________________
૯૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
ચાર લાખ યોજનના વિસ્તારવાળો અને વલયાકાર એવો આ ધાતકીખંડ છે. -આ ઘાતકીખંડ બે લાખ યોજન વિસ્તારવાળો લવણસમુદ્રને ચારે તરફથી ઘેરીને રહેલો છે.અને તે ધાતકીખંડને ફરતો વલયાકાર એવો કાળોદધિ સમુદ્ર છે. -આઘાતકીખંડની દક્ષિણે તથા ઉત્તરે બે ઇક્ષુકાર પર્વત રહેલો છે. જે ધાતકીખંડના બે સરખા ભાગ કરે છે.
આબંને ઇક્ષુકારપર્વત ૧૦૦યોજન પહોળા, પયોજન ઊંચાં અને ચાર લાખ યોજન લાંબા છે. [તનું વિશેષ સ્વરુપ આગળ કહેવાશે.]
-ઉત્તર અને દક્ષિણમાં આવેલ આ ઇક્ષુકાર પર્વતનો એકભાગ લવણ સમુદ્રને સ્પર્શે છે. અને બીજો ભાગ કાલોદધિ સમુદ્રને સ્પર્શે છે. તેના પરિણામે પૂર્વ-ધાતકીખંડ અને પશ્ચિમધાતકખંડ એવા સ્પષ્ટ બે વિભાગો થઇ જાય છે.
-- જંબુદ્ધીપની જેમજ અહીં પૂર્વધાતકીખંડમાં ૭ મહાક્ષેત્ર અને ૬ મહાપર્વત છે. એજ રીતે પશ્ચિમધાતકીખંડમાં પણ એવા જ ૭ મહાક્ષેત્ર તથા ૬ મહાગિરિ [પર્વત] છે. -આ રીતે ઘાતકીખંડમાંઃ
૨-મેરુ, ૨-ભરતક્ષેત્ર,૨-હેમવંતક્ષેત્ર,૨-હરિવર્ષ,૨-મહાવિદેય,૨-મ્યક, ૨-હૈરણ્યવંત, ૨-ઐરાવત એ રીતે સાતે ક્ષેત્રો બે-બે હોવાથી કુલ ૧૪મહાક્ષેત્રો આવેલા છે.
એ-જ-રી-તે - ૨-લઘુહિમવંત પર્વત,૨-મહા હિમવંત પર્વત, ૨-નિષધ પર્વત, ૨-નીલવંત પર્વત, ૨-રુકિમ પર્વત, ૨-શિખરી પર્વત એમ કુલ ૧૨ મહાગિરિ [પર્વતો આવેલા છે.
-જંબુદ્વિપની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે.તેમ અહીંપણ પૂર્વધાતકી ખંડના મધ્યમાંએક મેરુઆવેલોછે.અનેપશ્ચિમધાતકી ખંડના મધ્યમાંપણએવોજ એક મેરુઆવેલોછે. અર્થાત-પૂર્વ પશ્ચિમ બંને દિશામાં એક એક મેરુ હોવાથી ઘાતકીખંડમાંબે મેરુ છે.
-૧૯૦ખંડ પ્રમાણ- જંબુદ્વિપમાં ૧૯૦ખંડ પ્રમાણ ગણેલા હતા તેથી અહીં ધાતકી ખંડના પૂર્વ વિભાગે ૧૯૦અને પશ્ચિમ વિભાગે ૧૯૦ખંડ થાય પણ અહીં આ ભૌગોલિક ગણિત થોડું જૂદુ રીતે દર્શાવેલ છે.
-ક્ષેત્રોને માટે અહીં ૨૧૨ વિભાગ જણાવેલા છે. આ રીતે
૧-૧ ભાગવાળા બે ભરત ૧૬-૧૬ ભાગવાળા બે હરિવર્ષ ૧૬-૧૭ ભાગવાળા બે રમ્યક ૧-૧ ભાગવાળા બે ઐરાવત
એ રીતે કુલ ૨૧૨ વિભાગ સાત [ ૭ X ૨-ચૌદ] ક્ષેત્રોના થશે. (પર્વત)ગિરિને માટે કુલ ૧૬૮ વિભાગ જણાવેલા છે તે આ રીતે
Jain Education International
૪-૪ ભાગવાળા બે હિમવંત ૬૪-૬૪ ભાગવાળા બે મહા વિદેહ ૪-૪ ભાગવાળા બે બે હૈરણ્યવંત
For Private & Personal Use Only
www.jainelibrary.org