________________
૯૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [9] પદ્યઃ (૧) સૂત્ર – ૧૧, ૧૨, ૧૩નું સંયુકત પદ્યઃ
ક્ષેત્ર સપ્તક પાડી જુદાં આપનારા ગિરિધરા જંબૂઢીપે ષ કહયા છે સાંભળો ચિત્ત ગુણરા પૂર્વ પશ્ચિમ દીર્ઘસારા નામ સુંદર જેહના એક પછી વળી એક બોલું સૂણજો થઈ એકમના પ્રથમ ગિરિનું નામ હિમવત નામ બીજું સુણતાં મહાહિમવત દય ધારે નિષધ ત્રીજું બોલતા નામ ચોથું નીલવંતજ પંચમું રૂકમી ગણું શિખરી છઠું નામ વદતાં મોહના મર્મ જ હણું જંબૂઢીપે સાત ક્ષેત્રો છની સંખ્યા ગિરિતણી ઘાતકી ખંડ દીપ બીજે બમણી સંખ્યા સૂત્રે ભણી પુષ્કર નામે દ્વીપ અર્થે ધાતકી વત જાણવી
જબૂદ્વીપ થી સર્વ વસ્તુ દ્વિગુણી અવધારવી (૨) હિમમતાહિમ નિષધ નીલને રૂકમી શિખરી વર્ષધરો
છ સંખ્યામાં પર્વતતેઓ વચ્ચે રહેતા વંશધરો U [10] નિષ્કર્ષ જંબૂઢીપ સંબધિ આ ત્રણે સૂત્રો ૯-૧૦-૧૧ ની સૂક્ષ્મ વિચારણા કરતા લોકનું અદ્ભુત સ્વરૂપ જણાય છે. ખરેખર આ જીવ આ પ્રત્યેક ભૂમિને જન્મસમયે ધારણ કરી હશે.છતાં વર્તમાનકાળે એકનાના મકાનમાં પણ કેટલોમોહરો છે? આવા શાશ્વતા પદાર્થો જાણવા છતાં અશાશ્વત પદાર્થોની આસકિત છૂટતી નથી. શાશ્વત જિનાલયોને જાણવા છતાં અરિહંતો પરત્વેની શ્રદ્ધા દૂઢથતી નથી. તે ખરેખર મિથ્યાત્વનો ઉદય જજાણવો. સમ્યદર્શન પામેલો જીવ આવાઆવા પદાર્થોના ચિંતવન થકી ભગવદ્વાણીમાં દ્રઢ શ્રધ્ધાવાન્ થઈ અવશ્ય મોક્ષમાર્ગને પરિવરનારો બને.
0 0 0 0 0 અધ્યાય : ૭ - સત્ર : ૧૨)
[1] સૂત્ર હેતુઃ આ સૂત્ર થકી સૂત્રકાર ઘાતકી ખંડ ના ક્ષેત્રો અને પર્વતોનું પ્રમાણ દર્શાવે છે.– જેબૂદ્વીપના વર્ણન પછી અનન્તર એવા અન્ય દ્વીપના વર્ણનના હેતુથી આ સૂત્ર બનાવેલ છે.
[2] સૂત્ર મૂળઃ ધિતીલકે 1 [3] સૂત્ર પૃથક દિ: ઘાતકી-que
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org