________________
૧૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -ઉત્કૃષ્ટ ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે ઉત્કૃષ્ટ ગુણવાળા સ્નિગ્ધ પરમાણુનો બંધ થઈ શકે છે.
– ઉત્કૃષ્ટ ગુણવાળા રૂલ પરમાણુ સાથે ઉત્કૃષ્ટ ગુણવાળા રૂલ પરમાણુ ઓને બંધ થઈ શકે છે.
-આનો અપવાદ હવે પછીના સૂત્રમાં કહેલ છે.
–૭ જધન્ય ગુણવાળા અંશોના પરસ્પર બંધોનો જે નિષેધ કર્યો છે. તેનું કારણ એ જ કે તે પ્રકારનો પરિણામ પામવાની શકિત તે પુગલો માં હોતી નથી.
-૮આટલી લાંબી ચર્ચામાં એકવાતફલિત થાય છે તે ખાસસ્વીકારવી પડશે કે પ્રત્યેકપુદ્ગલમાં સ્નિગ્ધ અથવા રૂક્ષ સ્પર્શતો હોય જ છે. કોઇમાં સ્નિગ્ધ સ્પર્શોય તો કોઈમાં રૂક્ષ સ્પર્શ હોય.
હવે જે જે પુદ્ગલોમાં સ્નિગ્ધ અથવા રૂક્ષ ગુણ હોય તે-તે બધાં પુદ્ગલો કંઈ સ્નિગ્ધતા કે રૂક્ષતાની દૃષ્ટિએ ગુણથી સમાનજ નથી હોતા તેના ગુણોમાં [એટલેકે સ્નિગ્ધતા કે રૂક્ષતાની શકિતના અંશોમાં] તરતમતા હોય જ છે.
ફકત આ સૂત્ર તે તરતમતાની જધન્ય શકિત અર્થાત નિર્વિભાજય એવા જધન્ય અંશ ઉપર પ્રકાશ ફેકે છે.
સૂત્રકાર જે કહેવા માંગે છે તે એટલું જ છે કે આમાં જે જઘન્ય ગુણ અથવા એક અંશ] ગુણ પુદ્ગલ છે તેવા જધન્ય ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો બીજા જધન્ય ગુણ સ્નિગ્ધ પુદ્ગલ કે જધન્યગુણ રૂક્ષ પુદ્ગલ સાથે પરસ્પર સંશ્લેષ-જોડાણ અર્થાત્ બંધ થતો નથી.
એટલે કે તિ સિવાયના જધન્યતર પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. થઈ શકે છે તેમ સમજી લેવું.
0 []સંદર્ભ$ આગમ સંદર્ભઃ- આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર ૫:૩૬ માં છે. # તત્વાર્થ સંદર્ભ-શુગલાચ્ચેનામ્ સૂત્ર. ૫:૩૪ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ-દવ્યલોક પ્રકાશ સર્ગઃ ૧૧ શ્લોક ૨૮ U [9]પદ્ય- આ સૂત્રના બંને પદ્યો પર્વે સૂત્રઃ ૩રમાં અપાઈ ગયા છે.
[10] નિષ્કર્ષ - આ પૂર્વે ના સૂત્રમાં જણાવ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ પુલોનો પરસ્પર બંધ થાય છે અને આ સૂત્રમાં તેનો અપવાદ કરીને કહ્યું કે જધન્યગુણ વાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો બંધથતો નથી. અહીં આપણે જધન્ય શબ્દને પકડી લઈએ તો કેવો સુંદર મજાનો નિષ્કર્ષ આપણને સાંપડી શકે છે.
પરમ આત્મ સ્વરૂપની લીનતા વાળા જીવને ધર્મધ્યાન કેશુકલ ધ્યાનની વિશુધ્ધ ધારા ઉત્પન્ન થઈ હોય ધીમે ધીમે કર્મોની ક્ષીણતા થતી જતી હોય. જયારે જધન્ય સ્નિગ્ધતા રૂપ રાગ પણ ક્ષીણ થઈ જાય અને જધન્ય રૂક્ષતા રૂપષ પણ ક્ષીણ થઈ જાય ત્યારે જેમ જળ અને રેતીનો પરસ્પર આશ્લેષ-બંધ થતો નથી તેમ જીવને પણ કોઈ કર્મોની સાથે બંધ થતો નથી
અને જીવ દ્રવ્યનું સ્વસાથેનું એકપણું એ જઘન્ય ગુણ સદિશ એકપણા સમાન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org