________________
અધ્યાય: ૫ સૂત્ર: ૫
૨૩
પર્યન્ત સ્થિતિ નો અભાવ થઈ જાય છે. કેમ કે એક જીવ દ્રવ્ય હોય તો તેના સંસાર અથવા મોક્ષ બે સિવાય ત્રીજો વિકલ્પ જ ન રહે. પણે અનંતા જીવ દ્રવ્ય ને લીધે આવી કોઇ સમસ્યા રહેતી નથી અને સંસારાદિ અવસ્થા અનાદિ અનંત પણે ચાલું રહે છે ફકત જીવના પર્યાયો બદલાય છે અથવા મોક્ષ થાય છે
તદુપરાંત માનો કે જીવ ને પુદ્ગલ ને એક-એક દ્રવ્ય જ માની લેવામાં આવે તો ક્રિયા અને કર્તા, સંસાર અને મોક્ષ વગેરે સંભવશે જ નહીં માટે જીવ અને પુદ્ગલની અનેકતા દર્શાવવી તે પણ આ પર્વ કારનું જ ફળ છે.
જ વિશેષ:
# ધર્મ-ધર્માસ્તિકાય કે ધર્મદ્રવ્ય,સંપર્ણલોકમાં વ્યાપ્ત થઈને રહેવાવાળુ એકજ દ્રવ્ય . છે. જે લોકની બરાબર જે અસંખ્યાત પ્રદેશી હોવા છતાં પણ અખંડ છે એટલે કે જેમ લોકલોકાકાશ] અસંખ્યાત પ્રદેશના સમૂહવાળું છે તેમ ઘર્મદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશવાળું છે છતાં તે અખંડ રૂપે એક જ દ્રવ્ય છે તેની સમાન જાતિનું કે તેની સ્થિતિમાં સહકારી કોઈ બીજું દ્રવ્ય હોતું નથી
૪ મધર્મ-ધર્મની માફક અધર્માસ્તિકાય કે અધર્મદ્રવ્ય પણ લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી એવું એક જ છે. તે પણ લોકમાં વ્યાપ્ત થઈને રહેવાવાળું એક અખંડ દ્રવ્ય જ છે. તેને પણ સમાન જાતીય કે તેની સ્થિતિમાં સહાયક બીજું કોઈ દ્રવ્ય હોતું નથી.
# વિર:- આકાશસ્તિકાય કે આકાશદવ્ય પણ એક અખંડ અનંત પ્રદેશ છે.તે એક અખંડદ્રવ્યની સમાન અવગાહના દેવાવાળુ બીજુંકોઈ દ્રવ્ય હોતું જ નથી. કેમકેસૂત્રમાં જણાવ્યા મુજબ આકાશદ્રવ્ય એકજ છે.વિશેષ અપેક્ષાથી કલ્પના બુધ્ધિએ તેના બે ભાગ કરેલા છે. (૧)લોકાકાશ અને (૨)અલોકાકાશ.તેમાં લોકાકાશ અસંખ્યપ્રદેશ છે.જેટલા ભાગમાં ધર્મ-અધર્મદ્રવ્ય વ્યાપ્ત છે.અને તેને આશ્રીને રહેલ જીવ તથા પુદ્ગલદ્રવ્ય છે તેટલો ભાગ લોકાકાશ રૂપે ઓળખાય છે. તે સિવાયનો ભાગ અલોકાકાશ રૂપે ઓળખાય છે.
વાસ્તવમાં આકાશદ્રવ્ય અખંડ એવું એક જ છે.
# ગીવ અને પુરા6:-સૂત્રમાં આ રીતે ધર્મ-અધર્મ-આકાશ એ ત્રણને એક એક દવ્ય કહ્યા. તેથી જીવ અને પુદ્ગલ અનેક દ્રવ્ય છે તેવું સાબીત થઈ જ જાય છે.
જીવ પણ અનંત છે અને પુદ્ગલો પણ અનંત છે.તેમ જ પ્રત્યેક પુદ્ગલ અને પ્રત્યેક જીવની સત્તા પણ સ્વતંત્ર અને ભિન્ન ભિન્ન છે.
આ રીતે જૈનદર્શન વેદાન્તની માફક આત્મદ્રવ્યને એક વ્યકિતરૂપ માનતું નથી. ૪ સાધર્મ અને વૈધર્મ ની આ દ્રષ્ટિએ વિચારીએ તો -
ઘર્મ-અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યોમાં એક સંખ્યાની દ્રષ્ટિએ સમાનતા છે. પણ આ ત્રણે દ્રવ્યોનું જીવ અને પુદ્ગલ સાથે વૈધર્મ એટલે અસમાનતા છે
એ જ રીતે જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્યોમાં અનેક સંખ્યાની દ્રષ્ટિએ સમાનતા પણ તેની ધર્માદિ ત્રણ દ્રવ્યો સાથે અસમાનતા છે. પ્રશ્ન
0 પ્રશ્ન - કાશમ્ એવા સૂત્રથી કાર્ય થઈ શકત-તેને બદલે દ્રવ્યમાં એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org