________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૭
લોકનું ચિત્ર પૂર્ણ થાય છે.
જ બીજીવ્યાખ્યા – યદુવ્ય કે પંચાસ્તિકાય આધારે લોકસ્વરૂપઃ
ઉપરોકત વ્યાખ્યા જે ચૌદ રાજના સ્વરૂપ કે ત્રણ લોકને આધારે આપી તે ક્ષેત્રલોક આશ્રિત વ્યાખ્યા હતી. હવે દ્રવ્ય લોકને આધારે લોકની વ્યાખ્યા જણાવે છે–દવ્યલોક પ્રકાશ – સર્ગઃ ૨ નીવાળીવસ્વરૂપમાં નિત્યનિત્યસ્વતિ ૨
व्याणि षट् प्रतीतानि द्रव्यलोकः स उच्चयते। જીવ અને અજીવ સ્વરૂપ વાળાં, નિત્ય અને અનિત્યના ગુણવાળા છ દ્રવ્યો જેમાં સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. તેને વ્યલોક કહે છે. આ દ્રવ્ય લોકને લોક તરીકે ઓળખવામાં આવે છે. શ્રી ઉત્તરાધ્યસૂત્રના ૨૮માં અધ્યયનમાં પણ કહયું છે કેधम्मो अहम्मो आगासं. कालो पुग्गल जंतवो
एस लोगो त्ति पण्णतो जिणेहिं वरदंसिही ઘર્મ, અધર્મ, આકાસ, કાળ, પુદ્ગલ અને જીવ [ના સમૂહને શ્રેષ્ઠ દર્શનવાળા સિર્વજ્ઞ-સર્વદશી] જિને Öરોએ લોક કહ્યો છે.
(૧) ધર્મ સ્વભાવથી ગતિ કરી રહેલા પુદ્ગલ અને આત્માને ગતિમાં સહાય કરનારુંઅદ્રશ્ય દ્રવ્ય. જેમ માછલીમાંતરવાની શકિત છે છતાં પાણી વિનાતેતરી શકતી નથી. તેમપુદ્ગલ અને આત્માગતિ કરવા સમર્થ છે, છતાં ધર્મરૂપીદવ્ય સિવાયતે ગતિ કરી શકતા નથી.
(૨) અધર્મ સ્વભાવથી સ્થિર રહેલા પુદ્ગલ અને આત્માને સાય કરનારું અદૃશ્ય, સ્થિર થવાની શકિત વાળા મનુષ્યને સ્થિર થવામાં જે રીતે આસન કે શયાદિ સહાયભૂત થાય છે. તે રીતે આ અધર્મ-દ્રવ્ય, પુદ્ગલ તથા જીવને સ્થિર થવામાં સહાયક છે.
(૩) આકાશ આકાશ એટલે અવકાશ અથવા પોલાણ. તેનો ગુણ અવગાહના અર્થાત્ જગ્યા આપવાનો છે. જે રીતે દૂધ સાકરને પોતાની અંદર સમાવી લે છે તે રીતે આ દ્રવ્ય, અન્ય દ્રવ્યોને પોતામાં સમાવી લે છે. આ દ્રવ્ય સ્વરૂપથી એક અને સળંગ છે. પણ વ્યવહારથી તેના બે ભેદો કહયા છે. (૧) લોકાકાશ (૨) અલોકાકાશ
$ લોકાકાશ જેટલાં ભાગમાં ધર્મ અને અધર્મની સ્થિતિ છે અને તેને લીધે જયાં સુધી પુદ્ગલ અને આત્માની ગતિ છે. તેટલા ભાગ વાળું આકાશ લોકાકાશ કહેવાય છે.
૪ અલોકાકાશ જે ભાગમાં આકાશ સિવાય બીજું કોઈપણ દ્રવ્ય નથી તેને અલોકાકાશ કહે છે – આ આકાશ અનંત છે.
(૪) કાળ એટલે સમય. આદ્રવ્ય થકી વસ્તુનીવર્તનાનો ખ્યાલ આવે છે. જેમકે આ વસ્તુ છે અથવા પહેલા હતી કે પછી પણ હશે. તેજ રીતે પહેલા–પછી, આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org