________________
૬૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ક્રમશઃ એકએક દ્વીપસમુદ્રમાં એક-એકદાણો નાખતાં જાય. જયાંતે બીજો પ્યાલો ખાલી થાય. ત્યાં જે દ્વીપ સમુદ્ર રહેલ હોય તેટલા વિસ્તાર વાળો ત્રીજો પ્યાલો લે.
ત્રીજી વખતનો પ્યાલો શિખા સુધી ભરીએ ત્યારે સાક્ષી તરીખે એક દાણો શલાકા પ્યાલામાં નાખવો.
ત્રીજો ભરેલો પ્યાલો પાછો ઉપાડી એક-એક દાણો આગળ આગળના દીપસમુદ્રમાં નાખતાં જવો. એ રીતે તે પ્યાલો જયાં ખાલી થાય, ત્યાં તે દ્વીપકેસમદ જેટલા વિસ્તાર વાળો પ્યાલો શિખા સહિત સરસવ દાણાથી ભરી, એક દાણો શલાકા નામના પ્યાલામાં નાખવો એટલે શલાકા નામના પ્યાલામાં બે દાણા થયા.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે દરેક દ્વીપ-સમુદબમણાં-બમણાં વિસ્તાર વાળો છે. એટલે તે પ્રમાણે અનવસ્થિત પ્યાલો જયાં ખાલી થાય, ત્યાં તેટલાં જ મોટા વિસ્તારવાળો પ્યાલો લેવાનો છે. આથી દરેક વખતે અનવસ્થિત પ્યાલો ઘણા ઘણા મોટા વિસ્તાર વાળો બનતો જશે.
જયારે ઊંડાઈ તો દરેક વખતે એક હજાર યોજન, જગતી આઠયોજન અને વેદિકા બે ગાઉની જાણવી.
આ રીતે અનવસ્થિત પ્યાલો વારંવાર ભરતા જવો – જયાં ખાલી થાય ત્યાં એક-એક દાણો શલાકા નામના પ્યાલામાં નાખતો જવો. – અનવસ્થિત પ્યાલો જે દ્વીપ કે સમુદ્ર પાસે ખાલી થાય ત્યાં તે દ્વીપ કે સમુદ્ર ના વિસ્તાર વાળો પ્યાલો લેતો જવો. – આમ કરતા એક તબકકે શલાકા નામનો પ્યાલો શિખા સહિત ભરાઈ જશે.
શલાકા પ્યાલો-જયારે શલાકા પ્યાલો ભરાઈ જાય ત્યારે ત્યાં જે દ્વીપકે સમુદ્ર હોય તેટલા વિસ્તાર વાળો અનવસ્થિત પ્યાલો સરસવથી ભરીને ત્યાં મૂકી રાખવો. અને શલાકા નામના બીજા પ્યાલાને ઉપાડીને તેમાંનો એક એક દાણો આગળ આગળ ધપસમુદ્રમાં નાખતા શલાકા પ્યાલો ખાલી થાય ત્યારે સાક્ષી તરીકે એક દાણો ત્રીત્ર નંબર ના પ્રતિશલાકા નામના પ્યાલામાં નાખવો.
હવે પાછો અનવસ્થિત પ્યાલો ઉપાડીને શલાકા પ્યાલો જયાં ખાલી થયો હોય ત્યાંથી આગળ – આગળના દ્વીપ-સમુદ્રમાં એક એક દાણો નાખતા જવો.
જયાં અનવસ્થિત પ્યાલો ખાલી થાય ત્યાં એક દાણો શલાકા પ્યાલામાં નાખવો.
આ રીતે ફરી અનવસ્થિત પ્યાલો ભરતા જવો. ભરી ભરી ને ખાલી કરતા જવો જયાં જયાં ખાલી થાય ત્યાં ત્યાં સાક્ષી રૂપે એક એક દાણો શલાકા પ્યાલામાં નાખતો જવો
જેવો શલાકા પ્યાલો ભરાય કે પૂર્વની માફક તે ઉપાડીને તેમાંથી એક એક દાણો આગળના દ્વીપ-સમુદ્રમાં નાખતા જવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org