________________
૧૦૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કાર્ય - કોઈ કારણ ના હોવાથી જેની ઉત્પત્તિ ન થાય તેને કાર્ય કહે છે.
આ વ્યાખ્યા મુજબ પરમાણુ કારણરૂપજ છે કેમકે તેના હોવાથી સ્કન્દની ઉત્પત્તિ થાય છે અને તેના ન હોવાથી સ્કન્ધોની ઉત્પત્તિ થતી નથી. પરમાણુ રૂપ કારણ હોવાથી જ કયણુક [બે અણુઓનો સ્કન્ધ આદિ કાર્યો થાય છે અર્થાત સ્કન્ધોની રચના થાય છે.
વળી પરમાણુ એ મૂળભૂત દ્રવ્ય છે કે જે કોઈનાથી ઉત્પન્ન થતું નથી માટે તે કાર્યરૂપ બની શકે જ નહીં સારાંશ એકે પરમાણુ કારણરૂપ છે કાર્યરૂપ નથી.
– તેવમ્ મ7--પરમાણુ એટલે પુદ્ગલનો છેલ્લામાં છેલ્લો અંશ. માટે જ તેને પરમ-અંતિમઅંશ અર્થાત્ પરમાણુ કહે છે.
છે તન્ય પરમાણુ અન્ય દ્રવ્ય કહેવાય છે. કેમ કે પુદ્ગલ દ્રવ્યનો પરમાણુ પછી તેનાથી નાનો કોઈ ભેદ કે વિભાગ થઈ શકતો નથી. આ રીતે કોઈપણ સ્કન્ધ રચનામાં તે છેલ્લામાં છેલ્લું કારણ બને છે.
પરમાણુ ને ઉપર કારણ દ્રવ્ય એટલા માટે જ કહ્યું છે કારણ કે અન્ય છે. બે પરમાણુના સંયોજનથી સ્કન્ધ બને છે. જે સ્કન્ધબેથી આરંભીને સંખ્યાત-અસંખ્યાત કે અનન્ત પરમાણુ ઓનો બનેલો હોય છે. અલબતસ્કન્ધસ્વરૂપે પરિણમેલા પરમાણુઓને પ્રદેશ કહ્યા છે. કેમકે છૂટો હોય તો પરમાણુ કહેવાય અને બધ્ધ હોય તો પ્રદેશ કહેવાય છે તે યાદ રાખવું
પરમાણુ ન હોય તો સ્કન્ધ રચના થાય જ નહીં, પણ પરમાણુ પોતે કોઈનો બનેલો નથી તે એક સ્વતંત્ર દ્રવ્ય દિવ્યા છે તેથી જ તેને અન્ય કહેલ છે.
આ અન્ય છિલ્લામાં છેલ્લા] અને કેવલી પણ જેના બે વિભાગના કરી શકે તેવા દ્રવ્ય રૂપ કારણ થી જ સ્કન્ધ રચના રૂપકાર્યની ઉત્પત્તિ કહેલી છે.
# સૂક્ષ્મ-સર્વધુ:, અતીન્દ્રિય: (ત સૂક્ષ્મ) આ પરમાણુ એટલો સૂક્ષ્મ છે કે તેનું જ્ઞાન આગમ થકી થઈ શકે છે. અથવા તો આત્મ પ્રત્યક્ષ જ્ઞાનથી જાણી શકાય છે. સામાન્ય જ્ઞાન થી જોઈ શકાતો નથી એટલે કે આ પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઈન્દ્રિયોથીતો થઈ જ શકતું નથી એનું જ્ઞાન આગમ કે અનુમાન પ્રમાણ થી જ થઈ શકે છે. આ રીતે ?
(૧)તે સૂક્ષ્મ હોવાથી કેવળજ્ઞાની જ તેને જોઈ શકે છે (૨)આગમ પ્રમાણ થી પરમાણુ હોવાની વાત જાણી શકાય છે.
(૩)અનુમાનથી કહીએતો-જેજે પૌદ્ગલિક કાર્યદૃષ્ટિગોચર થાય છે એ બધાં અકારણ છે. એ રીતે જે અર્દશ્ય અંતિમ કાર્ય છે તેનું પણ કારણ માનવું જ પડશે અને આ અંતિમ કારણ તે પરમાણુ દ્રવ્ય છે. એમઅનુમાન કરવાવડેપરમાણુને જાણી શકાય છે આમ અનેક પરમાણુ એકઠા થઈને ઘડો વગેરે કાર્યરૂપે પરિણમે ત્યારે દૃશ્યમાન થાય છે
(૪)બાકી સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયો ના જ્ઞાન વડે જોઈ શકાતો નથી
જ નિત્ય - તણાવ વ્યયતનિત્યમ્ આ પરમાણુને “નિત્ય' કહેવામાં આવેલ છે. અર્થાત્ પરમાણુનો કદાપી નાશ થતો નથી. તેના પર્યાયો બદલાય છે પણ પરમાણુ દ્રવ્ય પોતે મૂળભૂત રીતે કદાપી નાશ પામતુ નથી.
( પરમાણુ - આમ તો આ આખી અભિનવટીકા જ પરમાણુ વિષયક છે છતાં ભુપત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org