________________
૧૦૦
તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)પૃથ્વીકાય-મસૂરની દાળ જેવું શરીર પુલ (૨)અકાય-પરપોટા જેવું શરીરજુગલ (૩)તેઉકાય:-સૂચિકલાપ કે સોયના જથા જેવું શરીર પુદ્ગલ (૪)વાયુકાય -ધજા કે પતાકા સમાન શરીર પુદ્ગલ (૫)વનસ્પતિકાય:- કોઈ નિશ્ચિત આકાર રહિત ()વિકસેન્દ્રિય - હુંડક આકૃતિ સમાન શરીર પુદ્ગલ (૭)પંચેન્દ્રિય- છ પ્રકારે -1 સમચતુરમ્ર અર્થાત્ પ્રમાણ યુકત,
2 ન્યઝોધપરિમંડલ અર્થાત્ નાભિ ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ યુકત પણ નીચેના અવયવો હિનાધિક હોય,
3 સાદિ-નાભિથી નીચે પ્રમાણ યુકત પણ ઉપરનો ભાગ હિનાધિક હોય, 4 વામન-હૃય તથા પેટ સુલક્ષણ યુકત પણ હાથ-પગ-મસ્તક-ડોક કુલક્ષણા હોય, 5 કુન્જ-હાથ,પગ,મસ્તક,ડોક સુલક્ષણ યુકત પણ સ્ક્રય તથા પેટ કુલક્ષણા હોય,
6 હુંડક-અવ્યવસ્થિત અને સુંદરતારહિત સંસ્થાન-આછ પ્રકારમાં પંચેન્દ્રિયોની શરીર જૂદી જૂદી આકૃતિનો સમાવેશ થાય છે. - t મે - ભેદ એટલે વિશ્લેષ. પરસ્પરમાં સંયુકત થયેલા અનેક પદાર્થોનું પૃથક પૃથક થઈ જવું તેને ભેદ કહે છે.
–એક વસ્તુના ભાગ પાડવા તે ભેદ -એકત્વરૂપે પરિણત પુદ્ગલપિંડનો વિશ્લેષ કે વિભાગ થવો તે ભેદ -ભેદના પાંચ પ્રકારો સૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં કહ્યા છે.
(૧)ઔકરિક-ચીરવા કે ફાડવા થી થતું લાકડાં,પત્થર આદિનું ભેદન (૨)ચૌર્ણિક - કણ કણ રૂપે ચૂર્ણ થવું તે. જવઆદિનો લોટ કે સાથવો વગેરે (૩) ખંડ-ટૂકડા ટુકડા થઈ છૂટી જવું તે-જેમ કે ઘડાનના ઠીંકરા (૪)પ્રતર-પડનું છૂટા પડવું તે જેમ કે અબરખ,ભોજપત્ર,વર્તમાન કાળે પ્લાયવુડ (૫)અનુત્તરઃ- છાલ નીકળવી તે. - જેમકે વાંસ, શેરડી,ચામડી વગેરે.
૭-તમ-અંઘકાર. પ્રકાશનું વિરોધી અને દૃષ્ટિને પ્રતિબંધ કરવાવાળું પુદ્ગલ પરિણામ તે અંધકાર કે અંધારું કહેવાય છે.
-અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે. ખરેખર તે પ્રકાશના અભાવ રૂપ માત્ર નથી.
–જેમ કોઈ વસ્તુ અન્ય વસ્તુથી ઢંકાઈ જાય ત્યારે દેખાતી નથી તેમ અહીં અંધકારથી વસ્તુઓઢંકાઈ જાય છે તેથી આંખ સામે હોવાછતાં દેખાતી નથી. આ રીતે તે દૃષ્ટિનો પ્રતિબંધ કરવાવાળું હોવાથી નક્કી પુદ્ગલ સ્વરૂપ જ છે.
૮-છીયા - કોઈ પણ વસ્તુમાં બીજી વસ્તુની આકૃતિનું અંકિત થઈ જવું તે છાયા - પ્રકાશના ઉપર આવરણ આવવાથી છાયા ઉત્પન્ન થાય છે તે બે પ્રકારની છે. (૧) તડ્વર્ણ પરિણત અને (૨)આકૃતિ રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org