________________
७८
માનેલો છે. આ હિસાબથી મેરુ બધા ક્ષેત્રો ની ઉત્તર દિશામાં પડે છે .
– કેમકે—લોકમાં એવો વ્યવહાર છે કે જે તરફ સૂર્યનો ઉદય થાય તે દિશાને પૂર્વ દિશા સમજવી. અને બરાબર તેની સામેની દિશાને પશ્ચિમ દિશા સમજવી.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
– પૂર્વ દિશાથી જમણી બાજુએ – જયાં કર્કથી માંડીને ધન સુધીની છ રાશિઓ ગોઠવાયેલી છે તેને દક્ષિણ દિશા કહે છે અને મકરથી લઇને મિથુન સુધીની છ રાશિઓ જયાં વ્યવસ્થિત છે તેવી પૂર્વની દિશાની ડાબી બાજુની દિશાને ઉત્તર દિશા કહે છે.
– આ વ્યવહાર મુજબ દરેક ક્ષેત્રોવાળાને ઉત્તર દિશામાં મેરુ આવે. તે આ રીતેઃભરત ક્ષેત્રમાં જે દિશામાં સૂર્યોદય થાય છે. તેનાથી બિલકુલ વિપરીત દિશામાં—ઐરાવત ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે. આથી બંને ક્ષેત્ર માં પૂર્વ તરફ મુખ રાખતાં મેરુ પર્વત ડાબી બાજુએ અર્થાત્ ઉત્તર દિશામાં જ આવે છે. પરંતુ આ કથન વ્યવહાર માત્રથી છે. આ રીતે મેરુને ઉત્તરમાં માનતા બધાં ક્ષેત્રો માં પૂર્વાદિ દિશા બદલાયા કરશે. કેમકે જે તરફ સૂર્ય ઉગશે તે પૂર્વ દિશા થશે. નિશ્ચયથી તો લોકના મધ્ય ભાગમાં જે રુચક પ્રદેશ છે તેને આધારેજ દિશાનો નિયમ કહયો છે. રુચક ના આઠ પ્રદેશ જ ચાર દિશા અને ચાર ખૂણાનો નિયમ બતાવે છે. પણ આ નિયમથી મેરુ પર્વત ઉત્તરમાં જ રહે તે વાત બની શકશે નહીં.
] [8] સંદર્ભ:
♦ આગમસંદર્ભ: નવ્રૂદ્દીને સત્તવાસા પછળતા તં નહા મરહે વતે હેમવતે દેરન हरिवासे रम्यवासे महाविदेहे * સ્વાસ્યા.પૂ.ધ તત્ત્વાર્થ સંદર્ભ : વિશેષ વર્ણન માટે જુઓ ૪.રૂ.સૂત્ર-૧૧ અન્ય ગ્રન્થ સંદર્ભઃ
(૧) લઘુસંગ્રહણી ગા. ૪
(૨) ક્ષેત્ર લોક પ્રકાશ – સર્ગ ૧૫ શ્લો ૨૫૮ થી ૨૬૦ (૩) બૃહત્ ક્ષેત્ર સમાસ ગાથા ૨૨-૨૩ (૪) લઘુ ક્ષેત્ર સમાસ ગા. ૨૩
[] [9] પદ્યઃ
(૧)
(૨)
Jain Education International
જંબુદ્રીપે ભરત નામે ક્ષેત્ર પહેલુ " સુંદરુ, હૈમવંત જ ક્ષેત્ર બીજું યુગલિકને સુખ કરું હરિવર્ષ નામે ક્ષેત્ર ત્રીજું ચોથું ક્ષેત્રજ જયવરું નામથી તે પુણ્યવંતુ મહાવિદેહ મંગલકરું ભરત હૈમવંત રવિદેહને રમ્યક વર્ષા ક્ષેત્ર રહયા
For Private & Personal Use Only
www.jainelibrary.org