________________
૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વચ્ચેનો ૧૮૦૦યોજનનો ભાગજેનીચેથી ગણતાઆઠમાં રાજમાં આવે છે. અને આમ તે રૂચકપ્રદેશ પર આવેલો છે. રત્નપ્રભા નારકીના ઉપરના બે ક્ષુલ્લકપ્રતરમાં મેરુની અંદરના કંદના ભાગમાં આઠ પ્રદેશો વાળો રૂચક આવેલો છે.
બે પ્રતરમાં થી ઉપલા પ્રતરમાં ગાયના આંચળની જેમ ચાર આકાશ પ્રદેશ રહેલા છે. તેમાં નીચેના પ્રતરમાં પણ ચાર પ્રદેશ રહેલા છે. એવી રીતે નીચે ઉપર રહેલા એ આઠ પ્રદેશોને જ્ઞાની પુરુષો “ચોરસરૂચક' એવા નામથી ઓળખે છે.
આ ચોરસરૂચક તે નવસો યોજન ઉર્ધ્વ અને નવસોયોજન નીચે એટલો મધ્યલોક છે. અને તે ઝાલરના આકારે રહેલો છે.
રૂચકથી નીચે નવસો યોજન પછીથી લોકના નીચેના છેડા પર્યન્તના ભાગને “અધોલોક” કહે છે, જે કુંભીના આકારે રહેલો છે. તેને ગોકન્દરા – આકૃતિની પણ ઉપમા આપી છે. નીચે વિશાળ ને ઉપર ક્રમશઃ સંકિર્ણ થતી એવી ગાયની ડોક જેવી અધોલોકની આકૃતિ કહી છે.
રૂચકથી ઉપર નવસો યોજન પછીનો ભાગ ઉર્વલોક કહેવાય છે. તેનો આકાર મૃદંગ જેવો છે.
* પુરુષાકૃતિથી લોકના ત્રણ ભેદઃ ચૌદ રાજલોકને આધારે જેમ લોકના ત્રણ ભેદ જોયા તેમ પહેલા કહયા મુજબ – એક આકૃતિ અનુસાર આ લોક કેડે બને હાથ રાખી ને ટટ્ટાર ઉભેલા પુરુષ જેવો છે. તો તેમાં ત્રણ ભાગ કઈ રીતે ?
(૧) અધોલોકઃ પગથી કેડ સુધીનો ભાગ તે અધોલોક છે. (૨) નિછલોક: મધ્યમાં નાભિના સ્થાને તીર્થાલોક છે. (૩) ઉર્ધ્વ લોક નાભીથી ઉપર મસ્તક પર્યન્ત ઉર્ધ્વલોક છે. છે ચૌદ રાજલોક અથવા ત્રણ ભેદે લોકમાં ગોઠવાયેલી વસ્તુનો ક્રમઃ – – સૌથી ઉપરના ભાગે સિદ્ધાશીલા રહેલી છે. – તેની નીચે પાંચ અનુતર વિમાન રહેલા છે. - તેની નીચે નવ રૈવેયક આવેલી છે. - તેની નીચે નીચે ક્રમશઃ બાર દેવલોક રહેલા છે. - તેની નીચે જયોતિષચક્ર અને સૂર્યચંદ્રાદિ રહેલા છે.
- તેની નીચે મનુષ્ય લોક અર્થાત્ તીર્થાલોક આવેલો છે. આટલા સ્થાનો ઉપરના સાત રાજલોકમાં અને ઉર્ધ્વ તથાતી છ લોકરૂપે સ્થિત થયેલા છે.
– પછી અધોલોકના સાત રાજલોક શરૂ થાય તેમાં સર્વપ્રથમ ભંતર અને ભુવનપતિ દેવોના સ્થાનો છે.
– પછી ક્રમશઃ એક એક ની નીચે આવેલી સાત નરકો છે. અને એ રીતે સમગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org