________________
અધ્યાયઃ ૩ સરઃ ૯
se
તેની પરિધિ એટલે કે ચારે તરફનો ઘેરાવો ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્તાવીસ યોજન, ત્રણ કોશ, એકસો અઠાવીસ ઘનુષ, સાડાતેર આંગળ,પાંચ જવ અને એક જૂ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે.
નોંધ જૂજવ-આંગળ વગેરે માપ આજ પ્રબોધટીકામાં હવે પછી કહેવામાં આવશે.
-આ જંબૂદ્વીપનું ક્ષેત્રફળ-૭૯૦ ક્રોડ, ૫૬ લાખ, ૯૪ હજાર, ૧૫૦ યોજન, પોણાબે કોસ, ૧૫-ધનુષ, અઢીહાથ પ્રમાણ છે. અર્થાત જંબુદ્વીપના ચોરસખંડો આટલી સંખ્યામાં યોજન પ્રણાણ થાય છે. [કો-ધનુષ વગેરે વધારાના જાણવા
-આજમ્બુદ્વીપ૯૯હજારયોજનથી કંઈક અધિકઉંચો છે. અને એકહજારયોજન નીચો–(જમીનમાં) છે આ રીતે ઉર્ધ્વ-અધઃનો સરવાળો કરતા એક લાખયોજન પ્રમાણ થી કંઈક અધિક છે.
અહીં ૧૦૦૦યોજનનીચો કહ્યો-તેનું કારણ એ છે કે પૃથ્વી પશ્ચિમ દિશામાં ધર્મા (રત્નપ્રભા) નારકી તરફ ઘટતી જાય છે. તે અનુક્રમે બેઉ વિજયોમાં સમભૂતળથી એક હજાર યોજન નીચી ઉતરે છે. ત્યાં અધોલોક ગ્રામો આવેલા છે. અને તે સર્વમાં આ દ્વીપ નો વ્યવહાર હોવાથી એની એટલી ઉંડાઇ કહેવાય છે.
વળી જમ્બુદ્વીપમાં જે-જે તીર્થંકરો થાય છે. એમનો મેરૂ પર્વતના પાંડુકવનની શિલા ઉપર અભિષેક કરવામાં આવે છે. માટે જમ્બુદ્વીપનો તે સ્થળ સુધી વ્યવહારગણીને તત્ત્વજ્ઞાનીઓએ એની ઉંચાઈ ૯૯૦૦૦યોજન કહી છે.
તેથી કરીને જળાશય કેપર્વતની જેમ જમ્બુદ્વીપની પણ ઉંડાઈ અને ઉંચાઈ કહેયા છે.
“શ્રી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ “સૂત્રમાં પણ કહ્યુ છે કે- જમ્બુદ્વીપ સમભૂતળ થી એક હજાર યોજન નીચો છે. અને ૯૯૭૦૦યોજનથી કંઈક વિશેષ-એટલો ઉંચો છે. એ રીતે એની કુલ ઉંચાઈ ૧ લાખ યોજનાથી કંઈક અધિક છે.
-આજમ્બુદ્વીપ વસ્તુતઃ પૃથ્વી અને જળનાં, જીવ તથા પુદ્ગલનો બનેલો છે. કેમકે પૃથ્વી અને જળનાં-જીવ તથા પુદ્ગલો નુંજ આવું પરિણામ હોય છે.
– આ જમ્બુદ્વીપ દ્રવ્ય થી શાશ્વતો છે અને પર્યાયથી અર્થાત્ વર્ણ, ગંધ રસ તથા સ્પર્શરૂપ પર્યાયોથી અશાશ્વતો છે.
આજબૂદ્વીપને ફરતો વજમણીમય કોટ આવેલો છે. જે આગમમાં જગતના નામે ઓળખાય છે. આ કોટ/જગતનો આકાર ગાયના પુંછડા જેવા છે. તેનો વિસ્તાર મૂળમાં બાર યોજનાનો છે. અને તેની ઉંચાઈ આઠ યોજન છે.
જમ્બુદ્વીપની આજગતી એટલે કે કોટની પ્રત્યેકદિશાએ એકેકદ્વારછે જે ચારે નામ નામ અનુક્રમે (૧) પૂર્વમાં વિજય (ર)દક્ષિણમાં વૈજયન્ત (૩) પશ્ચિમમાં જયન્ત (૪) ઉત્તરમાં અપરાજીત એ પ્રમાણે છે-મેરૂ પર્વત થી પૂર્વ દિશામાં ૪૫૦૦૦યોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org