છે.
એ રીતે આકાશદૂત્રને પણ અનંત માનવું તે જ સમ્યફ શ્રધ્ધા કે સમ્યફ જ્ઞાન છે. વળી આપણે ઉપર જોઇને જે આકાશ માનીએ છીએ તે ખરેખર આકાશ નથી. આકાશ તો સર્વ વ્યાપી છે. આપણે તો ફકત લોકાકાશને જાણીએ છીએ કે જે અસંખ્યાત પ્રદેશ છે અલોકાકાશ કે જે અનંત પ્રદેશ છે ત્યાં તો જીવ કે પુદ્ગલ કદી જવાના જ નથી. ફકત સમ્યફ શ્રધ્ધા જ મહત્વની છે અને સમ્યક શ્રધ્ધા ન હોય તો મોક્ષ પ્રાપ્તિ થવાની કયાંથી?
OOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org