________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – આ પર્વત મૂલમાં વિસ્તારવાળો, મધ્યમાં ટૂંકો, ઉપર પાતળો ગાયના પૂંછડા આકારે રહેલો છે.
$ પહોડાઈ – આ મેરૂ પર્વત જમીનમાં તદ્ નીચે મૂળમાં ૧૦૦૯૦/૧, યોજન વિસ્તાર વાળો છે, જમીનના તળ પાસે ૧૦,૦૦૦ યોજના ના વિસ્તારવાળો છે અને ઉપર ૧૦૦૦ યોજન વાળો છે.
-જયાં ચૂલિકાનીકળે છે. તેની ચારે તરફ પાંડુકવન છે. તે જગ્યાએ તેનો વિસ્તાર ૧૦૦૦યોજન છે. તેનામધ્યભાગે ચૂલિકા રહેલી છે.
૪ ચૂલિકા – આ ચૂલિકા ૪૦ યોજન ઉંચી છે જેનો વિસ્તાર નીચે ૧૨ યોજન, મધ્યમાં ૮ યોજન અની ટોચે ૪ યોજન છે.
# ઉચાઇ:- મેરૂ પર્વતની ઉંચાઈ કુલ ૧,૦૦,૦૦૦યોજનની છે. જેમાં ૧૦00 યોજન જમીનમાં નીચે છે અને ૯૯000 યોજન ઉંચાઈ જમીન થી ઉપર છે.
લોક – મેરૂ પર્વત ત્રણ લોકમાં વહેચાયેલો છે. (૧) અધોલોકમાં તે ૧૦૦ યોજન રહેલો છે. (૨) તિછલોકમાં તે ૧૮૦૦ યોજન રહેલો છે. (૩) ઉદ્ગલોકમાં તે ૯૮૧૦૦ યોજન રહેલો છે. તે આરીતે - તીછલોકમાં સમભૂલા પૃથ્વીથી ૯૦૦યોજનનીચે અને ૯૦૦યોજન ઉપર છે. - મેરૂ પર્વત જમીનમાં ૧૦૦૦યોજન રહેલો છે -પરિણામે તેનો ૯૮%યોજન તિથ્વલોકમાં અને ૧૦૦યોજન અધોલોકમાં જશે.
-મેરૂ પર્વત કુલ ૯૯૦૦૦યોજન ઉંચો જમીન ઉપર છે. તેથી તેમાંના ૯૦૦યોજન તીલોકમાં જશે બાકીનો મેરૂ ૯૮૧૦૦યોજન ઉદ્ગલોકમાં જશે તોછલોક ૧૮૦૦ યોજનનો હોવાથી જમીન ઉપરના ૯૦૦અને જમીન નીચેના ૯૦૦મળીને કુલ ૧૮૦૦ યોજન થઈ જશે
છે હાનિઃ-મેરૂ પર્વત ને પૂર્વાચાર્યોએ ગોપુરચ્છા કારે રહેલો ગોળાકાર પર્વત કહ્યો છે. તે જમીન ઉપર ૧૦,૦૦૦યોજન છે. શીખર પાસે ૧૦૦૦યોજન છે. અર્થાત્ક્રમશઃ તેનો વિસ્તાર ઘટતો જાય છે. આ ઘટાડા માટે શાસ્ત્રીય માપ દર ૧૧ યોજને ૧ યોજના ઘટે છે તેમ કહ્યું છે. કેમકે જમીનથી તેની ઉંચાઈ ૯૯૦૦૦યોજનની છે. આ૯૯૦૦૦ જેટલી ઉંચાઈ સુધીમાં તેનો વિસ્તાર [૧૦૦૦૦ નીચે -૧૦૦૦ ઉપર] ૯૦૦૦યોજન ઘટે છે. તેથી પ્રત્યેક ૧૧ યોજન-યોજન ઘટાડાનું ગણીત થઈ જ જશે.
-વનની મેખલા માં એક સામટી ઘણી જ હાનિ જોવા મળે છે તેને અપવાદ રૂપ ગણવી. અને કર્ણ ગતિએ જ દર ૧૧ યોજને ૧યોજન ઘટાડતા જવું
ત્રણ કાંડ – મેરૂ પર્વત ના ત્રણ કાંડ–એટલેકે ત્રણ વિશિષ્ટ ભાગો ગણાવેલા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org