________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૯
૭૩
(૧) પ્રથમકાંડ- ૧૦00 યોજનાનો- જમીનમાં છે અને તે શુધ્ધ પૃથ્વી-પથ્થરો, વજ-હીરા, કાંકરામય બનેલો છે.
(૨) બીજો કાંડઃ-જમીનથી સૌમનસવનસુધીનો દ8000યોજનનો બીજો કાંડ છે. જે સ્ફટીક રત્ન- અંકરન-રૂપુ-સુવર્ણમય છે.
(૩) ત્રીજો કાંડ સૌમનસવન થી શિખર સુધીનો ૩૬૦૦૦યોજનનો ત્રીજો કાંડ છે – જે જાંબૂનદમય-સુવર્ણમય છે અને કંઈક લાલ વર્ણનો છે. અથવાતો તપેલા સોના જેવો હોવાથી રકત સુવર્ણમય પણ કહેવાય છે.
- પર્વત ના ત્રણે કાંડની ઉપર અને ત્રણે કાંડ સિવાયની વૈર્યરત્ન મય ચૂલિકા છે જે૪૦યોજન ઉચી છે આથી સંપુર્ણ મેરૂ પર્વતની ઉંચાઈ ૧લાખ યોજન ઉપરાંત ચૂલિકા સહિત બીજા ૪૦યોજનની પણ છે.
– મેરુપર્વતમાં ચારવન: ગોપૂરછ સંસ્થાન વાળા આ મેર પર્વતમાં ચાર વન છે. જેના નામ અનુક્રમે – ભદૂશાલ વન, નંદનવન, સૌમનસવન, પાંડુક વન છે.
(૧) ભદુશાલવનઃ સમભૂતલા પૃથ્વી ઉપર, મેરુ પર્વતની આસપાસ આવેલું આ વન છે.
– આ વન ની લંબાઈ કુલ ૫૪000 યોજન ગણાય, જેમાં વચ્ચે ૧૦૦૦૦ યોજનના વિસ્તાર વાળા મેરુ પર્વતને બાદ કરતા પૂર્વ-પશ્ચિમ બંને તરફ ૨૨000૨૨૦૦૦ યોજનનો વિસ્તાર છે.
- વચ્ચેના મેર સિવાય-ઉત્તર દક્ષિણ તરફ ૨૫૦-૨૫૦ યોજનનો વિસ્તાર છે.
– શીતા-શીતોદા મહાનદી, મેરુ પર્વત અને ૪ ગજદંતા પર્વતના કારણે આ ભદૂશાલ વન આઠ ભાગમાં વહેંચાઈ જતુ દેખાય છે.
– મેર પર્વત થી ચારે દિશામાં ૫૦-૫૦યોજનના અંતરે એક-એક એવા કુલ ચાર સિદ્ધાયતન [જિન મંદિર અહીં ભદ્રશાલ વન માં આવેલા છે.
(૨) નંદન વનઃ મેરુ પર્વત ઉપર જમીન થી ૫૦૦યોજન ઉંચાઈએ જતા નંદન નામે વન આવેલું છે. –આવનવૃતાકાર છે. ૫૦યોજનના વિસ્તાર છે. મેરુ પર્વતને વીંટાઈને રહેલું છે.
- ત્યાં મેરપર્વતનો વિસ્તાર ૮૯૫૪, યોજનાનો છે. અને નંદનવન સહિતનો વિસ્તાર ૯૯૫૪, યોજનાનો છે.
આ વનમાં પણ પૂર્વાદિ ચારે દિશામાં એક-એક સિદ્ધાયતન જિનમંદિર આવેલું છે
(૩) સૌમનસ વનઃ મેરુપર્વતમાં નંદનવન થી ઉપર દર૫00 યોજન જઈએ ત્યારે સૌમનસ વન આવે છે જયાં મેરુનો બીજો કાંડ પૂરો થાય છે.
–આ વન પણ વૃત્તાકાર છે. મેરુ પર્વતને ચારે તરફ વીંટીને રહેલુછે. તેનો ૫૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org