SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૨૪ વધારે કેમ મુકયું ? કેમકે ધર્મ,અધર્મ,આકાશ એ એક-એક નથી તેવું પ્રતિપાદન કરવા માટે જ અહીં દ્રવ્યાપિ પદ પ્રયોજેલ છે. ગતિ-સ્થિતિ વગેરે પરિણામવાળા વિવિધ જીવ કે પુદ્ગલોની ગતિ વગેરેમાં નિમિત્ત હોવાથીભાવની અપેક્ષાએ આ દ્રવ્યોમાં અનેકત્વ જણાય છે, પ્રદેશ ભેદને લીધે ક્ષેત્ર અપેક્ષાએ પણ અનેકત્વ જણાય છે,કાળભેદથી કાળની અપેક્ષાએ અનેકત્વ જણાય છે માત્ર દ્રવ્યભેદે ધર્માદિ ત્રણે દ્રવ્યની સંખ્યા એક-એક છે.જીવ અને પુદ્ગલની માફક અનેક નથી તે જણાવવા જ ટૂવ્યાળિ પદ,મુકેલ છે. [] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- ધમો અધમ્મો આસું રત્ન નિયિં ૐ તત્વાર્થ સંદર્ભ: (૧) અપવ્યયા: પ્રવેશા ધર્માધર્મયો: ૩૬.૬-મૂ.૭ (૨) આાજસ્થાનના: ઐ.-સૂ. ૧ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- નવતત્વ-ગાથાઃ૯,૧૦ વિવરણ ] [9]પદ્યઃ (૧) (૨) પ્રથમ પદ્ય પૂર્વસૂત્રઃ૪ સાથે કહેવાઇ ગયું છે સૂત્રઃ ૫ અને ૬ નું સંયુકત પઘ ધર્મ અધર્મ આકાશ તે છે ત્રણેમાં નિષ્ક્રિય દ્રવ્યરૂપે ત્રણે કરી સંખ્યા એક ગણી પ્રિય અભિનવટીકા [] [10]નિષ્કર્ષ:- ઉપરોકત સૂત્રમાં મૂળ કથન તો ધર્માદિ ત્રણ દ્રવ્યોના એક-એક પણાનું છે પણ તે સૂત્રના ફળ સ્વરૂપે જીવ અને પુદ્ગલ ની અનંતતા સિધ્ધ થઇ છે .વળી ત્યાં વિધાન કરે છે કે જો જીવ માં અનંતતા ને બદલે એક અખંડ દ્રવ્ય પણું હોતતો કદાપી સંસાર કે મોક્ષ જેવું કંઇ હોત જ નહીં Jain Education International ૐત્ત. અ. ૨૮ ૧. ૮ નિષ્કર્ષ માટે આ વાત જ અમને બહુ સ્પર્શી ગઇ જીવ દ્રવ્ય અનંત છે માટે સંસા૨થી મોક્ષ પર્યન્ત ના ભાવોનું અસ્તિત્વ છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય ને માટે આ અનેકતા થકી એવું પરોક્ષ સૂચન મળે છે કે જો તમે પુરુષાર્થ કરો તો અવશ્ય મુકિત પામી શકવાને સમર્થ છે આ જીવ દ્રવ્યોની રખડપટ્ટી પુદ્ગલોની અનંતતા ની સાથે છે. જો પુદ્ગલનો [શરીરનો] સાથ જીવ ફગાવી દઇ શકશે તોજ શુધ્ધાત્મ સ્વરૂપને પામી શકશે બાકી જો પ્રત્યેક જીવ દ્રવ્યને અલગ માનવાને બદલે એકજ માનવામાં આવે તો પછી વ્યકિતગત જ્ઞાનાદિ ગુણો કે તેના વિકાસ અને આવિર્ભાવ જેવી કોઇ વાત જગતમાં રહેજ નહીં તેને અલગ અલગ દ્રવ્ય સ્વરૂપે સ્વીકાર કરવાથી જ વિકાસ અને સિધ્ધિનો માર્ગ ખુલ્લો થશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy