________________
૭૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા યોજનનો વિસ્તાર છે.
– જયાં સૌમનસ વન આવેલું છે ત્યાં મેરુનો વિસ્તાર ૩૨૭૨ ,,યોજનનો છે. અને વન સહિતના વિસ્તાર૪૨૭૨, યોજનાનો છે. – આ વનમાં પણ પૂર્વાદિ ચારે દિશામાં એક એક સિદ્ધાયતન જિનમંદિર આવેલું છે.
(૪) પાંડુક વનઃ સૌમનસ વનથી મેરુ પર્વતમાં ઉપર ૩૬૦૦૦યોજન જઇએ એટલે પાંડુકવન આવે છે ત્યાં મેરૂ પર્વતની ૧લાખ યોજન હદ પુરી થાય છે. આ વન વૃત્તાકાર છે. મેરુ પર્વતને ચારે તરફ વીંટીને રહેલુ છે તેનો વિસ્તાર ૪૯૪યોજનનો છે.
– અહીં મેરુપર્વત નો વિસ્તાર ૧૦૦૦ યોજનનો કહ્યો છે. તેમાં મધ્યમાં ૧૨ યોજન ચૂલિકાના છે તે બાદ કરીએ એટલે ૯૮૮ યોજન થયા તેના અડધા કરતા ૪૯૪ યોજનનો ઘેરાવો થાય. માટે વનનો વિસ્તાર ૪૯૪ યોજન કહયો છે.
– આ પાંડુક વનમાં પણ ચારે દિશામાં એક-એક જિનાલય આવેલું છે. વિધાચારણ-જંઘા ચારણ મુનિઓ અહીંથી આગળ વધી શકતા નથી.
-પાંડુકવનની બીજી વિશેષતા એ છે કે-મધ્યમાં રહેલી ચૂલિકાથી ચારે દિશામાં એક-એક શિલા આવેલી છે જયાં પ્રભુનો જન્માભિષેક થાય છે.
–આશિલા૪યોજન ઉંચી-જાડી, ૫૦૦યોજન લાંબી, ૨૫૦યોજન પહોળી છે. તે સર્વે સફેદ સુવર્ણમય છે. અર્ધચંદ્રાકાર છે. તે દરેકનો અર્ધ ગોળાકાર ભાગ ચૂલિકા તરફ અને સીધો ભાગ પોતપોતાના ક્ષેત્ર તરફ બહારની દિશામાં રહેલો છે.
– ચારે શિલા ઘનુષાકારે રહેલી છે. તેમાં પૂર્વ દિશામાં રહેલી શિલાનું નામ પાંડુકંબલા, દક્ષિણ દિશામાં રહેલ શિલાનું નામ અતિપાંડકંબલા, પશ્ચિમ દિશામાં રહેલી શિલાનું નામ રકતકંબલા અને ઉત્તર દિશામાં રહેલી શિલાનું નામ અતિરકત કંબલા છે.
– આ ચારે શિલાના મધ્ય ભાગમાં મનોહર સિંહાસન આવેલા છે. જેમાં પૂર્વપશ્ચિમ શિલા ઉપર બે-બે સિંહાસન છે. અને ઉત્તર દક્ષિણની શિલા પર એક એક સિંહાસન છે.- આ છ એ સિંહાસનો સર્વ રત્નમય, ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ધનુષ પહોળાં અને ૪ ધનુષ ઉચા છે.
– ઉત્તર દિશાના અતિરકતકમ્બલાના સિંહાસન પર ઐરાવત ક્ષેત્રના તીર્થંકર પ્રભુનો જન્માભિષેક થાય છે. દક્ષિણ દિશાના અતિ પાંડકંબલાના સિંહાસન પર ભરતક્ષેત્રના તીર્થકાર પ્રભુનો જન્માભિષેક થાય છે.
જયારે પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનુક્રમે પાંડુકંબલા તથા રકત કંબલા બંને સિંહાસનોઉપર પૂર્વના તથા પશ્ચિમના મહાવિદેહના તીર્થકરોનો જન્માભિષેક થાયછે. મહાવિદેહ ક્ષેત્રનીજે દિશા અને ભાગમાં પરમાત્માનો જન્મ થાય તે દિશા અને ભાગમાં રહેલા સિંહાસન ઉપર તે પરમાત્માને અભિષેક માટે લઈ જવાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org