________________
અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૨
૯૭
૨-૨ ભાગવાળા બે લઘુહિમવંત ૮-૮ ભાગવાળા બે મહા હિમવંત ૩૨-૩૨ ભાગવાળા બે નિષધ ૩૨-૩૨ ભાગવાળા બે નીલવંત ૮-૮ ભાગવાળા બે રૂકિમ -૨ ભાગવાળા બે શિખરી.
એ રીતે કુલ ૧૬૮ વિભાગ છ[xર=બાર) પર્વતોના થશે.
આ પ્રમાણે ક્ષેત્રખંડ ૨૧૨ અને ગિરિખંડ ૧૬૮ મળીને કુલ ૩૮૦ ખંડોમાં આ ઘાતકી ખંડ વહેચાયેલો છે.
આ ઘાતકી ખંડમાં ઇષકાર પર્વત સિવાયના પ્રત્યેક પર્વત, ક્ષેત્ર,નદી,કુંડ, કૂટ વગેરે નામો જંબૂદ્વીપ અનુસારે જ જાણવા.
-જે રીતે જંબદ્વીપની સંજ્ઞા જંબુવક્ષ પરથી નક્કી થયેલી છે. તે રીતે ધાતકીવૃક્ષને આધારે આદીપની ધાતકીખંડ એવી સંજ્ઞા નક્કી થયેલી છે. અથવાબૃહત્ ક્ષેત્રસમાસમાં જણાવ્યા મુજબ -
-૧-જંબૂવૃક્ષ સરીખા ઘાતકી અને મહાઘાતકી નામના બે મહાવૃક્ષો ને આધારે આ દ્વિપનું ઘાતકી ખંડ નામ થયેલું છે.
-ર-અથવા ધાતકી ખંડ એવું ત્રણે કાળમાં શાશ્વત નામ છે.
દેખાવ – ઘાતકીખંડમાં બન્ને તરફ જે રીતે ક્ષેત્ર અને પર્વત રહેલો છે. તેને દૂરથી જોતા ચૌદ આરાવાળા ચક્ર જેવો ઘાતકી ખંડનો દેખાવ જણાય છે.-અથવા
-ત્યાં રહેલા છ-છ વર્ષધરોને પૈડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવી છે. કેમકે ચક્રમાં જે રીતે આરા હોય છે તે રીતે આ પર્વત ક્ષેત્રોની મધ્યમાં રહેલા છે. અને ચક્રમાં છિદ્રોને જે આકાર હોય છે તે રીતે અહીં ક્ષેત્રોનો આકાર છે.
જ ઈષકાર પર્વતઃ– ઇષ એટલે બાણ, બાણના આકારના સીધાબે લાંબા પર્વતો છે માટે તેને ઈષ્પાકાર/ઇષકાર પર્વત કહે છે.
– આ પર્વત દક્ષિણ ઉત્તર લાંબા છે. એટલે કે તેની લંબાઈ ધાતકી ખંડ જેટલી જ અર્થાત લાખ યોજન છે.
– આ પર્વતને લીધે ધાતકી ખંડ સ્પષ્ટ બે વિભાગમાં વિભાજીત થાય છે જેને પૂર્વધાતકી ખંડ-પશ્ચિમઘાતકી ખંડ કહે છે.
-દક્ષિણ અને ઉત્તર, બંને તરફ આવેલા ઈષકાર પર્વત બરાબર મધ્ય ભાગમાં જ આવેલાછે.-બને પર્વત-૫00યોજનઉંચા,પૂર્વપશ્ચિમ 1000 યોજનવિસ્તારવાળા,૪ લાખ યોજન ઉત્તર-દક્ષિણ લંબાઈવાળા છે.
-આ પર્વત ઉપર ચાર કુટ છે જેમાં સમુદ્ર તરફના કુટ પર એક એક શાશ્વત જિનાલય આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org