________________
S૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ અસંખ્યાત– નવ પ્રકારઃ -૧-જધન્ય પરિત્ત અસંખ્યાતુઃ ઉત્કૃષ્ટ સંખ્યાતામાં એક ઉમેરવાથી જધન્ય પરિત્ત અસંખ્યાતુ કહેવાય.
- - મધ્યમ પરિત્ત અસંખ્યાતુ: ઉત્કૃષ્ટ સંખ્યામાં બે ઉમેરીએ અને–ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતામાંથી એક બાદ કરીએ ત્યાં સુધીની બધી સંખ્યા તે મધ્યમ પરિત અસંખ્યાતુ.
-૩- ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુઃ ઉત્કૃષ્ટસંખ્યાતાનો રાશી અભ્યાસ કરતાં જેસંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુ કહેવાય છે.
– રાશી અભ્યાસ એટલે શું?
જે સંખ્યાનો રાશી અભ્યાસ કરવો હોય તે સંખ્યાને , તે સંખ્યાથી તેટલી વાર ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તે સંખ્યાનો રાશી અભ્યાસ કહેવાય.
ઉદાહરણ તરીકે પાંચનો રાશી અભ્યાસ કરવો છે તો –
પાંચને પાંચ વડે પાંચ વખત ગુણવા જોઈએ – અર્થાત – પyપ = ૨૫, ૨૫ x ૫ = ૧૨૫, ૧૨૫*૫ = $૨૫,૨૫૫ = ૩૧૨૫, એટલે કે (૧) પ૪૧ = ૫ (૨) પ૪પ = ૨૫ (૩) ૨૫૪૫=૧૨૫
(૪) ૧૨૫૪૫=૪૨૫ (પ) ૨૫૫=૩૧૨૫ થયા. અહીં પાંચનું જે દ્રષ્ટાન્ન આપ્યુ તે રીતે (૧) ઉત્કૃષ્ટ સંખ્યાને (૨) ઉત્કૃષ્ટ સંખ્યા વડે (૩) ઉત્કૃષ્ટસંખ્યાતી વાર ગણવાથી જેસંખ્યા આવે તેમાં એક ન્યૂનએ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતુ કહેવાય.
-૪- જધન્ય યુકત અસંખ્યાતુઃ પરિત્ત ઉત્કૃષ્ટ અસંખ્યાતની સંખ્યામાં એક ઉમેરતાં જધન્ય યુકત અસંખ્યાતુ કહેવાય.
-પ-મધ્યમ યુકત અસંખ્યાતુ: જધન્ય યુકત અસંખ્યાતામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટયુકત અસંખ્યાતમાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમયુકત અસંખ્યાતું કહેવાય.
-- ઉત્કૃષ્ટ યુકત અસંખ્યાતુઃ જધન્ય યુકત અસંખ્યાત સંખ્યાનો રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટયુક્ત અસંખ્યાતુ કહેવાય.
-૭- જધન્ય અસંખ્યાત અસંખ્યાતુ: જધન્ય યુકત અસંખ્યાત સંખ્યાનો રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યાને જધન્ય અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય.
-૮-મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ જધન્ય અસંખ્યાત અસંખ્યાતાની સંખ્યામાં એક ઉમેરતા અને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતાની સંખ્યામાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય. - -- ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ જધન્ય અસંખ્યાત અસંખ્યાતાની સંખ્યાનો રાશી અભ્યાસ કરતાં જેસંખ્યાઆવે તેમાં એકજૂનસંખ્યાને ઉત્કૃષ્ટઅસંખ્યાત અસંખ્યાતુ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org