________________
૯૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * ઘાતકી ખંડમાં મેરુ-પૂર્વે જણાવ્યા મુજબ ઘાતકી ખંડમાં બે મેરુ આવેલા છે.
-જંબુદ્વીપના મેરની જ સીધી રેખામાં પૂર્વ તરફ એકમે છે જેને પૂર્વધાતકી ખંડનો મેરુ કહે છે અને પશ્ચિમ તરફ આવેલા મેરુને પશ્ચિમ ધાતકી ખંડનો મેરુ કહે છે.
– આ બંને મેરુમાં જંબુદ્વીપના મેરુની જેમજ ભદ્રશાલ-નંદન-સોમનસ-પાંડુકવન તથા તેમાં દરેકમાં ચાર-ચાર શાશ્વતા જિનાલય આદિ આવેલા છે પણ તેના માપો માં ફેરફાર છે
– આ બંને મેરુપર્વતોની ઉંચાઈ જમીન થી ૮૪000યોજન છે - તેમજ ૧૦૦૦યોજન જમીનની અંદર રહેલા છે.
– બંને મેરુનો વિસ્તાર જમીનમાં મૂળમાં ૯૫૦૦યોજન, જમીન ઉપર ૯૪૦૦ યોજન, શિખર પાસે ૧૦૦૦ યોજન છે.
– તેના દર દસ યોજને એક યોજન ઘટતા કર્ણગતિએ ઉપરનો વિસ્તાર ૧૦૦૦ યોજન થાય છે. કેમકે જમીનમાં ૯૫૦૦ યોજન છે હવે કુલ ૮૫000 યોજન ઉંચાઇ હોવાથી દર દસ યોજને એક યોજન ઘટાડો થતા ૮૫000 યોજને ૮૫OO યોજનાનો ઘટાડો થાય. તેથી ૯૫૦૦માંથી ૮૫૦૦યોજન ઘટાડો થતા શીખરે ૧૦૦૦યોજન વિસ્તાર રહે છે.
- ભદૂશાલવન ભૂમિ ઉપર આવેલું છે.
–પૃથ્વીતલથી ૫૦૦યોજન ઉપર જતાં નંદનવન આવે છે. જે વલયાકાર રહેલું છે. ૫૦૦યોજન વિસ્તારવાળું છે. ત્યાં મેરુનો વિસ્તાર ૩૫૦ યોજન છે. નંદનવન સિવાયનો વિસ્તાર ૮૩૫૦યોજન થાય છે. [બંને બાજુ ૫૦૦યોજન છે એટલે ૧૦૦૦ યોજન બાદ થઈ જશે
- નંદનવનથી પ૫૫00 યોજન ઉપર ગયા બાદ સોમનસવન આવે છે. જે ૫૦૦યોજન વિસ્તારવાળુ-વલયાકારે રહેલું છે. ત્યાં મેરુપર્વતનો બાહય વિસ્તાર ૩૮૦૦યોજન અને અંદરનો વિસ્તાર ૨૮૦૦યોજનનો છે.
– સોમનસવનથી ૨૮૦૦૦યોજન ઉપર ગયા બાદ મેરુ પર્વતના શિખર પાસે પાંડુકવન આવેલું છે. તે પાંડુકવનનો વિસ્તાર ૪૯૪યોજનનો છે.-મધ્યમાં ૧૨યોજન વિસ્તારમાં ચૂલિકા આવેલી છે. જે મૂળમાં ૧રયોજન અને ટોચે ૪ યોજનની છે.
જ ઘાતકી ખંડના ૧૪ ક્ષેત્રોનો વિસ્તાર– આ સર્વે ક્ષેત્રોની લંબાઈ [ઉત્તર-દક્ષિણ ચાર લાખની છે. -વિસ્તાર ત્રણ પ્રકારે છે. (૧)મુખ (૨)મધ્ય (૩)બાહય -પૂર્વે જણાવ્યા મુજબ યોજનના ૨૧૨ ભાગ સમજવા અર્થાત કુલ ૨૧૨ ભાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org